હંમેશાં ટેક્નોલૉજીથી સુમાહિતગાર રહો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેટલી વાર તમે હોસ્પિટલ જાવ છો ત્યારે તમારો મેડિકલ રેકોર્ડ શરુઆતથી જ તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને જ્યારે તમે બીજા શહેરમાં હોવ ત્યારે આ પ્રક્રિયા અત્યંત મુશ્કેલ અને સમય માંગી લે છે. ભગવાન કરે કે એવું ક્યારેય ન થાય પણ તમે કટોકટીની સ્થિતિમાં હોસ્પિટલ પહોંચો ત્યારે ડૉક્ટર્સ દ્વારા અપાયેલી મહત્વપૂર્ણ મેડિકલ જાણકારી સુધી પહોંચવું અઘરું થઇ પડે છે.  

આવું એટલા માટે થાય છે કેમ કે, મોટા ભાગની મેડિકલ સંસ્થાઓ હવે દર્દીઓનો રેકોર્ડ હોસ્પિટલના કે પછી ભાડાના સર્વર પર રાખે છે. જો દર્દી અલગ સંસ્થાઓમાં અલગ સારવાર લેતો હોય, તો મેડિકલ  જાણકારી હોસ્પિટલ, ખાનગી મેડિકલ પ્રેક્ટિશનર અને મેડિકલ હેલ્થ એપમાં વહેંચાઈ જાય છે. ડેટા લીક થવાના કિસ્સા જયારે વધુ બને છે ત્યારે હોસ્પિટલ કોઈ દર્દીની માહિતી સાથે ચેડાં કરી શકે છે અથવા નફો રળવા ખાનગી સંસ્થાઓને વેચી પણ શકે છે. ચિકિત્સાને ટેક્નોલોજી સાથે જોડવા સિવાય મેડિકલ ડેટાને સંગ્રહિત કરવાની હાલની પદ્ધતિમાં આવતી ઘણી બધી સમસ્યાઓને પહોંચી વળવા મણિપાલ કસ્તુરબા મેડિકલ કોલેજના એમબીબીએસના ત્રીજા વર્ષના વિદ્યાર્થી રમેશે એક પ્રોટોટાઇપ મેડબ્લૉક્સ વિકસિત કર્યા છે જેથી કરીને, બ્લોકચેન ટેક્નોલોજીના માધ્યમથી મેડિકલ રેકોર્ડનો સુરક્ષાપૂર્વક ઇન્ટરપ્લેનેટરી ફાઈલ સિસ્ટમ (આઈપીએફએસ) પર સંગ્રહ કરી શકાય. 

એનક્રિપ્ટ કરાયેલ ડેટા ઘણા કોમ્પ્યૂટર્સ પર એકસાથે (આઈપીએફએસ નોડ્સ) દુનિયાભરમાં વહેંચી દેવામાં આવે છે. ત્યાં સુધી ક્યાંયથી, કોઈ પણ પહોંચી શકે છે, શરત એટલી છે કે, એક નોડ/પીયર ડેટાની કોપી એક સાથે હોવી જોઈએ. દર્દી, ડૉક્ટર, લેબ કે  પછી મોબાઈલ એપ કોઈ પણ અંતરેથી ડેટા સુધી પહોંચી શકે છે.  

મેડિકલ સ્ટુડન્ટ હોવા છતાં સિદ્ધાર્થે બ્લોકચેન ટેક્નોલોજી, ક્રિપ્ટોગ્રાફી અને તેને કોડ કેવી રીતે કરી શકાય તે બાબતો ઓનલાઇન કોર્સ દ્વારા શીખી. જયારે તેમણે આ વર્ષે 26મી મેના રોજ આ કોડ ઓનલાઇન પબ્લિશિંગ પ્લેટફોર્મ મીડિયમ પર પ્રકાશિત કર્યો ત્યારે તાત્કાલિક ધોરણે સ્વિત્ઝરલેન્ડ સ્થિત હેલ્થકેર બ્લોકચેન કંપની સાનાનું ધ્યાન આ તરફ ખેંચાયું. બેંગ્લુરુ સ્થિત ઘણા બ્લોકચેન આધારિત સ્ટાર્ટઅપ પણ તેમની સાથે જોડાવા માટે તત્પર છે. 

ફંડા એ છે કે, સ્માર્ટ હોસ્પિટલ મેનેજમેન્ટ પ્રગતિનું નવું ક્ષેત્ર છે અને આગળ રહેવા આ ક્ષેત્રની નવી ટેક્નોલાજીથી માહિતગાર રહેવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...