દીપિકા અને પ્રિયંકા હવે નવી ભૂમિકામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈંગ્લેન્ડના એક જાણીતા સામયિકે પોતાના તાજેતરના અંકમાં મુખપૃષ્ઠ પર દીપિકા પાદુકોણેની તસવીર છાપતાં લખ્યું છે કે, પોતાના ધંધાકીય નિર્ણયોમાં વર્ચસ્વ ધરાવતી આ વ્યક્તિ છે. વિદેશોમાં ભારતીય કલાકારોને મહત્ત્વ મળવાનું કારણ એ છે કે ત્યાં ભારતીય મૂળના લોકો મોટા પ્રમાણમાં છે. એક પ્રસિદ્ધ વાક્ય એ પણ છે કે, બટાટા અને ભારતીયો દરેક દેશોમાં મળી આવે છે! 

દીપિકા પદુકોણેને પહેલો બૉલીવુડ બ્રેક ફરાહ ખાનની શાહરુખ ખાન અભિનીત ‘ઓમ શાંતિ ઓમ’માં મળ્યો હતો, જે પુનર્જન્મની કાલ્પનિક ઘટનાવાળી ફિલ્મ હતી. રોહિત શેટ્ટીની ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં દીપિકાની એક્ટિંગ ખૂબ જ વખણાઈ અને ફિલ્મની સફળતાનો શ્રેય પણ તેને આપવામાં આવ્યો છે. આ રીતે, શાહરુખ દ્વારા જ ફિલ્મોમાં આવેલી કલાકાર દ્વારા જ શાહરુખ ઢંકાઈ ગયા. દીપિકાના પિતા એક પ્રસિદ્ધ બેડમિંટન ખેલાડી રહ્યા છે, તેમના ડ્રાય શોટ્સમાં શટલ નેટ પર પળવાર માટે થંભીને સામેના ખેલાડીની કોર્ટમાં ચાલ્યું જતું. 
દેશની બહાર બનનારી ડૉલર ફિલ્મોની બાબતમાં પ્રિયંકા ચોપરા દીપિકા કરતાં ઘણી જ આગળ નીકળી ગઈ છે અને હવે સલમાનની ‘ભારત’માં લીડ રોલમાં છે તેમજ રાકેશ રોશન પણ ‘ક્રિશ’ની આગામી સિરીઝમાં તેને કાસ્ટ કરવા માગે છે. મોટાભાગના ફિલ્મકારોની નજર ‘ડૉલર ક્ષેત્ર’ પર છે. બીજી તરફ ભારતીય રૂપિયો ડૉલરની તુલનામાં સતત ઘટી રહ્યો છે.

હવે એવા સંકેતો મળી રહ્યા છે કે, પ્રિયંકા ચોપરા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર અને એક મરાઠી ભાષા બોલનાર કન્યા પર ફિલ્મ બનાવવા માગે છે. આ જ રીતે એક મરાઠી ભાષી છોકરીએ ગાંધીજીના આદર્શોથી પ્રભાવિત થઈને તેમની સેવા ચાકરીની જવાબદારી લીધી હતી. મહાપુરુષોના જીવન સાથે જોડાયેલા ઘણા અંશો સામે આવતા નથી. સિમોન દ બ્વોયરના પુસ્તક ‘કમિંગ ઑફ એજ’માં અનેક મહાન લોકોની આ પ્રકારની વિગતો આપવામાં આવી છે. 

દીપિકા પાદુકોણે પણ ‘મસાન’ના દિગ્દર્શકની આગામી ફિલ્મમાં જોડાવા વિચારી રહી છે. પુરુષ ફિલ્મ સ્ટાર્સ પોતાના મહેનતાણા રૂપે ફિલ્મમાં ભાગીદારી લે છે અને હવે આ જ રસ્તે પ્રિયંકા અને દીપિકા પણ ભાગીદારી માંગવા લાગી છે. પુરુષ પ્રધાન સમાજ અને ફિલ્મોમાં નાયિકાઓની ભાગીદારી માંગવાનું પગલું સરાહનીય છે પરંતુ, આ પ્રક્રિયામાં નિર્માતાનું મહત્વ અને પ્રોફિટ બન્ને ઘટી જાય છે.

અન્ય સમાચારો પણ છે...