બ્રેકફાસ્ટથી ડિનર સુધી બેસ્ટ છે ઘઉંના ફાડાની આ 5 વાનગીઓ, જરૂર કરજો ટ્રાય

Divyabhaskar.com

Mar 28, 2018, 02:01 PM IST
Healthy and Yummy recipe of Daliya
Healthy and Yummy recipe of Daliya
Healthy and Yummy recipe of Daliya
Healthy and Yummy recipe of Daliya
Healthy and Yummy recipe of Daliya

બ્રેકફાસ્ટથી ડિનર સુધી બેસ્ટ છે ઘઉંના ફાડાની આ 5 વાનગીઓ, જરૂર કરજો ટ્રાય.

યૂટિલિટી ડેસ્કઃ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દલિયા એટલે કે ઘઉંન ફાડા બહુ ઉપયોગી છે. બાળકો માટે તો દલિયા ખૂબજ પૌષ્ટિક ગણાય છે. આમ તો દરેક ઉંમરના લોકો દલિયાને બ્રેકફાસ્ટથી લઈને ડિનરમાં ગમેત્યારે લઈ શકે છે. સવારના નાસ્તામાં દલિયાની સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી મળી જાય તો આખો દિવસ સુધરી જાય. મોટાભાગે તમે ઘઉંના ફાડાની લાપસી વિશે જ સાંભળ્યું હશે, એટલે જ આજે અમે તમારા માટે લાવ્યા છીએ ફાડામાંથી બનતી 5 અવનવી ટેસ્ટી અને હેલ્ધી વાનગીઓની રેસિપિ.

નોંધી લો વેજ દલિયા ઉપમા, મસાલા દલિયા, ટોમેટો દલિયા ઉપમા, દલિયા ઢોસા અને દલિયા ઈડલીની સરળ અને ઝટપટ રેસિપિ...

વેજ દલિયા ઉપમા

સામગ્રી

-1 કપ દલિયા(ફાડા)

-1 ચમચી જીરું

-1/2 કપ સમારેલું ગાજર

-1/2 કપ સમારેલું બટાકું

-1 કપ સમારેલી ડુંગળી

-1 ટુકડો આદું

-મીઠું સ્વાદ મુજબ

-1 ટીસ્પૂન હળદર

-1 ટીસ્પૂન મરચું પાઉડર

-સમારેલી કોથમીર ગાર્નિશિંગ માટે

રીત

સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને ડુંગળી ઉમેરીને સાંતળો. ત્યાર બાદ તેમાં ફાડા ઉમેરીને સાંતળો. ફાડા સંતળાઈ જાય એટલે તેમાં બધા જ શાકભાજી નાખીને બે મિનિટ માટે સાંતળે. ત્યાર બાદ તેમાં મીઠું, હળદર, લાલ મરચું પાઉડર અને પાણી નાખીને બરાબર સાંતળીને ઢાંકીને ચઢવા દો. બધા જ શાકભાજી અને ફાડા ચઢી જાય ત્યાં સુધી ચઢવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો. કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ફાડાની આવી જ કેટલીક અન્ય સ્વાદિષ્ટ રેસિપિ...

X
Healthy and Yummy recipe of Daliya
Healthy and Yummy recipe of Daliya
Healthy and Yummy recipe of Daliya
Healthy and Yummy recipe of Daliya
Healthy and Yummy recipe of Daliya
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી