તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુશ રહેવું આપણા હાથમાં છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘર-પરિવાર, વ્યવસાયની જવાબદારી વચ્ચે અટવાતી મલ્ટિટાસ્કિંગ મહિલા ખુશ રહેવાના તેના મૂળભૂત અધિકારને ભૂલી ગઇ હોય એવું લાગે છે. આડા હાથે મુકાઇ ગયેલા રાઇટ ટુ હેપીનેસ (આરટીએેચ)ની યાદ અપાવવા માટે દુનિયાભરમાં આજે હેપીનેસ ડેની ઉજવણી કરવામાં આવે છે. વિવિધ પ્રકારની જવાબદારીઓનાં પોટલાં માથે લઇને ફરતી આધુનિક મહિલાને ખુશ રહેતા કોઇ અટકાવી શકે તેમ નથી. ખુશીના મૂળભૂત અધિકારની મજા માણવા જેવી છે. અસંખ્ય અડચણો અને જીવનની કઠિનાઇઓ વચ્ચે હેપી રહેવાની કી તમારી પોતાની પાસે હોવી જોઇએ. સદાકાળ ખુશ રહેવા માટેનો સંકલ્પ કર્યો હોય. એમના માટે તો દરેક દિવસ ખુશીની ખુશ્બૂ લઇને આવે છે. 

જિંદગીમાં ખુશ રહેવાના માનવ સહજ અધિકાર જતાવવા દર‌ વર્ષે 20મી માર્ચના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનાઇટેડ નેશન્સ) દ્વારા સમગ્ર વિશ્વમાં ‘ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ’ ઊજવાય છે. ખુશ કઇ રીતે રહી શકાય એ જાણીએ...

સુપ્રસિદ્ધ લેખક ઓસ્કર વાઇલ્ડની જાણીતી ઉક્તિ છે કે અમુક લોકો જ્યાં પણ જાય, ત્યાં ખુશી પોતાની સાથે લઇને જતા હોય છે. એટલે તેમના આગમનથી સમગ્ર વાતાવરણમાં ખુશી છવાઇ જતી હોય છે. તો અમુક લોકો એવા પણ હોય છે કે એ લોકો આપણાથી દૂર જાય ત્યારે આપણે ખુશ થઇએ છીએ. ખુશ રહેવું માણસનો મૂળભૂત સ્વભાવ છે. નાનકડું બાળક પણ મોટા ભાગે ખુશખુશાલ જોવા મળે છે. આવું કેમ? મોટા ભાગની વ્યક્તિને સમગ્ર જીવન દરમિયાન તેનો શૈશવકાળ જ શ્રેષ્ઠ લાગતો હોય છે. આવું  એટલા માટે કે ખુશ રહેવું એ આપણો જન્મજાત સ્વભાવ છે. પણ જેમ મોટા થતા જઇએ એમ આસપાસનું  વાતાવરણ, સમાજની અશુદ્ધિઓ આપણા મનમાં પ્રવેશવા લાગે છે અને ધીમે ધીમે આ ઇમ્પ્યોરિટિઝનું લેવલ વધવા લાગે છે. પરિણામે આપણી માનસિક પરિસ્થિતિ બદલાય છે. આવું દરેકની સાથે બને એ જરૂરી નથી. આપણી આસપાસ કેટલાક એવા લોકો હોય છે જે કોઇ પણ પરિસ્થિતિમાં હેપી રહેવાનો ફન્ડા જાણે છે. હંમેશાં હેપી ગો લકી રહી શકાય એવી કેટલીક હેબિટ્સ ડેવલપ કરવા જેવી છે.  

 

-ખુશમિજાજ વ્યક્તિ સદાય સારપ શોધે છે  
દરેક વ્યક્તિની નેચરલ ટેન્ડન્સી એવી હોય છે કે તે નેગેટિવિટીને જલદી કેચ કરે છે. સાઇકોલોજિસ્ટ આ ટેન્ડન્સીને નેગેટિવિટી બાયસ કહે છે. ઘણી વ્યક્તિ બીજા લોકોમાં જે ખામી હોય છે તેને જલદી જોઇ લે છે અને તેની સારપ તરફ એટલું ધ્યાન નથી આપતા, પણ ખુશ રહેતી વ્યક્તિ દરેક વ્યક્તિ વસ્તુ અને પરિસ્થિતિમાં કંઇક સારું શોધતા રહે છે. તેઓ એમ માને છે કે જે કંઇ થાય છે તે સારા માટે જ થાય છે. કોઇ પણ વ્યક્તિમાં કોઇ સારી બાબત શોધવાનું કામ માનીએ છીએ એટલું મુશ્કેલ નથી. તમારે ખુદને એક સવાલ કરવો જોઇએ, ‘આ વ્યક્તિ આટલી સારી કેમ છે?’ અને તમારું મગજ તમને એવા કેટલાય અનુભવો અને બાબતો જણાવશે કે તમને એ વ્યક્તિમાં રહેલી સારપ જોવા મળશે. સારપની સાથોસાથ તમારે કોઇ પણ પરિસ્થિતિમાં પોઝિટિવ કેમ રહેવું અને તેમાંય સારું શું જોવું એ બાબત પર ધ્યાન આપવંુ. જેમ કે, તમે કોઇ જોબ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ ન થયા હો તો તમારે એમ માનવું જોઇએ કે કદાચ મને આના કરતાં પણ વધારે સારી જોબ મળવાની હશે, જે મોડી મોડી પણ મળશે અને તમે કોઇ અનુ‌ભવી વડીલને પૂછશો તો એ પણ તમને આ જ વાત જણાવશે. 

 

- સ્ટ્રોંગ સપોર્ટ સિસ્ટમ ડેવલપ કરવી
હંમેશાં ખુશ રહેતી વ્યક્તિ પોતાની ચારે તરફ એક સ્ટ્રોંગ સપોર્ટ સિસ્ટમ ડેવલપ કરે છે. આ સપોર્ટ સિસ્ટમ બે પાયા પર ટકેલી છે અને એ પાયા છે ફેમિલી અને ફ્રેન્ડ્સ. જિંદગીમાં ખુશ રહેવા માટે પરિવારજનો અને માયાળુ મિત્રોનો બહુમૂલ્ય ફાળો હોય છે. ભલે તમારી પાસે દુનિયાભરની  સંપત્તિ, સમૃદ્ધિ હોય પણ લાગણીથી ભર્યા પરિવારજનો અને દોસ્તો નહીં હોય તો તમે લાંબા સમય સુધી ખુશ નહીં રહી શકો.

સાયન્સ એમ કહે છે કે આપણા મસ્તિષ્કમાં દરરોજ 60,000 વિચારો ઉત્પન્ન થાય છે. તેમાંથી મોટા ભાગના વિચારો નેગેટિવ હોય છે. જો તમે દરરોજ તમારા મગજને નેગેટિવ વિચારોથી ફીડ કરશો તો ખુશ રહેવું મુશ્કેલ છે.

ખુશ રહેતી  વ્યક્તિને માફી આપતા 
અને માફી માગતા આવડે છે

દરેક વ્યક્તિને પોતપોતાનો ઇગો હોય છે. તેને જાણે-અજાણે લોકો હર્ટ કરતા રહે છે. ખુશમિજાજ વ્યક્તિ નાની અમથી વાતનું માઠું લગાડતી નથી. પોતાનાથી કોઇ ભૂલ થઇ હોય તો તેને માફી માગતા આવડે છે અને બીજા લોકોએ કરેલી ભૂલને માફ કરતા પણ આવડે છે. તદુપરાંત તે પોતાની જાતને પણ માફ કરી શકે છે. માફી માગવાથી અને માફી આપવાથી દિલનો ભાર હળવો થઇ જાય છે. તેથી તમે નકામી ઉપાધિમાં અટવાશો નહીં અને ખુશ રહી શકશો.

 

- ગમતું કામ કરવું અથવા તો કામને ગમતું કરવું
ખુશ રહેતી વ્યક્તિ ગમતું કામ કરે છે અથવા તો તે જે કામ કરે છે તેનેે પ્રેમ કરીને ગમતું કરે છે. તમે તમારા શોખને પોષવાનું કામ કરતા હો અથવા તમને જેમાં રસ પડતો હોય એવું કંઇક કામ કરો તો કામ કર્યાની ખુશી અનુભવાશે. તમારી ખુશીનો ઇન્ડેક્સ (હેપીનેેસ ક્વોશન્ટ) વધશે. ‘હેપીનેસ એટલે દરેક દિવસ એ રીતે પસાર કરવો જાણે કે એ તમારા હનીમૂનનો પહેલો દિવસ છે અને વેકેશનનો આખરી દિવસ.’

- લિયો ટોલ્સટોય

mira.trivedi@gmail.com

અન્ય સમાચારો પણ છે...