ગૂગલની થર્ટ પાર્ટી એપ્સ તપાસી?

સાયબર સફર

divyabhaskar.com | Updated - Jun 09, 2018, 04:08 PM
Google's Third Party Apps Check?
ફેસબુકમાં ગયા મહિનાથી જે કંઈ હોબાળો મચ્યો છે તેમાં દોષનો આખો ટોપલો અત્યારે તો થર્ડ પાર્ટી એપ્સ પર ઢોળાઈ રહ્યો છે. બધી ચર્ચા ફેસબુકની ચાલી રહી છે એટલે આપણે તેમાં, આપણા એકાઉન્ટ સાથે કઈ કઈ થર્ડ પાર્ટી એપ્સ કનેક્ટેડ છે એ જાણવાની કોશિશ કરીશું ને

ફેસબુકની જેમ તમારા ગૂગલ એકાઉન્ટ સાથે
પણ ઘણી એપ્સ કનેક્ટેડ હોઈ શકે છે

કદાચ બિનઉપયોગી લાગતી એપ્સને દૂર પણ કરીશું.
પણ આટલું કરીને સંતોષ માની લેશો નહીં! આજના સાયબર જગતમાં થર્ડ પાર્ટી એપ્સ સાથે આપણો ડગલે ને પગલે ભેટો થવાનો છે.
કારણ દેખીતું છે – થર્ડ પાર્ટી એપ્સથી ઇન્ટરનેટની મોટી કંપનીઝ વધુ ને વધુ મોટી થતી જાય છે. સૌથી જાણીતું ઉદાહરણ છે ગૂગલ.
ગૂગલે એપલનો સામનો કરવા માટે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ વિક્સાવી ત્યારે એક માસ્ટર સ્ટ્રોક માર્યો. તેણે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ ફોન ફેન્યુફેક્ચરિંગ કંપનીઝને તદ્દન મફત આપી અને બીજા ડેવલપર્સ તેને માટે એપ્સ ડેવલપ કરી શકે એ પણ સહેલું બનાવ્યું. પરિણામે એન્ડ્રોઇડમાં આપણે અનેક જાતની એપ્સ ઇન્સ્ટોલ કરી શકીએ છીએ અને સ્માર્ટફોનના માર્કેટમાં એન્ડ્રોઇડનું વર્ચસ્વ 85-90 ટકા જેટલું થઈ ગયું.
આવી થર્ડ પાર્ટી એપ્સ એન્ડ્રોઇડનાં સંખ્યાબંધ ફીચર્સનો લાભ લઈ શકે છે અને ઇન્સ્ટોલેશન વખતે એ બાબતની આપણી પાસેથી મંજૂરીઓ પણ લેવામાં આવે છે. એન્ડ્રોઇડના માર્શમેલો વર્ઝનથી આપણે દરેક એપને કઈ કઈ મંજૂરી આપી છે એ જાણવું સરળ બન્યું છે અને જે તે એપની અમુક મંજૂરી આપણે બંધ પણ કરી શકીએ છીએ. જોકે, તેના ફાયદા અને ગેરફાયદા બંને છે. જેમ કે તમે કોઈ કેમેરા એપ ઇન્સ્ટોલ કરી હોય અને તેને ફોનનો કેમેરા એક્સેસ કરવાની જ મંજૂરી ન આપો તો એ એપ ચાલશે નહીં, પરંતુ કોઈ ન્યૂઝ એપ ઇન્સ્ટોલ કરી હોય અને એ તમારા ફોનની કોન્ટેક્ટ કે કોલિંગ એપ એક્સેસ કરવાની મંજૂરી માગે અને તે તમે ન આપો, તો એપના ઉપયોગમાં કોઈ વાંધો ન આવે. ટૂંકમાં, હવે કંટ્રોલ આપણા હાથમાં છે. આ કંટ્રોલનો ઉપયોગ કરવા માટે તમારા ફોનના સેટિંગ્સમાં એપ્સમાં, જે તે એપમાં જઈને તેને આપેલી મંજૂરીઓ જોઈને તેમાં ફેરફાર કરી શકો છો.
બીજું, જેમ ફેસબુકના યૂઝરનેમ-પાસવર્ડથી આપણે અલગ અલગ સાઇટ્સ કે એપ્સમાં લોગિન થઈ શકીએ છીએ, એ જ રીતે ગૂગલના એકાઉન્ટથી પણ લોગિન થઈ શકાય છે. તેના પણ ફાયદા ને ગેરફાયદા બંને છે!
ફાયદો એ છે કે કોઈ એપ તમારો પાસવર્ડ સલામત રીતે સાચવી ન શકતી હોય અને જો તમે એક પાસવર્ડ બધે જ ચલાવતા હો તો તમારાં બીજાં એકાઉન્ટ પણ જોખમાઈ જાય. જો ગૂગલ કે ફેસબુકથી લોગિન થયા હો તો આવી ચિંતા રહેતી નથી.
ગેરફાયદો એ છે કે ગૂગલથી થર્ડ પાર્ટી એપમાં લોગિન થવા જતાં એ આપણું ઈ-મેઇલ એડ્રેસ, નામ, દેશ અને ભાષા તથા જીમેઇલના કોન્ટેક્ટ્સ વગેરે જાણી શકે છે અને ગૂગલ આપણી પ્રવૃત્તિઓ વિશે વધુ જાણવા
લાગે છે.
એટલે ફેસબુકની જેમ, તમારા ગૂગલ એકાઉન્ટ સાથે કનેક્ટેડ આવી થર્ડ પાર્ટી એપ્સ પણ તપાસતા રહેવું જરૂરી છે. એ માટે એન્ડ્રોઇડમાં, સેટિંગ્સમાં ગૂગલ અને તેમાં ફરી સેટિંગ્સમાં કનેક્ટેડ એપ્સમાં જાઓ. અહીંથી તમે જે થર્ડ પાર્ટી એપ્સને મંજૂરી આપી હશે તે જોઈ શકાશે. યાદ રહે, ઇન્ટરનેટની દુનિયામાં માત્ર ફેસબુક એક એવી કંપની નથી, જેને આપણા વિશે ઘણું જાણવામાં ઘણો રસ છે!
www.cybersafar.com

X
Google's Third Party Apps Check?
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App