રિશી કપૂર અને અનિલ કપૂર : મિત્ર કે પ્રતિદ્વંદી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રિશી કપૂર અને અનિલ કપૂર કેરેક્ટર રોલમાં ચમકી રહ્યા છે અને પોતાના હીરોની ભૂમિકાના સમય પછી હવે વિવિધ ભૂમિકાઓ ભજવી રહ્યા છે. બંને મિટ્ટી પહેલવાન છે અને ઊંધા માથે પટકાય તો પણ હાર નથી માનતા અને તેમનું દંગલ શરુ જ રહે છે. રિશી કપૂર ‘ખુલ્લમ ખુલ્લા’નામની પોતાની આત્મકથા લખી ચૂક્યા છે પરંતુ, અનિલ કપૂરે આ વિષે હજી કઈ વિચાર્યું નથી. પોતાના બાળપણ અને કિશોરાવસ્થાના દિવસોમાં બંને પાડોશી હતા અને બંને ઇન્ડસ્ટ્રીમાં પ્રતિદ્વંદી પણ રહી ચૂક્યા છે.

 

અનિલ કપૂરના પિતા સુરેન્દ્ર કપૂર પૃથ્વીરાજ કપૂરના મિત્ર હતા અને તેમની ભલામણ પર જ મોગલ-એ-આઝમમાં કે. આસિફે તેમને આસિસ્ટન્ટ દિગ્દર્શકનું કામ અપાવ્યું હતું. બંને પરિવારો ચેમ્બૂરમાં રહેતા અને બંને સાથે જ શાળાએ પણ જતા. એ જ સમયમાં સુરેન્દ્ર કપૂર ગીતા બાલીનું કામ જોવા લાગ્યા. ગીતા બાલીએ જ તેમને નિર્માતા બનવાની પ્રેરણા આપી અને મદદ પણ કરી.

 

તેમણે દારા સિંહ સાથે ‘ટારઝન ગોઝ ટુ દિલ્હી’ બનાવી જેમાં આંશિક સફળતા મળી. રાજ કપૂરના મોટા પુત્ર સાથે ‘પોંગા પંડિત’ બનાવી અને રિશી કપૂર સાથે ‘ફૂલ ખીલે હૈ, ગુલશન ગુલશન’ જેના દિગ્દર્શકનું મૃત્યુ થયું અનેબીજા દિગ્દર્શક સાથે ફિલ્મ ફૂરી કરવામાં સમય લાગ્યો, જેના લીધે નુકસાન થયું. આ જ સમયે સુરેન્દ્રના મોટા પુત્ર બોની કપૂરે નિર્માણ કાર્યની શરૂઆત કરી અને ‘હમ પાંચ’ બનાવી.

 

અનિલ કપૂરે એમએસ સથ્યુની ફિલ્મ ‘કહાં કહાં સે ગુઝર ગયા’માં અભિનય કર્યો. ફિલ્મનું નામ જ તેમની અભિનય યાત્રાનું કેન્દ્ર બિંદુ બની ગયું. 

આ નફામાંથી કેટલુંક દેવું ચૂકવવામાં આવ્યું. સલીમ-જાવેદની સફળ જોડી એક માત્ર ગેરમસમજ અને એક સ્ટારના કાવતરાના કારણે તૂટી ગઈ. તે સમયે તેમની પાસે ‘મિ.ઇન્ડિયા’ અને ‘દુર્ગા’ નામની બે પટકથાઓ લગભગ લખાઈ ચૂકી હતી. સલીમ સાહેબે જાવેદ અખ્તરને કહ્યું કે, તે બેમાંથી એક સ્ક્રિપ્ટ પસંદ કરી લે. આ રીતે મિ.ઇન્ડિયા જાવેદ અખ્તરને મળી અને દુર્ગા સલીમ સાહેબે રાખી પરંતુ, જાવેદ સાથે અણબનાવથી દુઃખી સલીમ સાહેબે દુર્ગા પૂરી પણ ન કરી કે, તેના પાર ફિલ્મ પણ ન બનાવી. ‘હમ પાંચ’ દરમિયાન બોની કપૂરની મિત્રતા શબાના આઝમી સાથે થઇ અને આ મિત્રતાએ જ મિ.ઇન્ડિયાનો પાથ સાફ કર્યો.

 

અનિલ કપૂરે એમએસ સથ્યુની ફિલ્મ ‘કહાં કહાં સે ગુઝર ગયા’માં અભિનય કર્યો. ફિલ્મનું નામ જ તેમની અભિનય યાત્રાનું કેન્દ્ર બિંદુ બની ગયું. એક સમયે રાજ કપૂર ‘પરમવીર ચક્ર’ બનવવા ઇચ્છતા હતા. એક વિચાર હતો પરંતુ, કોઈ ઠોસ વાર્તા ન હતી. તેમની સર્જન પ્રક્રિયા આડેધડ હતી, તેમણે વિચાર્યું કે, લોકેશન શોધવાની પ્રક્રિયા દરમિયાન વાર્તા પણ બનાવી લેશે. તેઓ કાશ્મીર ગયા જ્યાં તેમને ફરાવવાની જવાબદારી લશ્કરે યુવા મેજર અશોક કૌલને સોંપવામાં આવી. મેજર અશોક કૌલે ફિલ્મકાર બનવાનું મન બનાવી લીધું અને ‘પરમવીર ચક્ર’ બનાવી પણ, તે વાર્તા રાજ કપૂરની ન હતી અને બીજી જ હતી. જો કે, એ સમયે રાજ કપૂરે અનિલ કપૂરને સંકેત આપ્યા હતા કે તેઓ અનિલને પોતાની ત્રણ હીરો વાળી ફિલ્મમાં લઇ શકે છે.

 

અનિક કપૂરે ખડકવાસલા જઈને શિક્ષણ પણ લીધું અને તેમની એ જ મહેનત, જુસ્સો અને સમર્પણ આજે પણ કાયમ છે.  રિશી કપૂરે પોતાની સેકન્ડ ઇનિંગમાં ઘણી બધી કેરેક્ટર ભૂમિકા ભજવવાનું શરૂ રાખ્યું છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ‘મુલ્ક’માં તેમની અને તાપસીની ભૂમિકાની પ્રશંસા થઇ રહી છે. આ એક સાહસી ફિલ્મ છે. આજની ભાગલા પાડો અને રાજ  કરોની શાસન નીતિમાં કોમ વિશેષને દબાવવામાં આવે છે અને આ ફિલ્મ તેનો વિરોધ કરે છે. આતંકીનો કોઈ ધર્મ હોતો નથી. રિશી કપૂરની સેકન્ડ ઇનિંગ ‘દો દુની ચાર’થી શરૂ થઇ હતી અને બીજી વાર બનેલી અગ્નિપથમાં કસાઈનો રોલ તેમણે અદભુત રીતે નિભાવ્યો હતો.

 

તાજેતરમાં જ ‘રાજમા-ચાવલ’નું શૂટિંગ પૂરું કર્યું છે. પોતાને સતત જાતને માંજવાની ભૂખના કારણે રિશી કપૂર આજે પણ સક્રિય અને સજાગ છે. ‘આ અબ લૌટ ચલે’ નામની ફિલ્મ પણ તેમણે ડિરેક્ટ કરી છે. રિશી કપૂરના પુત્ર રણવીર કપૂરની ‘સંજુ’ સુપર હિટ રહી છે. અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધનની ‘મીર્ઝીયા’ અસફળ રહી પરંતુ દીકરી સોનમે કેટલીક ફિલ્મોમાં સુંદર કામ કર્યું છે. રિશી કપૂરની દીકરીના લગ્ન દિલ્હીમાં થયા અને તે સુખી દાંપત્ય જીવન વિતાવી રહી છે. અનિક કપૂર શિસ્તબદ્ધ છે અને ફિટનેસ માટે સંપૂર્ણ સજાગ છે. રિશી કપૂર ખાવા-પીવાના શોખીન છે.

 

તેમના વધેલા વજન સાથે પણ દર્શકોએ તેમને પસંદ કર્યા છે. પૃથ્વીરાજના વંશજોને બહારના દુશ્મનોથી ડર નથી લાગતો પરંતુ તેમનો ભોજન પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. તેમનો ભોજન પ્રેમ વિવિધ ભોજનો ચાખવા સુધી સીમિત છે. એ સંભવ છે કે, કોઈ વાર્તા બંનેને સાથે લાવી દે. 

jpchoukse@dbcorp.in

અન્ય સમાચારો પણ છે...