તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોશિયલ મીડિયા તમારો ઉપયોગ કરે છે કે તમે એનો?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક દસકાથી આપણા દૈનિક જીવનનું અનિવાર્ય અંગ બનેલ સોશિયલ મીડિયાને મહિલાઓના જીવનમાં વિવિધ રંગો આપ્યા. ક્યારેક ઇચ્છા વ્યક્ત કરવા, ઓળખ મેળવવા, સમય પસાર કરવા વપરાતું સોશિયલ મીડિયા હવે ડિપ્રેશન અને  છૂટાછેડા જેવા નકારાત્મક પરિણામ લાવતું થઈ ગયું. જૂના સંબંધો જ્યાં મળે છે ત્યાં વાસ્તવિક સંબંધોના વિચ્છેદ શરૂ થાય છે. આજની મમ્મીઓને બાળકો માટે સમય નથી, કારણ કે હાથમાં મોબાઇલ છે. સોશિયલ મીડિયામાં ઓતપ્રોત રહેતી સ્ત્રીઓના કાર્ટૂન અને જોક બનવાની શરૂ થઈ ગઈ.

સોશિયલ મીડિયા પર જે જણાવાય છે, તેમાં વાસ્તવિકતા કેટલી છે તે કોણ જાણે છે?

હજી આજે પણ મહિલાના હાથમાં મોબાઇલ વધુ સમય માટે હોય તો એમાં નાકનું ટીચકું ચડી શકે છે, કારણ કે એનો પોઝિટિવ ઉપયોગ થઈ શકે એ સ્વીકારવાની માનસિકતા કેળવાઈ નથી. જોકે, એમાં જેન્ડર બાયસને મુદ્દો બનાવવાનો અર્થ નથી, કારણ કે બેન્કિંગ, મિટિંગ ને શોપિંગને આપણે જે મોબાઇલ ફોન થકી પતાવી શકીએ છીએ, એનો વધુ ઉપયોગ બીજી અનેક સમસ્યા લઈને આવે છે. પ્રિયંકાનું ડિપ્રેશન હોય કે ત્રિપલ તલાકની પિટિશનર ઇશરત જહાંનો વિચાર આપણે ટ્વિટર દ્વારા જાણીએ છીએ, જેના થકી વિચારો અને અભિપ્સાને અભિવ્યક્ત થવાની તક મળી છે એ કેમ દુઃખનું કારણ બન્યું? જેને ત્રીજા વિશ્વનું સ્થાન આપવામાં આવ્યું છે એ સોશિયલ મીડિયા પર થતી સંતાકૂકડી અને અવરજવર શું સૂચવે છે?


 સોશિયલ મીડિયા એ માહિતીનું અવ્યવસ્થિત ગોડાઉન છે. અહીં માહિતી આપવાની જેટલી ઉત્સુકતા છે એની અડધા ભાગમાં પણ સ્વીકારવાની તૈયારી નથી હોતી. દર 48 કલાકે એક બિલિયનથી વધુ ટ્વીટ થાય છે. ફેસબુકમાં કલાકની લાખો પોસ્ટ અપલોડ થાય, કારણ કે ઘણા પાસે બહુ કહેવાનું હોય છે અને ઘણા પાસે બહુ બતાવવાનું હોય છે. વિચારોની આપ-લે સાથે અહીં લાઇક-કોમેન્ટના વ્યવહાર હોય છે. દરેક વિષયનો અતિરેક ક્યાંયના નથી રહેવા દેતાે. વધારે ખવાઈ ગયું હોય ત્યારે થતો અપચો, છાતીમાં ભાર થાય એ જ રીતે અહીં પણ ઓવર શેરિંગના કારણે મગજમાં અપચો થાય છે.

 

જે આ દરેક માહિતી, શબ્દો અને સામસામે થતી ગાળાગાળીને સાચું માની લે છે, જે જીવન કરતાં પણ વધુ મહત્ત્વ અહીં લખતા શબ્દોને આપે છે. અહીં વ્યક્તિ નહીં તેની ઇમેજ અપલોડ થાય છે. કાયમ બીજાને અને લાગણીને પ્રાધાન્ય આપતી દરેક સ્ત્રીએ પોતાની જાતને એક જ પ્રશ્ન પૂછવા જેવો છે. ‘સોશિયલ મીડિયા તમારો ઉપયોગ કરે છે કે તમે એનો?’

અન્ય સમાચારો પણ છે...