માતા : બાળકના વિસ્મયની ગંગોત્રી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેના ખોળામાં હૂંફ મળે ને, મળે જીવનભર શાતા
શબ્દો જેનું વર્ણન કરતા કાયમ થાકી જાતા
એવી મારી માતા.
જેના લીધે મળતું સહુને માણસ નામે બ્હાનું,
જેના લીધે ઇશ્વરને પણ ગમતું અવતરવાનું.
પોતાના બાળકની ખુશીઓ જોતાં વીતે વરસ,
ત્યારે અે અંદરથી ઊજવે એનો જન્મ દિવસ.
આંસુ પોતે મોક્ષ પામતાં જેની તરસ છીપાતાં,
એવી મારી માતા.
મારું હસવું, તારું હસવું, હું રોતો તું રોતી,
ઇશ્વર ત્હારાં પડછાયાને મેં કાઢ્યો છે ગોતી.
જીવનભર તેં આપ્યું છે ને ક્યાંય કશું ના લીધું,
મારા શ્વાસોશ્વાસમાં તારું નામ કોતરી દીધું.
જેના પ્રેમ પ્રવાહ મહીં અહીં ગીતો પોતે ગાતા,
એવી મારી માતા.- અંકિત ત્રિવેદી, ભાગ્યેશ જહા

 મા તાનો મહિમા કરવા માટે એક દિવસ નહીં આખું આયખું ખૂટે એવું છે. બાળક જ્યારે પહેલવહેલી વખત ‘મા’ શબ્દ ઉચ્ચારે છે ત્યારે એનામાં અને માતામાં એક સરખી લાગણી જન્મે છે. બાળક ‘મા’ સિવાય કશું જ બોલી શકતું નથી એટલે અવ્યક્ત રહી જાય છે અને માતા પોતાનું બાળક ‘મા’ શબ્દ બોલ્યું છે એનો રાજીપો ચારેબાજુ વ્યક્ત કરે છે. બાળકના વિસ્મયની ગંગોત્રી છે મા. માતા વ્યક્તિ તરીકે વર્તે છે ત્યારે એનામાં માણસ તરીકેના ગુણદોષ હોવાના! પણ માતા  બાળક માટે અને બાળકની થઈને જીવે છે ત્યારે ઇશ્વરની અડોઅડ એનું આસન રાખવું પડે છે. 

જેના ખોળામાં હૂંફ મળે ને, મળે જીવનભર શાતા શબ્દો જેનું વર્ણન કરતા કાયમ થાકી જાતા એવી મારી માતા.

માતા ઇશ્વરનો પડછાયો છે પણ આ પડછાયાને સંતાનના પ્રેમની રંગોળી છે.
 આજે ‘મધર્સ-ડે’ છે અને હું અનુભવું છું કે પૃથ્વી પરની દરેક માતા પોતાનાં સંતાનો માટે જીવતો જાગતો આંખે અનુભવાતો- દેખાતો હકાર જ છે. દીકરો ‘મા’થી દૂર થઈ શકે પણ માતા તો દીકરાને આશીર્વાદ આપી શકે એટલી નજીક જ હોય છે. માતાનો કયો અવતાર મોટો એની વાત કરતી વખતે નાથાભાઈ જોશીએ એટલું જ કહ્યું, ‘મા જ્યારે પોતાના સંતાનને તેડવા માટે નીચે વળે છે એ એનો સૌથી મોટો અવતાર છે.’ જગતની દરેક માતા પોતાનાં સંતાનોને આશીર્વાદ આપવા લાંબું અને નિરામય જીવન જીવો. 

 

અન્ય સમાચારો પણ છે...