બીજાની જિંદગી બચાવે તેને પ્રોત્સાહિત કરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘણાં ફૂટબોલ પ્રેમીઓ અનુસાર માત્ર ત્રણ ટીમોમાંથી કોઈ એક જ વર્લ્ડ કપ 2018 જીતી શકે છે. આ સીધું ગણિત છે. ફ્રાંસ, ઇંગ્લેન્ડ અથવા ક્રોએશિયા. જ્યારે તમે આ કોલમ વાંચતા હશો ત્યારે આ ત્રણમાંથી એક ટીમ સ્પર્ધાની બહાર થઇ ગઈ હશે. પરંતુ, દુનિયા હંમેશાં 90 મરજીવા સહિત હજારથી વધુ એક્સપર્ટ સાથે થાઈલેન્ડની ફૂટબોલ ટીમના 11થી 16 વર્ષના 12 છોકરાઓ અને તેમના કોચ જેમણે કુદરત વિરુદ્ધની સૌથી અઘરી મેચ જીતી તેમની હમેશાં પ્રશંસા કરશે. આ મેચ 18 દિવસ અને ચોકસાઈથી કહીએ તો 432 કલાક ચાલી, જેમાં આ છોકરાઓ કુદરતને એક પણ ગોલ (એટલે કે, જિંદગી)ની તક આપ્યા વિના લડતા રહ્યા, લડતા રહ્યા અને ફક્ત લડતા જ રહ્યા. આખરે 13-0થી જીત મેળવી.

સંઘર્ષની શરૂઆત ત્યારે થઇ જ્યારે 23મી જૂને પ્રેક્ટિસ બાદ કોચ તેમને ટીમ બિલ્ડિંગ એક્સરસાઇઝ માટે થામ લુઆંગ ગુફામાં લઇ ગયા. તેમણે સપનામાં પણ વિચાર્યું ન હતું કે, ભારે વરસાદના કારણે ગુફામાં પાણી ભરાઈ જવાથી ગુફામાં વધુ અંદર જવું પડશે, અને ચાર કિલોમીટર જેટલું અંદર જઈને ફસાઈ જશે. કોઈ પણ ભોજન વિના માત્ર પાણીના સહારે-જેની ત્યાં કંઈ જ કમી ન હતી- તેઓ લગભગ દસ દિવસ ત્યાં ફસાયેલા રહ્યા, માત્ર એક જ આશા હતી કે કોઈ ચમત્કાર થઇ જાય. 

બચાવ દળે ગુફાની બહાર તેમની બેગ, સેન્ડલ, હાથ-પગના નિશાન જોયા, જેનાથી અંદર કોઈ હોવાના સંકેત મળ્યા. બીજા દિવસે ભારે વરસાદના કારણે બચાવ કામગીરી રોકવી પડી. 27મી જૂને સેનાએ અને જળસેનાના 1,000 સેનાકર્મીઓ સાથે ફરી બચાવ કાર્ય શરૂ થયું. 1લી જુલાઈએ ઓક્સિજન સિલિન્ડર લાવીને એક ઓપરેશન બેઝ સ્થાપિત કરવામાં આવ્યો. આશાનું કિરણ 2જી જુલાઈએ ત્યારે નજર આવ્યું, 3જી જુલાઈએ આ છોકરાઓ સુધી ભોજન, દવાઓ અને કામળા પહોંચી ગયા.
   
આ વચ્ચે, ગુફાની બહાર ઘણી યોજનાઓ પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યા. તેઓ જાણતા હતા કે, ઘણો મોટો હિસ્સો અંધારામાં ગરકાવ હોવાની સાથે જ આટલા લાંબા ભૂમિમાર્ગમાં ખાસ કરીને કોઈને તરતાં આવડતું નથી ત્યારે આટલા બાળકોને ગાઈડ કરીને બહાર લાવવા અઘરું છે. તેમણે આગળ પાણી વાળા ભાગ સુધી ચાલતા જવાનું હતું અને ફરી પાણીમાં ડૂબકી મારવાની હતી. તેમને આ પ્રક્રિયા વારંવાર કરવાની હતી. 

ફંડા એ છે કે, માનવની જાણ બચાવનાર હોય કે, પશુઓની, તમારા શહેરમાં આવા દરેક વ્યક્તિની પ્રશંસા કરો, પ્રોત્સાહન આપો. 

અન્ય સમાચારો પણ છે...