ગૂગલનો સમર કેમ્પ

Google Summer Camp

ગૂગલનો સમર કેમ્પ.

divyabhaskar.com

Jun 06, 2018, 01:04 PM IST
આ મ તો આપણી શાળાઓમાં વેકેશન હવે પૂરું થવામાં છે, પણ ગૂગલે જરા મોડેમોડે આ વખતના વેકેશનને સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ બંને માટે જરા વધુ રોમાંચક બનાવવાનું નક્કી કર્યું છે – ખાસ ભારતના પરિવારો માટે.

ગૂગલનાં ચાર અઠવાડિયાંના એજ્યુકેશનલ સમર કેમ્પમાં તમે પણ જોડાઈ શકો છો

27 મે, સોમવારે ગૂગલે તેના બ્લોગ પર ભારતીય પેરેન્ટ્સને એક પત્ર લખીને આ પહેલની જાણ કરી. મૂળ વાત એવી છે કે ગૂગલે ‘સમર વિથ ગૂગલ એટ ધ સમર કેમ્પ’ નામે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં 13થી 18 વર્ષના ભારતમાં રહેતાં બાળકો-કિશોરો જોડાઈ શકે છે.
આ પ્રોજેક્ટ દરમિયાન ગૂગલ તેની સાઇટ પર દર સોમવારે એક એક્ટિવિટીનું હોમવર્ક આપશે. પ્રોજેક્ટમાં ભાગ લેતાં બાળકો પોતાનાં પેરેન્ટ્સ અને ગૂગલની મદદ લઈને આ એક્ટિવિટીના સવાલોના જવાબ શોધશે, ગૂગલની સાઇટ પર એ એસાઇન્મેન્ટ સબમિટ કરશે અને આવતા સોમવારે મળનારા નવા એસાઇન્મેન્ટની રાહ જોશે.
આવું સતત ચાર સોમવાર સુધી ચાલશે. દરેક પ્રવૃત્તિ પૂરી કરવા માટે અઠવાડિયે એકાદ કલાક જેટલો સમય ફાળવવો પડશે. તેના અંતે ગૂગલના ભારતમાં ગુરગાંવ અને હૈદરાબાદ ખાતેના કેમ્પસમાં સમર કેમ્પ યોજાશે અને તેમાં આ સમર પ્રોજેક્ટમાં ભાગ લેનારાં વધુમાં વધુ 100 પાર્ટીસિપેન્ટ્સને તેમના વાલી સાથે ભાગ લેવાનો અવસર મળશે – પ્લેનમાં મુસાફરી કરવા મળશે એ વધારાની મજા.
જો તમને આ વાતમાં રસ પડ્યો હોય તો આ એસાઇન્મેન્ટ્સ કેવાં હશે એની થોડી ઝલક જાણી લઈએ. 28મી મેના સોમવારે અપાયેલા પહેલાં એસાઇન્મેન્ટમાં, ગૂગલ અર્થ સાઇટ પર જઈને, યુરોપિયન યુનિયનમાં ‘હેક્ઝાગોન’ તરીકે પણ ઓળખાતો એક દેશ, દુનિયાના તમામ પાન્ડાના ઘર સમા દેશ અને લા ટોમાટિના ફેસ્ટિવલ માટે જાણીતા દેશને શોધી તેમના વિશે ગૂગલ અર્થમાં વધુ જાણવાનું કહેવામાં આવ્યું છે. એટલું થયા પછી આપણે આપણા પહેલાં એસાઇન્મેન્ટ તરફ આગળ વધી શકીશું.
ગૂગલ કહે છે કે આગળના એસાઇન્મેન્ટ્સમાં ગૂગલ ટ્રાન્સલેટ સર્વિસમાં સ્પેનિશ અને અન્ય ભાષા શીખવી, ગૂગલ આર્ટ્સ એન્ડ કલ્ચર સર્વિસની મદદથી દુનિયાના વિવિધ મ્યુઝિયમ્સની વર્ચ્યુઅલ ટૂર કરવી તથા અંતે, પોતાની એપ બનાવવા સુધીનાં હોમવર્ક મળશે.
જો તમે ‘સાયબર સફર’ના જૂના સહયાત્રી હશો તો તમે જાણતા જ હશો કે આ બધી જ સર્વિસ વિશે અગાઉ આપણે વિગતવાર જાણી લીધું છે. હવે ગૂગલની જ મદદથી, તેનાં વિવિધ પાસાં નવેસરથી જાણવા-સમજવાની તક મળી રહી છે. ગૂગલના મતે આ એસાઇન્મેન્ટ્સ એ રીતે ડિઝાઇન થયેલાં છે કે તેમાં ભાગ લેનારા લોકો ઇન્ટરનેટ સ્માર્ટ, ઇન્ટરનેટ એલર્ટ, ઇન્ટરનેટ સ્ટ્રોંગ, ઇન્ટરનેટ કાઇન્ડ અને ઇન્ટરનેટ બ્રેવ પણ બનશે! દેખીતું છે કે ગૂગલ તેની પોતાની વિવિધ પ્રોડક્ટ્સ વિશે વિદ્યાર્થીઓમાં વધુ સમજ કેળવાય, લોકો તેના વિશે જાણે અને તેનો વધુ ઉપયોગ કરતા થાય એ માટે આ પ્રવૃત્તિ યોજી રહી છે, પણ આ આખી વાતને એક પબ્લિસિટી સ્ટંટ ગણીને બાજુએ મૂકવી એ એક અભિગમ થયો અને તેમાં ઉત્સાહભેર ભાગ લઈ આજે અને આવતી કાલે જેના વિના બિલકુલ ચાલવાનું નથી એવી વિવિધ સર્વિસીઝ વિશે પોતાનાં બાળકો સાથે વધુ સમજ કેળવવી એ બીજો અભિગમ થયો. તમે કયા રસ્તે ચાલવા માગો છો એ તમારે નક્કી કરવાનું.
જો તમે આમાં ભાગ લેવા માગતા હો તો https://events.withgoogle.com/summercampwithgoogle/ વેબસાઇટ પર પહોંચો.

X
Google Summer Camp
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી