સ્પોર્ટ્સ / ડિજિટલ સ્ટ્રીમિંગ : સ્પોર્ટ્સ હવે આંગળીના ટેરવે

નીરવ પંચાલ

Mar 17, 2019, 06:28 PM IST
article by nirav panchal

ટીમ ઇન્ડિયાના ટીવી બ્રોડકાસ્ટિંગ ડીલમાં સ્ટાર નેટવર્ક સાથે 6100 કરોડ રૂપિયાનો સોદો કર્યા બાદ બીસીસીસાઇએ આઇપીએલના ટીવી અને ડિજિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સ વેચવા કાઢ્યા હતા, જેમાં 2017માં સ્ટાર ઇન્ડિયાએ 5 વર્ષના આઇપીએલના બ્રોડકાસ્ટિંગ અને સ્ટ્રીમિંગ રાઇટ્સ પેટે બોર્ડને રૂ. 16,347 કરોડ ચૂકવીને કોન્ટ્રાક્ટ જીત્યો ત્યારે ઘણા બધા અણિયાળા સવાલો ઊભા થયા હતા. આટલા રૂપિયા તો કંઈ ચૂકવાતા હશે? આ રકમ ક્યારે રિકવર થશે? આ ડીલ પ્રોફિટ કરશે કે કેમ? આઇપીએલ તો પાછી ભારતની લીગ છે, આઇસીસીની હોત તો કંઈક લેખેય લાગત.

  • ભારતમાં સ્માર્ટફોન અને ડેટા પેનિટ્રેશન સસ્તા થવાને કારણે ડિજિટલ વ્યુઅરશિપ વધી છે અને તેમાં વધારો થતો જ જાય છે

બોર્ડે ઓનલાઇન ઓક્શનમાં આઇપીએલના ડિજિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સ વેચવા માટે ટેન્ડર બહાર પાડ્યું હતું, જે માટે સ્ટાર ઇન્ડિયા નેટવર્કે સોની, ફેસબુક, જિયો જેવા બિડર્સને પછાડી 60 કરોડ પ્રતિ ગેમ ચૂકવીને રાઇટ્સ મેળવી લીધા.

આઇપીએલમાં પોતાના ઇન્ટરનેટ પ્લેટફોર્મ હોટસ્ટાર પર 14 કરોડથી વધુ અને કુલ મળીને 70 કરોડ જેટલી વ્યુઅરશિપ સાથે સપાટો બોલાવીને સ્ટાર નેટવર્કે સાબિત કરી દીધું કે તેમનું ઇન્વેસ્ટમેન્ટ ભલે 5 વર્ષનું હોય, પણ પ્રોજેક્ટેડ ટાર્ગેટ અચીવ કરવાની શરૂઆત પહેલાં વર્ષથી જ કરી દીધી છે. સ્પોર્ટ્સ સ્ટ્રીમિંગમાં વ્યવસ્થિત અને વ્યાવસાયિક અભિગમ સાથે હોટસ્ટારે 5 વર્ષ પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવીને સર્વિસ ચાલુ કરી હતી અને જિયોના આગમન પછી એના સબસ્ક્રિપ્શનમાં ભારે ઉછાળો આવ્યો છે. એક સ્ટેટિસ્ટિક પ્રમાણે 2015માં 4 કરોડ, 2016માં 11 કરોડ, 2017માં 13 કરોડ અને 2018માં 22 કરોડ યૂઝર્સે મેચ જોઈ.
હોટસ્ટારનો સૌથી મોટો પ્રતિસ્પર્ધી સોની લિવ છે. સોની પાસે ભારતની સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયન ટૂરના રાઇટ્સ હતા. તે ઉપરાંત ગયા વર્ષે યોજાયેલ ફિફા વર્લ્ડકપના રાઇટ્સ પણ સોની પાસે જ હતા. એ ઉપરાંત ઓસ્ટ્રેલિયન ઓપન, બાસ્કેટબોલ, કોમનવેલ્થ ગેમ્સ અને યુએફા ફૂટબોલ લીગના રાઇટ્સ સોની પાસે છે. આમ, ગ્લોબલ સ્પોર્ટ્સની એક વિશાળ લાઇબ્રેરી ધરાવનાર સોની હોટસ્ટારના યૂઝર બેઝમાં ગાબડાં પડી શકવાની પૂરી ક્ષમતા ધરાવે છે. ભારતમાં સ્માર્ટફોન અને ડેટા પેનિટ્રેશન સસ્તા થવાને કારણે ડિજિટલ વ્યુઅરશિપ વધી છે અને દિવસે દિવસે તેમાં વધારો થતો જ જાય છે. બોર્ડ અને દર્શકો માટે આવાં પ્લેટફોર્મ હોવાં એ ફાયદાનો સોદો છે.

nirav219@gmail.com

X
article by nirav panchal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી