તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિનમ્રતા સફળ દાંપત્ય માટે જરૂરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જે લોકો પતિ-પત્નીના સંબંધોની મીઠાશ બચાવવા માગતા હો, તો એક બીજા સાથે વાત કરતી વખતે બોલચાલની રીત પર સાવધાની રાખવી જોઇએ. જો શબ્દો પ્રત્યે અસાવધ થયા તો શક્ય છે કે પત્નીના વચન પતિને બાણની જેમ વાગશે અને પતિના શબ્દો પત્નીને અગનગોળા સમાન લાગશે.. ઘણા યુગલો વચ્ચે આવી સ્થિતિનું સર્જન થતુ હોય છે. ઘણી વાર તો સમગ્ર ઝગડો જ આ વાતે થાય છે કે યોગ્ય રીતે વાત કરો. 


મંદોદરીએ જ્યારે રાવણને સમજાવ્યો તો તેને પત્નીની વાત કેવી લાગી તેના વિશે તુલસીદાસજીએ લખ્યું હતું-‘નારિ બચન સુનિ બિસિખ સમાન, સભાઁ ગયઉ ઉઠિ હોત બિહાના. બૈઠ જાઈ સિંઘાસન ફૂલી. અતિ અભિમાન ત્રાસ સબ ભૂલી. પત્નીના બાણ જેવા આકરા વચનો સાંભળીને તે સવાર થતાં જ સભા તરફ રવાના થઇ ગયો હતો અને સમગ્ર ભય ભૂલીને અત્યંત અભિમાન સાથે સિંહાસન પર જઇને બેસી ગયો હતો. સરવાળે પત્નીના વચનો રાવણને આકરા લાગ્યા હતા. બાણ જેવા વાગ્યા હતા. સત્ય તો આ છે કે ન તો કોઇ પત્ની બાણ જેવા આકરા શબ્દો બોલે છે, ન કોઇ પતિ આગના ગોળા ઓકે છે. મુદ્દો આ છે કે સામે વાળી વ્યક્તિ તેને કેવી રીતે લે છે? આ સંબંધમાં એક-બીજા પ્રત્યે ભય અથવા અંહકારની ભાવના શા માટે? જો તે હોય તો પછી પત્નીને પતિમાં અને પતિને પત્નીમાં આવું જ દેખાવા લાગશે. તેથી સંબંધમાં બોલચાલમાં ખૂબ જ સાવધતા રાખવામાં આવે તે ખૂબ જરૂરી છે. શૈલી વિનમ્રતાની હોય, શબ્દ સામે વાળી વ્યક્તિ પ્રત્યે સન્માનથી ભરેલા હોય અને જે વિષય પર વાત કરી રહ્યા હો, તે હિતકારક હોય. જ્યારે અંગત વાતચિત પરિપક્વ રીતે કરવામાં આવે છે, ત્યારે સંબંધને પોતિકાપણાનો સ્વાદ લાગી જાય છે. 

feedback : humarehanuman@gmail.com

અન્ય સમાચારો પણ છે...