તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલ્ફ મેડિકેશનથી હેલ્થ સુધરે નહીં પણ બગડે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
35  વર્ષનાં માલ્વિકાબહેનને માથું દુ:ખે છે. તે ડોક્ટરની સલાહ લીધા વગર ડિસ્પ્રિન લઈ લે છે. થોડી વારમાં તેમને રાહત થઈ જાય છે. આ આદતથી તેમની ફાર્માસિસ્ટ પુત્રી મૌલી અકળાય છે, પણ કોઈનું માને તો માલ્વિકાબહેન શેનાં! આને લીધે તેમની તબિયત સુધરવાને બદલે બગડી રહી છે. એક વાર તે પોતાના ફેમિલી ફિઝિશિયન પાસે પેટના દુખા‌વાની ફરિયાદ લઈને પહોંચે છે. ત્યારે ડોક્ટર તેમને અગાઉ કઈ દવા લઈને આવ્યાં છો તેમ પૂછે છે. વિગતો જાણ્યા પછી ડોક્ટર તેમને જણાવે છે કે તે ભારે દવાઓ લે છે, પણ તેની કિડની પર આડઅસર થઈ છે. ડોક્ટર તેમના પેશન્ટને એન્ટિબાયોટિક્સના ઉપયોગ વિશે સમજ આપે છે:

નાની મોટી માંદગીને મટાડવા એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ જરૂરી છે, પણ તે દરેક બીમારી દૂર કરવાનો રામબાણ ઉપાય છે તેવું માનવાની ભૂલ કરવા જેવી નથી. એન્ટિબાયોટિક્સના યોગ્ય ઉપયોગ વિશેની ઉપયોગી જાણકારી મેળવીએ...

એન્ટિબાયોટિક્સ એન્ટિબેક્ટેરિયલ્સ તરીકે પણ ઓ‌ળખાય છે. આ દવાનો ઉપયોગ બેક્ટેરિયલ ઇન્ફેક્શનની સારવાર માટે થાય છે. બેક્ટેરિયા સૂક્ષ્મ જીવાણુ છે. તે અનેક પ્રકારના ચેપ માટે જવાબદાર છે. એન્ટિબાયોટિક્સ શરીરમાં પ્રવેશેેલા બેક્ટેરેટિયાનો નાશ કરે છે અથવા બેક્ટેરિયાની સંખ્યાને વધવા દેતા નથી. કેટલીક એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ફંગલ ઇન્ફેક્શનને અટકાવવા માટે કરવામાં આવે છે.
 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક રિપોર્ટ અનુસાર ભારતમાં 53% દર્દીઓ પ્રિસ્ક્રિપ્શન વગર જાતે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરે છે. આ રિપોર્ટના આધારે જાણકારી મળી છે કે 23% ડોક્ટર બાળકોને કોઈ પણ પ્રકારના તાવમાં એન્ટિબાયોટિક્સ આપે છે. 18% લોકો એન્ટિબાયોટિક્સ બચાવીને રાખે છે કે બીજી વાર કામ લાગશે. 25% ડોક્ટર દર્દીઓને એવી સલાહ આપતા હોય છે કે જ્યારે તેમની માંદગી મટી જાય અને સાજાનરવા થઈ જાય ત્યારે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ન કરવો. 
 
એન્ટિબાયોટિક્સનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરી શકાય?
- દરેક બીમારી માટે અલગ પ્રકારની એન્ટિબાયોટિક્સ દવાઓ હોય છે. તેના વિશેની ઊંડી જાણકારી નિષ્ણાત ડોક્ટરને જ હોય છે. તેથી કોઈ પણ એન્ટિબાયોટિક્સ લેતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી અત્યંત જરૂરી છે.
 
- ડોક્ટરના જણાવ્યા અનુસાર જ દવાનો ડોઝ લેવો. તેમાં પોતાની માન્યતા પ્રમાણે ફેરફાર કરવો નહીં. એટલે કે જો કોઈને ડોક્ટરે રોજ અઠવાડિયા સુધી એક ગોળી લેવાની સલાહ આપી હોય, પણ તકલીફ વધારે થાય તો આજે દોઢ-બે ગોળી લેવાની ભૂલ ન કરવી. દવા લેવાના ચોક્કસ સમયનું પાલન કરવું. સલાહનો અમલ ન કરવાની ટેવ નુકસાનકારક નીવડી શકે છે.
 
- ડોક્ટરે જેટલા સમય માટે એન્ટિબાયોટિક્સનો કોર્સ કરવાની સલાહ આપી હોય તે પૂરો કરવો. આ દરમિયાન બીમારી કે તકલીફ દૂર થઈ જાય તો પણ તે લેતાં રહેવું. સારવાર કરાવ્યા બાદ તાત્કાલિક કોર્સ બંધ કરી દેવાથી કેટલાક બેક્ટેરિયા જીવિત રહી જાય એવું બને તો ફરીથી રોગ ઊથલો મારી શકે છે.
 
- દરેક વ્યક્તિની તાસીર જુદી હોય છે એટલે એક જ એન્ટિબાયોટિક્સ દરેકને એકસરખી લાગુ પડતી નથી. ઘરમાં કે બીજી વ્યક્તિ માટે અપાયેલી એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કદી ન કરવો. એન્ટિબાયોટિક્સ દવાઓનો ઉપયોગ ડોક્ટરની સલાહ વગર કદી ન કરવો. 
 
- એન્ટિબાયોટિક્સ ભોજનના સમય કરતાં એક કલાક પહેલાં અથવા તો જમ્યા પછી બે કલાકે લેવી જોઈએ
- આડેધડ અને આપમેળે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય કથળી શકે છે. 
 
આ લોકોેએ સેલ્ફ મેડિકેશન ન કરવું
- જેમની કિડની અને લીવર બરાબર રીતે કામ ન કરતા હોય 
- સગર્ભા અને સ્તનપાન કરવાતી મહિલાઓએ
- એન્ટિબાયોટિક્સ બીજી દવાઓ સાથે કેમિકલ રિએક્શન કરે છે. તેથી એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરતા હો ત્યારે બીજી કોઈ દવાનો ઉપયોગ ન કરવો.
 
એન્ટિબાયોટિક્સ કેવી રીતે કામ કરે છે? 
બેક્ટેરિયા ઝડપથી વધે અને રોગનાં લક્ષણો બતાવે તે પહેલાં શરીરનું રોગપ્રતિકારક તંત્ર તેને ખતમ કરે છે. આપણા લોહીમાંના શ્વેતકણો હાનિકારક બેક્ટેરિયા પર હુમલો કરે છે. અમુક કિસ્સામાં બેક્ટેરિયાનો ચેપ ગંભીર બને ત્યારે એન્ટિબાયોટિક્સની મદદ લેવી પડે છે. તે બેક્ટેરિયાનો નાશ કરે છે અથવા તેને વધતા અટકાવે છે. ઘણી વાર ઇન્ફેક્શન અટકાવવા માટે સર્જરી કરતા પહેલાં એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. 
 
એન્ટિબાયોટિક્સ રેઝિસ્ટન્સ
આડેધડ કે વધુ પડતો એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવાથી એન્ટિબાયોટિક્સ રેઝિસ્ટન્સની સમસ્યા સર્જાય છે. સમગ્ર વિશ્વમાં એન્ટિબાયોટિક્સના ઉપયોગનું પ્રમાણ વધતું જાય છે. આના કારણે જ બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધવા લાગ્યું છે. તે એન્ટિબેક્ટેરિયલ દવાઓના રેઝિસ્ટેન્ટ થઈ ગયા છે. એન્ટિબાયોટિક્સ રેઝિસ્ટન્સને લીધે લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. આવું જ ચાલ્યા કર્યું તો લોકોની જિંદગી જોખમમાં મુકાઈ જશે.
 
એન્ટિબાયોટિક્સની આડઅસર:
સૌથી ગંભીર પ્રકારના ચેપ માટે જે એન્ટિબાયોટિક્સ વાપરવામાં આવે છે તેની આડઅસર આ પ્રમાણે જોવા મળે છે.
- મોં, પાચન માર્ગ અને યોનિનું ફંગલ ઇન્ફેક્શન
- કિડની સ્ટોનની સમસ્યા સર્જાય છે
- સૂર્યના પ્રકાશ પ્રત્યે સેન્સિટિવ બનવું.
- મોટા આંતરડા પર સોજો આવવાથી ડાયેરિયા થાય છે.
- એલર્જિક રિએક્શન જોવા મળે છે.
-‌ વધુ પડતા ઉપયોગને લીધે સ્થૂળતા વધે છે.
- શરીરના રોગપ્રતિકારક તંત્ર પર ખરાબ અસર પડે છે.
- એન્ટિબાયોટિક્સના વધારે ઉપયોગથી ઇમ્યુન સિસ્ટમ પિત્તાશય પર એટેક કરવા ઉશ્કેરાય છે. એથી શરીરમાં ઇન્સ્યુલિન બનવાની પ્રક્રિયા પર પ્રભાવ પડવાથી ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. 
mira.trivedi@gmail.com

અન્ય સમાચારો પણ છે...