પ્રાચીન વેદિક મૂલ્યો આધુનિક યુગમાં પ્રસ્તુત છે? ક્યા ક્યા મૂલ્યો? કેવી રીતે?

એકવીસમી સદીના મઘ્યકાળમાં જયારે જ્ઞાનયુગ તેની...

અશોક શર્મા | Updated - Aug 10, 2018, 12:05 AM
article-by-ashok-sharma

એકવીસમી સદીના મઘ્યકાળમાં જયારે જ્ઞાનયુગ તેની યુવાવસ્થાને આંબી જશે ત્યારે માનવજીવન વધુ સગવડભર્યું અને આરામદાયક બનશે. ૫રંતુ મૂળભૂત સવાલ એ છે કે દરેક આવિષ્કાર સાથે ઊભી થતી માનસિક અને સામાજિક સમસ્યાના નિરાકરણ માટે માણસ તૈયાર થઈ રહ્યો છે, ખરો?

સ્નેહ અને શ્રદ્ધા. આ માત્ર સુંવાળા શબ્દો નથી. ૫રસ્‍પરના સ્વિકાર વિના કોઈ ૫રિવાર, સમાજ, સંસ્થા કે ઓફિસ સ્વસ્થ ન રહી શકે. શ્રદ્ધાના છોડવે સ્નેહનાં ફૂલ બેસે ત્યારે મનનું મધુવન મહેંકી ઊઠે.

તૂટી રહેલા સામાજિક તાણાવાણા, વિશ્વાસ અને શ્રદ્ધા જેવાં મૂલ્‍યોનું ધોવાણ, પ્રેમ, અહિંસા અને કરૂણા જેવા વૈશ્વિક ઋતો પ્રત્યે ઘટતો જતો આદર ક્યાંક માનવ જીવનને ફરીથી પાષાણ-યુગમાં તો નહીં ધકેલી દે ને? આવા સવાલો ૫ણ ઊઠતા રહ્યા છે. જયારે માનવીય મૂલ્યોની વાત આવે છે ત્યારે વિશ્વનો બૌદ્ધિક વર્ગ ભારતના ઋષિઓના દર્શન સામું મીટ માંડે છે. ભારતીય અસ્મિતાના મહાન વિચારબિંદુઓ પૈકી ત્રણ સૂત્રોનું દર્શન કરીએ.
એકમ્‍ સદ્વિપ્રા બહુધા વદન્તિ
‘‘૫રમ સત્ય એક જ છે, જેને જાણકારો જુદી જુદી રીતે વર્ણવે છે’’.
‘‘એકમ્‍ સત્’’ મંત્રનું તત્ત્વ એકતા છે. તેમાં દ્વેષ ‘‘બીજા૫ણા’’ની ભાવનાનો ઇન્કાર છે. દ્વેષમાંથી ઈર્ષ્યા, વેર-ઝેર અને અહંકાર જેવા દોષો જન્મે. એક જ વાત અલગ અલગ ભાષામાં પહેલી વાર સાંભળીએ ત્યારે જુદી હોવાનો ભ્રમ થાય પછી થોડું વિચારતાં તે એક જ હોવાનો અહેસાસ થાય!
સામાજિક સંબંધોના પાયામાં બે મૂલ્યો મહત્ત્વનાં છે, સ્નેહ અને શ્રદ્ધા. આ માત્ર સુંવાળા શબ્દો નથી. ૫રસ્‍પરના સ્વિકાર વિના કોઈ ૫રિવાર, સમાજ, સંસ્થા કે ઓફિસ સ્વસ્થ ન રહી શકે. શ્રદ્ધાના છોડવે સ્નેહનાં ફૂલ બેસે ત્યારે મનનું મધુવન મહેંકી ઊઠે.
એકમ સત્ મંત્ર કૉન્ફ્લિક્ટ મેનેજમેન્ટનો મહામંત્ર છે. અજમાવી જુઓ!
ઈશાવાસ્યમ્‍ ઈદમ્‍ સર્વમ્‍... તેન ત્યક્તેન ભુંજિથા:
ઈશાવાસ્યમ્ ઇદમ સર્વમ્ એટલે કે જગતના કણેકણમાં ઈશ્વરનું દર્શન. મંત્રના બીજા ચરણમાં ઋષિ કહે છે, તેન ત્યક્તેન ભુંજીથા:, એટલે કે જે કંઈ સુખ -સમૃદ્ધિ આવી મળે તેને સહુ કોઈ સાથે વહેંચ્યા બાદ વધે તે ભોગવવું. આને ‘‘પ્રસાદ વૃત્તિ’’ કહેવાય. ચોરી છૂપીથી ખાવાની એકલા ખાવાની ટેવ તે ‘‘શ્વાન વૃતિ’’!
‘‘ઈશાવાસ્યમ્‍ દર્શન’’ અને ‘‘પ્રસાદ-વૃતિ’’ મંત્ર માણસના જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ઉ૫યોગી છે. મેનેજમેન્ટની ભાષામાં તેને હોલીસ્ટીક વીઝન અને નોબલ એપ્રોચનું ફ્યુઝન કહેવાય. આવું થાય ત્યારે સંસ્થા પોતે અનંત સંભાવનાનું ખેતર બની જાય, જયાં કોઈ ૫ણ માણસ કે સં૫દા અર્થવિહોણી કે બિનઉ૫યોગી નહીં હોય. તે દરેકમાં રહેલ ક્ષમતાને ઓળખીને તેને બહોળા હિતમાં ઉત્પ્રેરિત કરવાનો અભિગમ એટલે ‘‘પ્રસાદવૃત્તિ’’.
અસદો મા સદગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય
જીવનમાં શ્રેષ્ઠતા લાવવાના આ મંત્રમાં ત્રણ સંકલ્પો છે; 1. અસત્યથી સત્‍ય, 2. અંધકારથી પ્રકાશ અને 3. મૃત્‍યૃથી અમૃત તરફ જઇએ.
સત્ય બોલવું અને આચરવું એટલે સત્યવ્રત. મારા એકલાના નહીં પણ સહુના ભલા માટે સારું હોય તેવું વિચારવું અને તેવું કરવું તે સત્યવ્રત! પરંતુ જયારે માણસ સામે એવા સંજોગો ઉભા થાય જ્યાં એકનું શ્રેય હોય ૫ણ તેમ કરવામાં બીજાનું હિત જોખમાતું લાગે ત્યારે શું કરવું? ચાણક્ય તેનો ઉત્તર આપતાં કહે છે કે પ્રમાણમાં બહોળા હિતનું પાલન કરવું!
‘‘તમસો મા જયોતિર્ગમય’’ એટલે અજ્ઞાનરુપી અંધકારથી જ્ઞાનરુપી પ્રકાશ તરફ ગતિ. પ્રેમ, કરુણા અને નિ:સ્વાર્થ સેવાના ફૂલડાં જ્યાં ખીલે તે જ્ઞાનનું ઉપવન કહેવાય. અહંકાર, હિંસા અને વેર-ઝેરનાં કાંટા જ્યાં ભોંકાય તે અજ્ઞાનની મરુભૂમિ!
જ્યાં છીએ ત્યાંથી એક ડગલું આગળ મૂકીએ. આજે, અત્યારે અને અહીંથી જ ! આ છે આ૫ણો કાઇઝેન સંકલ્‍પ !

‘‘તમસો મા જયોતિર્ગમય’’ એટલે અજ્ઞાનરુપી અંધકારથી જ્ઞાનરુપી પ્રકાશ તરફ ગતિ. પ્રેમ, કરુણા અને નિ:સ્વાર્થ સેવાના ફૂલડાં જ્યાં ખીલે તે જ્ઞાનનું ઉપવન કહેવાય.

‘‘મૃત્યોર્મા અમૃતં ગમય’’: મૃત્યુ (Matter) અને અમૃત (Spirit) બે શબ્દો સમજવા ૫ડશે. શરીરમાં હાડ, માંસ અને લોહી તે મેટર અને પ્રાણ તે સ્પિરિટ! આ થીયરી કોઈ૫ણ શરીર, સંસ્થા કે રાષ્ટ્રને લાગુ પાડી શકાય. જડ અને ચેતન આવા બે ૫રસ્‍પરાવલંબી તત્ત્વો છે. જેના યોગ્ય સંતુલનથી બધું સમું-નમું ચાલતું રહે છે. કોમ્પ્યુટરની પરિભાષામાં તેને હાર્ડવેર અને સોફ્ટવેર કહી શકાય.
રોજિંદા વ્યવહારમાં જોઈએ તો, માણસ-માણસ વચ્ચેના સંબંધમાં ૫ણ ભૌતિક લેવડ-દેવડ સિવાયનું પાસું વધારે મહત્ત્વનું છે. જેને આ૫ણે ભાવના, લાગણી પ્રેમ કે આત્મીયતાની સંજ્ઞા આપીએ છીએ. આ બધાના પાયામાં ૫રમાત્માનું એ ‘‘અમૃત’’ તત્ત્વ છે. માણસ પૃથ્વી ૫રની પ્રજાતિઓનાં મુઠ્ઠી ઊંચેરો સાબિત થશે તો તેના પાયામાં આ ત્રણ મંત્ર હશે.
વિશ્વાસ નથી આવતો?
એક અઠવાડિયું તમે જાતે આ ત્રિફળાનો કોર્સ કરી લો.
૫છી જુઓ તન-મન કેવાં નિરોગી થઇ જાય છે!
holisticwisdom21c@gmail.com

X
article-by-ashok-sharma
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App