તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘શાન-એ-પાકિસ્તાન’...!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં શાન-એ-પાકિસ્તાન નામની એક ભવ્ય હોટેલ છે. થોડા દિવસ પહેલાં ત્યાંના વડાપ્રધાન ઇમરાન ખાન એ હોટેલમાં જમવા માટે ગયા.
ઇમરાન ખાને જોયું કે અફઘાનિસ્તાનનો એક પઠાણ ત્યાં જમવા આવ્યો હતો. પેટ ભરીને જમી લીધા પછી એ તો થાળીમાં જ હાથ-મોં ધોવા લાગ્યો!


ઇમરાન ખાન ચોંકી ગયા. પેલો પઠાણ મોં ધોતાં ધોતાં જાતજાતના અવાજો  કરી રહ્યો હતો. પહેલાં તેણે ‘‘ગળળળળ...’’ કરીને કોગળા કર્યા. પછી ‘‘બડ બડ બડ બડ બડ...’’ કરીને મોંમાં પાણી ફેરવ ફેરવ કર્યું. એ પત્યું, પછી ‘‘ચરરરર... ચરરરર...’’ અવાજો કરીને થાળીમાં પિચકારીઓ મારવા માંડી!


ઇમરાન ખાન સાથે વિદેશી મહેમાનો પણ હતા. બધા સ્તબ્ધ થઇને આ જોઇ રહ્યા હતા.
પઠાણ ઊભો થયો અને થાળીમાં મોં ઝૂકાવી ‘હા...ક! હાક... હા...ક!’ કરીને ગળું સાફ કરવા લાગ્યો. છેલ્લે બરોબર ગળું સાફ કરીને તે ‘‘થૂથૂ... ફૂફૂ... થૂથૂ... ફૂફૂ...’’ કરીને થૂંક્તો રહ્યો!
ઇમરાન ખાન તો ડઘાઇ જ ગયા હતા. ત્યાં તો પઠાણે દાંત ખોતરવાની સળી ઉપાડી અને તે ફરી શરૂ થઇ ગયો!


પહેલાં ‘‘ગળગળગળ... ગળળળ...’’ કરીને કોગળા કર્યા. પછી ‘‘બડબડબડ... બડબડ...’’ કરીને મોંમાં પાણી ફેરવ્યું. પછી દાંત ખોતરતાં ખોતરતાં ‘‘ચરરરર’’ કરીને પિચકારીઓ મારી. એ પછી મોટા અવાજે ‘‘હાક! હાક! હાક!’’ કર્યું અને છેલ્લે પોતાના દાંતોને સળી વડે ખોતરતાં તેણે ‘‘થૂથૂ... ફૂફૂ... થૂથૂ... ફૂફૂ...’’ પણ કર્યું!


હવે ઇમરાન ખાનથી રહેવાયું નહિ. જઇને પઠાણને ખભે ટપલી મારીને પૂછ્યું ‘‘જનાબ, આપ ને કભી કિસી બડી હોટેલ મેં ખાના ખાયા હૈ?’’


પઠાણે છાતી કાઢીને કહ્યું ‘‘હાં! હમને દુનિયા કા સબ બડા બડા હોટલ હોટેલ મેં જાકર ખાના ખાયા હૈ, લાલે દી જાન!’’


‘‘અચ્છા? કૌન કૌન સી? ’’
‘‘યહી... તાજ, ઓબેરોય, રિજન્સી, સ્ટર્લિંગ... હર જગહ જાકર ખાના ખાયા.’’
‘‘ઔર... સબ હોટેલ મેં ઐસે હી મુંહ ધોયા થા?’’
‘‘હાં!’’


‘‘તો વહાં કિસીને કુછ કહા નહીં?’’
‘‘કહા ના! સર હોટેલવાલોં ને કહા...’’
‘‘ક્યા કહા?’’


‘‘યહી, કિ અગર ઐસે હી મુંહ ધોના હૈ તો શાન-એ-પાકિસ્તાન મેં જાક અપના મુંહ ધોયા કરો!’’
mannu41955@gmail.com

અન્ય સમાચારો પણ છે...