બટાકાનાં ભજીયાં માટે બનાવો તળ્યા વગર, ડાયટ માટે રહેશે બેસ્ટ

ચટણી કે ગરમા-ગરમ ચા-કૉફી સાથે પીરસો
ચટણી કે ગરમા-ગરમ ચા-કૉફી સાથે પીરસો

divyabhaskar.com

Sep 04, 2018, 01:50 PM IST

રેસિપિ ડેસ્ક: બટાકાનાં ભજીયાં મોટાભાગે લોકોના ઘરે તળીને જ બનાવવામાં આવે છે. જેના કારણે ડાયટ કરતા લોકો સ્વાદ રસિયા હોવા છતાં ખાઇ શકતા નથી. આજે અમે તમારા માટે લાવ્યા છીએ તવા પર શેકીને ભજીયાં બનાવવાની રેસિપિ. જેથી ડાયટ કરતા લોકો પણ કોઇપણ જાતની ચિંતા વગર માણી સકશે મજા. તો નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.


તવા પર બનાવો બટાકાનાં ભજીયાં

સામગ્રી

અડધો કપ બેસન
બે ટેબલસ્પૂન સોજી
અડધી ચમચી મીઠું
અડધી ચમચી ધાણાજીરું
પા ચમચી લાલ મરચું
બે ઝીણાં સમારેલ લીલાં મરચાં
એક ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
ચપટી બેકિંગ સોડા
બે બાફેલા બટાકાં
શેકવા માટે તેલ


રીત


સૌપ્રથમ એક બાઉલમાં બેસન અને સોજી લો. ત્યારબાદ અંદર મીઠું, ધાણાજીરું, મરચું, ઝીણાં સમારેલાં મરચાં, કોથમીર અને બેકિંગ સોડા નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ અંદર થોડું-થોડું પાણી ઉમેરતા જાઓ અને ભજીયાંનો ગોળ તૈયાર કરો. ત્યારબાદ આ ગોળને 15 મિનિટ માટે ઢાંકીને સેટ થવા મૂકી દો.


હવે બાફેલા બટાકાને છોલીને લગભગ અડધો સેમી જાડી ગોળ-ગોળ ચિપ્સ તૈયાર કરો. ત્યારબાદ ગેસ પર તવો ગરમ કરવા મૂકો. તવો ગરમ થાય એટલે તવા પર બે ટેબલસ્પૂન તેલ નાખી આખા તવા પર ફેલાવી લો. ત્યારબાદ બટાકાની ચિપ્સને બેસનના ગોળમાં ડુબાડી તવા પર મૂકો. તવા પર એકસાથે સમાય એટલી ચિપ્સ થોડા-થોડા અંતરે ગોઠવવી. એકબાજુથી ભજીયાં થોડાં શેકાઇ જાય એટલે તાવેથાની મદદથી ફેરવી લો અને થોડું-થોડું તેલ નાખો. બધાં જ ભજીયાંને બંન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકવાં. તૈયાર છે બટાકાંનાં શેકેલાં ભજીયાં ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો.

બાળકો માટે ઘરે જ બનાવો ચોકોપાઇ, બનશે એકદમ બજાર જેવી

X
ચટણી કે ગરમા-ગરમ ચા-કૉફી સાથે પીરસોચટણી કે ગરમા-ગરમ ચા-કૉફી સાથે પીરસો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી