જૂના-નવાનું સંયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેણે વર્તમાનમાં જીવવું હોય એણે પોતાના ભૂતકાળને ભૂલવો રહ્યો. વાસ્તવમાં જો ભૂતકાળને જ પકડી રાખ્યો તો એનો ભાર મનોમસ્તિષ્કને મુક્ત થવા દેતો નથી.  આજે જ્યારે પળેપળે દુનિયા બદલાઇ રહી છે, નિતનવા પડકારો સામે આવે છે એવામાં જો ભૂતકાળને જ પકડીને બેસી રહ્યા તો વધારે મૂંઝવણમાં મુકાશો. જેમ કે, માર્કેટમાંથી થેલીમાં કંઇ વસ્તુ લઇને આવ્યા અને વસ્તુ કાઢી નાખ્યા પછી પણ થેલો લટકાવેલો રાખ્યો તો એ આપણી જ ભૂલ હશે. કામ પતી ગયું, હવે એ થેલાને પણ ખભેથી ઉતારી નાખો. જોકે એ યાદ રાખો કે ભૂતકાળ એટલે પાસ્ટ અને જૂનું એટલે ઓલ્ડ. ભૂતકાળને ભૂલી જાવ પણ કંઇ જૂનું યાદ પણ રાખો. ભૂતકાળમાં માત્ર આપણે જ હોઇએ છીએ અને જૂનામાં આપણી સાથે કેટલાક લોકો હોય છે જેમણે આપણને એવો કોઇ પાઠ ભણાવ્યો હોય કે એવું કંઇ શીખવ્યું હોય જે વર્તમાનમાં ઉપયોગી નીવડે. 

જીવનમાં જૂના અને નવાનું સંયોજન હોવું જોઇએ. ભૂતકાળ અને જૂના વચ્ચેનો તફાવત સમજીને વર્તમાન જીવનમાં તેનો ઉપયોગ કરો તો શાંતિ ચોક્કસ મળશે.

અન્ય સમાચારો પણ છે...