તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળઉછેર માટેના ચાર પાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાળક જન્મે અને અઢાર વર્ષનું થાય ત્યાં સુધીમાં તેણે સારું શિક્ષણ, સારા સંસ્કાર, રમતગમત અને ઇતર પ્રવૃત્તિમાં નિપુણતા અને શારીરિક રીતે સક્ષમતા મેળવવાની હોય છે. આ ચારેય કામો માટેની પાઠશાળા માતા-પિતા જ છે. આ સમયગાળો માતા-પિતાની જવાબદારી કરતાં તકનો કહી શકાય. બાળકને આ ચારેય વસ્તુ યોગ્ય રીતે શિખવાડવી એ જ ખરું પેરેન્ટિંગ છે. બાળક અને માતા-પિતા બંનેએ આ સમય એન્જોય કરવો.


- સારું શિક્ષણ :

શિક્ષણ શાળામાં મળે છે, પણ મેળવેલા શિક્ષણનો યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે શિક્ષા માતા-પિતા આપે છે. મેળવેલા શિક્ષણ દ્વારા ફક્ત પોતાને જ નહીં, પણ કુટુંબ, સમાજ અને દેશ માટે પણ ઉપયોગી થવું જોઈએ તે શિખામણ માતા-પિતા આપે છે. શિક્ષણ પોતાના વ્યક્તિત્વના ઉત્કર્ષ માટે પણ હોય છે. આ સમજણ બાળકો માતા-પિતા સાથે રહીને શીખી શકે છે. માતા-પિતા સારા માર્ગદર્શક બને છે. બાળકને પોતાના જીવનની દિશા નક્કી કરવામાં મદદ કરે છે. 

ભણાવવાની સાથે રમતગમત અને ઇતર 
પ્રવૃત્તિ પણ બાળકના સામાજિક 
વિકાસ માટે જરૂરી છે

 

- સારા સંસ્કાર 
જન્મથી શરૂ કરી અઢાર વર્ષનો ગાળો બાળકને માતા-પિતાના સંસ્કાર આપે છે. તહેવારો અને કૌટુંબિક પ્રસંગો દ્વારા બાળક કુટુંબના રીતરિવાજોથી માહિતગાર થાય છે. બાળક પોતાનાં માતા-પિતાની સલાહ કરતાં વર્તન દ્વારા સંસ્કારી બને છે. સંસ્કાર, શ્રદ્ધા, શક્તિ અને સંકલ્પનો ચતુષ્કોણ બાળકને દુનિયાના કોઈ પણ પડકારો સામે લડવા સક્ષમ બનાવે છે. 


- રમતગમત અને ઇતર પ્રવૃત્તિમાં નિપુણતા ભણાવવાની સાથે રમતગમત અને ઇતર પ્રવૃત્તિ પણ બાળકના સામાજિક વિકાસ માટે જરૂરી છે. એક રમત ખુલ્લા મેદાનમાં જેમ કે ક્રિકેટ, સ્કેટિંગ, ટેનિસ કે ડાન્સ અને એક પ્રવૃત્તિ ચાર દીવાલ વચ્ચે બેસીને જેમ કે ચેસ, ચિત્રકામ કે સંગીતમાં બાળકને માહેર કરવો જોઈએ. 


- શારીરિક રીતે સક્ષમતા :

બાળકને તેની ખાવાની ઇચ્છા ઘરના પોષણયુક્ત આહારમાં જ પૂરી કરવામાં તેની મમ્મી માહેર હોય છે. ઉપરની ત્રણે વસ્તુમાં સાર્થકતા તો જ આવે જો બાળક શારીરિક રીતે સક્ષમ હોય. 
www.ashishchoksi.com

અન્ય સમાચારો પણ છે...