જીતનો તમામ મદાર ટીમ પર જ હોય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોમવારની રાતે હું ઘરે ઘરે બેઠા-બેઠા બ્રાઝિલ અને મેક્સિકો વચ્ચેની ફૂટબોલ વર્લ્ડ કપની મેચ જોઈ રહ્યો હતો અને મને આશા હતી કે, દુનિયાના સૌથી મોંઘા ફૂટબોલર નેમારનું પ્રદર્શન અદ્્ભુત રહેશે. પહેલા હાફમાં નિરાશ કર્યા અને ઘણા મોકા ગુમાવ્યા પરંતુ આખરી 51 મિનિટમાં કમાલ કર્યો. નેમારે પહેલો ગોલ કર્યો અને આ તેમણે પોતાના આગવા અંદાજમાં.

પરંતુ, મેચમાં 88મી મિનિટમાં જે થયું તે સંપૂર્ણ રીતે કલ્પના બહારની વાત હતી. મેચ પૂર્ણ થવાની 2 મિનિટ પહેલા જ નેમાર એકલા જ બોલને ચાર આક્રમક મેક્સિકન ખેલાડીઓથી બચાવીને આગળ લઇ ગયા અને તેમને અહેસાસ થયો કે, આટલા નજીક પહોંચ્યા બાદ પણ તે ગોલપોસ્ટમાં બોલને પહોંચાડી નહિ શકે. તેમણે મેદાન પર સબ્સિટ્યૂટ ખેલાડીના રૂપમાં માત્ર 2મિનિટ 6 સેકન્ડ પહેલા આવેલા રોબર્ટ ફર્મિનોને જોયો અને જોરથી તેને બૂમ મારીને બોલ તેને પાસ કરી દીધો. ફર્મિનોએ બોલને ગોલ કરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ન કરી અને બ્રાઝિલને 2-0થી જીત મળી. 

એમાં કોઈ જ શક નથી કે, વિશ્વમાં ફૂટબોલના બે સર્વશ્રેષ્ઠ ખેલાડી રોનાલ્ડો અને મેસ્સી છે પણ, પોતાની ટીમોને ક્વૉર્ટર ફાઇનલમાં લઇ ગયા વગર જ ગેમમાંથી બહાર ફેંકાઈ ગયા ત્યાર બાદ નેમાર એકમાત્ર ફૂટબોલ સ્ટાર છે, જેના પર આખી દુનિયાના ફૂટબોલ રસિકો મીટ માંડીને બેઠા હતા. મેચ પૂર્ણ થયા બાદ તેણે સાચું જ કહ્યું કે, ‘વ્યક્તિગત નહિ પરંતુ સામૂહિક પ્રયત્નો વધુ મહત્ત્વપૂર્ણ છે. હું આ વર્લ્ડકપ નેમારના નામે હોય તેમ નહીં પરંતુ, બ્રાઝિલના નામે હોય તેમ ઈચ્છું છું.’ આધુનિક મેનેજમેન્ટનું માનવું છે કે, તેજસ્વી નેતાઓ પણ કેટલીક  ટીમને સફળ નથી બનાવી શકતા, પરંતુ સાધારણ નેતાના નેતૃત્વમાં થોડીક કટિબદ્ધતા, ઉદ્દેશ્યને પહોંચી વળે તેવા, વ્યક્તિગત ગૌરવની ભાવનાને બાજુએ મૂકીને ટીમ વર્કની ભાવના હોય તો તે ટીમને સફળ બનાવી શકે છે.  

બની શકે કે, એક ટીમ તરીકે બ્રાઝિલ આ મંત્રને જાણતું હોય અને અન્ય કારણો સાથે એક કારણ એ પણ હોઈ શકે છે કે, સોમવારે મેક્સિકો સામે 2-0ની શાનદાર જીત સાથે સતત સાતમી જીત મેળવીને ફૂટબોલ વિશ્વકપની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યા. 

ફંડા એ છે કે, એક નેતા પોતાની ચમક બતાવીને ટીમને એક સ્તર સુધી તો લઇ જઈ શકે છે, પરંતુ, જીતને સાકાર કરવા માટે તો ટીમ જ જવાબદાર હોય છે અને ટીમના કારણે જ નેતા સફળ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...