ફેક્ટરી મશીનોથી નહીં, માણસોથી ચાલે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મારા અઝીઝ દોસ્તે પોલિમર બનાવવાની ફેક્ટરી નાખી. મોંઘુંદાટ ઇમ્પોર્ટેડ મશીન ખરીદ્યું. કંપનીના સૌથી સિનિયર મિકેનિક કરસનકાકાએ ટ્રેનિંગ લીધી અને મશીનનો ચાર્જ સંભાળી લીધો.
પોલિમરની અટપટી પ્રોસેસ કરતું મશીન 24/7 ચાલતું રહેવું જોઈએ અને એ કરસનકાકાની પ્રેમભરી સારસંભાળમાં ચાલતું રહેતું. કરસનકાકા દસમું ધોરણ નાપાસ છે એની મશીનને કશી પડી નો’તી.

 ફેક્ટરી એક સામાજિક ‘સંસ્થા’ છે. જ્યાં ઉત્તમ ક્વોલિટી, ઝડપી ઉત્પાદન અને કર્મચારીઓ વચ્ચે દોસ્તીનો માહોલ, આ ત્રણ વસ્તુઓ એકસાથે થવી જોઈએ

કંપનીએ બે વર્ષ પછી નવું મશીન ખરીદ્યું અને આઇ.આઇ.ટી.ના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રમથેશને સોંપી દીધું.
કરસનકાકાની નજરમાં પ્રમથેશ ‘ગઈ કાલનું જન્મેલું લોઢું’ અને પ્રમથેશની નજરમાં કરસનકાકા ‘દસમું ફેલ ડોહા.’
રાત્રે સાડા બારે બોસ ઉપર ફોન આવ્યો. કરસનકાકાનો હતો. કહ્યું, ‘મારું મશીન બરાબર ચાલતું નથી.’
‘શું થયું?’


‘ઈ હમજાતું નથી. તમારા પેલા શીખેલા ભનેલા એન્જિનિયરને પૂસો.’
અને એ પછી અડધી રાત્રે ખોટકાયું પ્રમથેશનું મશીન. ‘તમારા અનુભવી દસમું ફેલ કરસનકાકાને કહો.’
આ ઝઘડો કંપનીને પરવડે નહીં.
બંનેને બોલાવી મેં ટેબલ ઉપર ગીતા મૂકી.


બંનેને ગીતા ઉપર હાથ મુકાવી કડક અવાજમાં કહ્યું, ‘બોલો બંને એકસાથે. અમે એકબીજા જોડે ઝઘડીશું. એકબીજાનું લોહી પીશું, પણ કંપનીને નુકસાન થાય એવું કદી કરીશું નહીં.’
બંનેએ એમણે આપેલું વચન નિભાવ્યું. ધીરે ધીરે દોસ્તી થતી ગઈ. પ્રમથેશના લગ્નપ્રસંગે કરસનકાકાએ પ્રમથેશની ગેરહાજરીમાં એનું મશીન ચલાવ્યું. કરસનકાકાના પૌત્રની જનોઈ પ્રસંગે પ્રમથેશે કાકાનું મશીન ચાલતું રાખ્યું.


દિમાગમાંથી એ કાઢી નાખો કે ફેક્ટરીમાં મશીનો કામ કરે છે. ફેક્ટરી એક સામાજિક ‘સંસ્થા’ છે જ્યાં માણસો કામ કરે છે. ઉત્તમ ક્વોલિટી, ઝડપી ઉત્પાદન અને કામ કરતા કર્મચારીઓ વચ્ચે દોસ્તીનો માહોલ, આ ત્રણ વસ્તુઓ એકસાથે થવી જોઈએ.
આજે આ ઓળખાય છે. સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી મેનેજમેન્ટથી પ્રમાણમાં નવી, SQMથી ઓળખાતી, આ સિસ્ટમમાં મશીન અને માનવી વચ્ચે અતૂટ સંબંધ બાંધવાનો પ્રયત્ન કરવામાં આવે છે.


મશીન ખરીદવા પહેલાં ઓપરેટરને જરૂરી ટ્રેનિંગ આપવામાં આવે છે. સર્વિસ એન્જિનિયરો ઉપર બને એટલો ઓછો આધાર રાખવામાં આવે છે. જરૂરી સ્પેર પાર્ટ્સનો સ્ટોક કરવામાં આવે છે. ઓપરેટરના મદદનીશને એકધારી ટ્રેનિંગ આપવામાં આવે છે. નક્કી કરવામાં આવેલા સમયે મશીન સર્વિસ કરવામાં આવે છે.

અકસર અનુભવ્યું છે કે માર્કેટિંગ અને મેન્યુફેક્ચરિંગ વચ્ચે ઠંડા યુદ્ધનો માહોલ હોય છે. માર્કેટિંગમાં ન બનવાનું બને કે બનવા જેવું ન બને તો બદનામી અપાય મેન્યુફેક્ચરિંગને, ‘ક્વોલિટી બરાબર નથી.’ 

કાવડિયાં ઓછાં છે એવાં બહાનાં નીચે સસ્તું મશીન ખરીદવાની લાલચને રોકો. સૌથી ઉત્તમ ઓપરેટરને પહેલે દિવસથી જ મશીનનો ચાર્જ સોંપો. મશીન ઉપર ઓપરેટરનું નામ લખો, મોટા અક્ષરોમાં. એના નામ ઉપર ડાઘ ન લાગે તે જોવા એના મશીનને ખોટકાવાનું કોઈ બહાનું આપશે નહીં.


અકસર અનુભવ્યું છે કે માર્કેટિંગ અને મેન્યુફેક્ચરિંગ વચ્ચે ઠંડા યુદ્ધનો માહોલ હોય છે. માર્કેટિંગમાં ન બનવાનું બને કે બનવા જેવું ન બને તો બદનામી અપાય મેન્યુફેક્ચરિંગને, ‘ક્વોલિટી બરાબર નથી.’ ‘વખતસર ડિલિવરી થતી નથી.’


ક્વોલિટી માટે SQM અપનાવે છે. જાપાનથી આયાત કરવામાં આવેલી બે સિસ્ટમ, ‘જસ્ટ ઇન ટાઇમ (JIT)’ અને ‘ઝીરો ડિફેક્ટ.’ જરૂરી પાર્ટ્સ ફેક્ટરીમાં જરૂર પડે તે જ સમયે ડિલિવર થાય. ઇન્વેન્ટ્રી ઘટે. ઝીરો ડિફેક્ટમાં મેન્યુફેક્ચરિંગના દરેક સ્ટેજ ઉપર ડિફેક્ટ ઝીરો હોય. કોઈ પણ પ્રકારની બાંધછોડ કરાય જ નહીં, જેથી ફાઇનલ પ્રોડક્ટમાં ડિફેક્ટ ઝીરો હોય.
SQM માને છે કે ફેક્ટરી એવી જગ્યા છે જ્યાં માનવીઓનો બનેલો સમાજ, એકબીજાના સાથ-સહકાર મદદથી, સર્વોત્તમ પ્રોડક્ટ્સનું સમયસર નિર્માણ કરે છે.
મશીન સાધન છે, રિસોર્સ છે.
માનવી પ્રોસેસ છે જે રિસોર્સનું રિઝલ્ટમાં ભાષાંતર કરે છે.
baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...