તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીલની સ્ત્રી રિયલ સ્ત્રીના જીવનને શું અસર કરે?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘મારા પરિવાર, સમાજમાં મેં જે સ્ત્રીઓને મારી આસપાસ જોઈ છે એને કાયમ પાવરફુલ જોઈ છે.’ ‘શુભ મંગલ સાવધાન’માં વૈવાહિક જીવનના અંગત અને અતિ સંવેદનશીલ મુદ્દાને સામાજિક સમસ્યા દર્શાવીને સમય, કૌટુંબિક સંજોગો અને સમાજજીવનમાં સ્ટ્રોંગ પત્ની કેવી હોવી જોઈએ એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.’ આર એસ પ્રસન્ના-ડાયરેક્ટર-શુભ મંગલ સાવધાન. ‘સ્ત્રી વિશે લખવું એ મારો કુદરતી ઝુકાવ છે. સંઘર્ષ અને દુશ્મન ફિલ્મમાં મેં મહિલાઓને સ્ટ્રોંગ બનાવવા પુરુષોને કમજોર નહોતા રાખ્યા.

ફેમિનીઝમ દર્શાવતી ફિલ્મ જોવી ગમે છે, પણ જીવવામાં માત્ર ફિલ્મ જ બની રહે છે

પુરુષો સ્ત્રીને સમાન રીતે સ્વીકારે, સન્માન આપે, ફેમિનીઝમ જીવે એવું લખું, રિયલ લાઇફ મેં નહીં મિલતા તો ફિલ્મ મેં ડાલો, શાયદ કુછ ફર્ક આયે’ - લેખક-દિગ્દર્શક તનુજા ચંદ્રા 
અમદાવાદ ખાતે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં ‘હિન્દી ફિલ્મમાં સ્ત્રીનું ચિત્રણ’ અંગેના સેશનમાં સ્ત્રી કેન્દ્રિત ફિલ્મો, લેખન, બોક્સઓફિસ, ભારતીય પ્રેક્ષકોની માનસિકતા અંગે ચર્ચા થઈ. છેલ્લા એક દસકામાં ભારતમાં મહિલા કેન્દ્રિત પિક્ચરનું ચલણ વધ્યું.

 

સ્ત્રીનું સ્થાન અને જીવન વિશે વિચારીને તેની ફિલ્મ બનાવવાનું ‘રિસ્ક’ લેતાં આ ત્રણેય લેખકોનું કહેવું હતું કે, ‘સમાજમાંથી સ્ક્રિપ્ટનું સર્જન થાય છે. ફેમિનીઝમ દર્શાવતી ફિલ્મ જોવી આપણને ગમે છે, પણ જીવવાની વાત આવે ત્યારે એ માત્ર ત્રણ કલાકની કહાની બનીને રહી જાય છે.’ તનુજા ચંદ્રા મંચ પર સ્ત્રી વિશે બોલે કે લખે અને મહેશ ભટ્ટ જેવા મેન્ટર સાથે ફિલ્મ બનાવે છે ત્યારે આપણને એ ‘રીલની સ્ત્રી’ ગમે છે.

 

પ્રસન્નાએ જણાવ્યું કે હું મારી પત્નીને પ્રેમ કરું છું અને એની દૃષ્ટિથી સ્ત્રીને સમજવાનો પ્રયત્ન કરું છું. આ જ કારણે એમની સ્ક્રિપ્ટમાં કંડારાયેલી સ્ત્રી આપણને પાવરફુલ લાગે છે, પરંતુ આ મોટા પરદે જોઈ શકાતી સ્ટ્રોંગ સ્ત્રીઓ બહાર ફૂટપાથ પર ફૂલ વેચતી સ્ત્રીને અસર કરશે? આ પ્રશ્ન એક સામાન્ય સ્ત્રીને પૂછ્યો ત્યારે જવાબ આવ્યો, ‘બહેન એ ફિલ્મ છે, એને સાચું ન મનાય. એમ પુરુષોની બરાબરી કરવા જઈએ તો ક્યાંયના ન રહીએ.’ આ છે સ્ત્રીની રિયલ પ્રતિક્રિયા. તત્કાલીન સમાજ અને સમય જો હિન્દી ફિલ્મોને સ્ક્રિપ્ટ માટે સબ્જેક્ટ આપે છે તો સમાજ અને સ્ત્રી તરીકે આપણી જવાબદારી બેવડી થાય છે. સિરિયલોની સાડી કે ચણિયાચોળી કોપી મારવા સરળ છે, પણ ‘નો મીન્સ નો’ કહેવા માટે વર્ષોથી બાંધેેલી દીવાલ ઓળંગવી પડે છે. 

અન્ય સમાચારો પણ છે...