તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિફા વર્લ્ડકપ : દે ધનાધન ગોલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી 14 જૂનથી મોસ્કોમાં રશિયા અને સાઉદી અરેબિયાની મેચના કિકઓફ સાથે એકવીસમો ફિફા વર્લ્ડકપ શરૂ થશે. 32 દેશો વચ્ચે 14 જૂનથી 15 જુલાઈ દરમિયાન 11 શહેરોનાં 12 સ્ટેડિયમમાં બધું મળીને ટોટલ 64 મેચ રમાશે. ફિફા વર્લ્ડકપમાં યજમાન દેશને બાદ કરતાં બધું મળીને ટોટલ 211 ટીમ વચ્ચે 3 વર્ષ સુધી ક્વૉલિફિકેશન રાઉન્ડ ચાલે છે અને તેમાંથી 31 ટીમ અલગ અલગ તબક્કામાંથી જીતીને આગળ વધે છે. આ વર્ષે પનામા અને આઇસલેન્ડની ટીમ સૌપ્રથમ વાર ક્વૉલિફાય થઈ શકી છે. 

અગાઉ 20 વર્લ્ડકપ યોજાયા છે, જેમાંથી સૌથી વધુ 5 વાર બ્રાઝિલ વિજેતા બન્યું છે

અગાઉ 20 વાર વર્લ્ડકપ યોજાયેલા છે જેમાંથી સૌથી વધુ 5 વાર બ્રાઝિલ વિજેતા બન્યું છે. જર્મની અને ઇટાલી બંને 4 વાર, આર્જેન્ટિના અને ઉરુગ્વે 2 વાર તથા ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને સ્પેને એક એક વાર વર્લ્ડકપ જીત્યા છે. સ્પેન વર્સીસ પોર્ટુગલ, ઇંગ્લેન્ડ વર્સીસ બેલ્જિયમ, આર્જેન્ટિના વર્સીસ ક્રોએશિયા જેવી મેચના કારણે આ વર્ષના વર્લ્ડકપ ડ્રો ખૂબ રસપ્રદ છે.


2014ના વર્લ્ડકપની એક નાનકડી ઝલક જોઈએ. ટોટલ 64 ગેમ રમાઈ જેમાં કુલ મળીને 171 ગોલ થયા એટલે કે ગેમ દીઠ 2.67 ગોલ્સ થયા. જર્મનીએ ફાઇનલમાં આર્જેન્ટિનાને એક્સ્ટ્રા ટાઈમમાં 113મી મિનિટે ગોલ કરીને આર્જેન્ટિનાને હરાવ્યું. 6 ગોલ્સ સાથે કોલંબિયન ફૂટબોલર જેમ્સ રોડ્રિગ્ઝને ગોલ્ડન બૂટ એવોર્ડ મળ્યો. લાયનલ મેસીને ગોલ્ડન બોલ તથા જર્મન ગોલકીપર માનયેલ નોયરને ગોલ્ડન ગ્લવ મળ્યો.


એરિયાની દૃષ્ટિએ દુનિયાના સૌથી મોટા દેશ તરીકે જાણીતા રશિયાના વર્લ્ડકપ કેમ્પેઇન પર સૌ કોઈની નજર છે. મોટેભાગે યજમાન દેશ પર ગ્રૂપ સ્ટેજ પાર કરવાનું સૌથી વધુ પ્રેશર હોય છે. 2010 વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકા, 2012માં યુક્રેન યુરોકપ ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઇ ગયા હતા જ્યારે 2002 વર્લ્ડકપમાં સાઉથ કોરિયા સેમીફાઇનલ સુધી પહોંચ્યું હતું. રશિયાના ગ્રૂપમાં સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને ઉરુગ્વે છે. ચેમ્પિયન્સ લીગમાં મોહંમદ સાલાહને ખભાની ઇજા થઇ હોવાથી મોટેભાગે એ વર્લ્ડકપમાં નહીં રમી શકે.


ટુર્નામેન્ટના હોટ ફેવરિટ ગણાતા બ્રાઝિલનાં જખમો તાજાં હશે. નોંધનીય છે કે રિયોમાં યોજાયેલા 2014 વર્લ્ડકપમાં બ્રાઝિલ વિરુદ્ધ જર્મનીની હાઈ પ્રોફાઇલ ગેમમાં પ્રથમ 30 મિનિટમાં 5 ગોલ કરીને ડિસિપ્લિન્ડ જર્મનીએ યજમાન બ્રાઝિલને 7/1 થી નાલેશીજનક પરાજય આપ્યો હતો. 5 વર્લ્ડકપ, 7 કોપા અમેરિકા ટ્રોફી અને 4 કન્ફેડરેશન કપ ટાઇટલ સાથે બ્રાઝિલ વર્લ્ડકપ 2018 જીતવા માટેનું મજબૂત દાવેદાર છે. નેઈમારને સાથ આપવા માટે સ્ટ્રાઇકર ગેબ્રિયલ હેસુસ બ્રાઝિલને પ્રોપર બેલેન્સ આપે છે. બ્રાઝિલના ગ્રૂપમાં સ્વિટ્ઝર્લેન્ડ, કોસ્ટારિકા અને સર્બિયા છે. 

2017માં રમાયેલી રશિયા સામેની ફ્રેન્ડલી ગેમમાં 3-3ના સ્કોર સાથે સ્પેન પર પણ અભૂતપૂર્વ પ્રેશર હશે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મની પ્રતિવર્ષ પોતાના ટેલેન્ટેડ ખેલાડીઓ અને આગવી રમતથી પોતાનું સ્થાન અને દાવેદારી જમાવી રાખે છે. યુરોપિયન ક્વૉલિફાયરમાં જર્મનીએ 10-0-0થી પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. જર્મનીની ગેમ કેટલી પાવરફુલ હતી તે તેના 39 ગોલ ડિફરન્સ પરથી જોઈ શકાય છે. ટેલેન્ટ, ડિસિપ્લિન, ટીમ સ્પિરિટ અને સ્ટ્રેટેજીમાં વર્લ્ડકપગેમ્સમાં જર્મની બેજોડ છે. ગ્રૂપ ઑફ ડેથ તરીકે ઓળખાતા જર્મનીના ગ્રૂપમાં મેક્સિકો, સ્વિડન તથા સાઉથ કોરિયા છે. 


2017માં રમાયેલી રશિયા સામેની ફ્રેન્ડલી ગેમમાં 3-3ના સ્કોર સાથે સ્પેન પર પણ અભૂતપૂર્વ પ્રેશર હશે. 2014માં ફ્લાયિંગ ડચમેન રોબિન વેન પર્સી અને અર્જન રોબનની આક્રમક શરૂઆત બાદ સ્પેન આપોઆપ ડિફેન્સિવ મોડમાં આવીને અંતે 1-5થી ગેમ હારી ગયું હતું. આ વર્ષે સ્પેનના ગ્રૂપમાં પોર્ટુગલ, મોરોક્કો અને ઈરાન છે. સ્પેન પર પણ ગ્રૂપ સ્ટેજ પાર કરવાનું દબાણ અભૂતપૂર્વ હશે.

nirav219@gmail.com`

અન્ય સમાચારો પણ છે...