સારી ફિલ્મનો માપદંડ એટલે વકરો કેટલો થયો?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ જકાલ ફિલ્મોમાં કથાનકને બદલે માર્કેટિંગ હાવી થઈ ગયું છે. પ્રમોશનનો મહિમા વધ્યો છે. કેટલો વકરો કર્યો એની જ વાતો સર્વત્ર થઈ રહી છે. ‘અમર પ્રેમ’, ‘સફર’ કે ‘સત્યકામ’ જેવી આત્માને સ્પર્શી જાય એવી ફિલ્મો બનતી નથી. આની પાછળનાં કારણો તપાસીએ તો આજે દર્શક બદલી ગયો છે. બે પ્રકારના દર્શકો જોવા મળે છે. એક તો સ્માર્ટ સિટીના દર્શકો અને બીજા ગામડાના દર્શકો. ગામડાનો જે દર્શકવર્ગ છે તે ગદર ટાઇપ દર્શક છે.

દર્શકોને વિચારતા કરી મૂકે એવી ફિલ્મો પસંદ નથી. આજે તમે ‘સત્યકામ’ ફરીવાર રિલીઝ કરો તો કોઈ જોવા નહીં જાય

બંગાળની પણ એ જ હાલત છે. ઋતુપર્ણ ઘોષ કે અપર્ણા સેન કે ગૌતમ ઘોષની જે ફિલ્મો છે તે કલકત્તામાં ઠીક ચાલે છે, પરંતુ ગામડાંઓમાં આ ફિલ્મો નથી ચાલતી અને કલકત્તા પણ હવે મુંબઈની નકલ કરી રહ્યું છે. એવું પણ લાગે કે આપણી ફિલ્મો ભારતીયતાથી દૂર થઈ રહી છે. ‘દેવદાસ’ સારા માર્કેટિંગને લીધે ચાલી ગઈ. દર્શકો પણ બદલી ગયા છે. આજની ટીવી સિરિયલોમાં ગામડું દેખાતું નથી. પહેલાંની ફિલ્મમાં શહેરનો યુવાન ગામડાની છોકરી સાથે પ્રેમ કરવા આવતો હતો. ગામડાનો પણ એક રોમાન્સ હતો, પણ આજે એવું દેખાતું નથી. જે રીતે પોલિટિશિયન કે રાજનેતાઓનાં દિમાગમાં ગામડું છે જ નહીં. ગરીબો કેવી રીતે રહે છે અને એમની યાતનાઓ વિશે નો બડી કેર. અમીરોનું પ્રેરણાસ્થાન બહાર જતા રહેવાનું છે. તમે ચૌદ વર્ષના કોઈ છોકરાને પૂછશો કે મોટા થઈને તારે શું કરવું છે? તો જવાબ આપશે કે, ‘મારે અમેરિકા કે ઓસ્ટ્રેલિયામાં સેટલ થવું છે. ભારતમાં નથી રહેવું. ફિલ્મો તો જેવો સમાજ છે એનું દર્પણ છે.


થોડા વર્ષ પહેલાં ‘ગદર’ નામની ફિલ્મ આવી હતી. આ ફિલ્મમાં તો સની દેઓલ આવ્યો એટલે પાકિસ્તાની આર્મી ભાગી ગઈ. દર્શકો તાળીઓ પાડે છે. ફિલ્મના પાત્રલેખનમાં ખલનાયકને એટલે કે દુશ્મનોને પણ સ્ટેટ્સ આપવું જોઈએ, બીજું આપણી સાયકોલોજીમાં એક અજીબ વ્યવહાર જોવા મળી રહ્યો છે. ક્રિકેટ મેચ હોય તો એમાં જીતવું જ જોઈએ. વર્લ્ડકપ જીતવો જ જોઈએ. આવી માનસિકતા બરાબર નથી.

 

એક ફિલ્મ વર્ષો પહેલાં આવી હતી, ‘આ અબ લૌટ ચલે’ એમાં મોટાં સ્ટાર્સ હતાં. એ ફિલ્મમાં પણ બધા પરદેશ જાય છે ત્યારે ગોરી ચામડીવાળા બધા જ ખરાબ છે. દેશી ભાષામાં ‘ધોળિયા અને કાલિયા’ કહીને નીચા પાડીએ છીએ. આટલા મોટા અમેરિકામાં કોઈ સફેદ માણસ તમને સારો લાગતો નથી. અહીં તમે બીજા દેશમાં રહો છો. નમક ખાઓ છો એને જ ગાળો આપો છો અને ખુશ રહો છો. એક અમિતાભ બચ્ચનની ફિલ્મ આવેલી એમાં સંજય દત્તની ભૂમિકા હતી. એમાં ગોરાને હિન્દી ભાષામાં ગાળો આપવામાં આવે છે. દર્શકો હસીને તાળીઓ પાડે છે.

‘દાગ’ ફિલ્મમાં દિલીપકુમાર મંદિરમાં જઈને ઈશ્વર સાથે ગુસ્સાભર્યો જે ડાયલોગ બોલે છે તે જોઈને આખું થિયેટર તાલીઓના ગડગડાટથી ગુંજી ઊઠતું હતું.

સાયકોલોજી જ એવી બંધાઈ ગઈ છે કે આખી દુનિયામાં આપણે જ સર્વશ્રેષ્ઠ છીએ. એક અજીબ મીડિયોક્રિટી સહુમાં પ્રવેશી ગઈ છે. દર્શકોને વિચારતા કરી મૂકે એવી ફિલ્મો પસંદ નથી આજે તમે ‘સત્યકામ’ ફિલ્મ ફરીવાર રિલીઝ કરો તો કોઈ જોવા નહીં જાય. દર્શકો લાઉડ ફિલ્મો પસંદ કરે છે. એવરિથિંગ ઇસ ટુ બી લાઉડ. સંગીત પણ એટલું બધું લાઉડ હોય છે કે કાન પાકી જાય. ગુલઝારની ‘માચીસ’ ફિલ્મને લોકોએ ખૂબ વધાવી લીધી, કારણ કે એમાં રાષ્ટ્રીયતા હતી. બીજું ઐતિહાસિક ફિલ્મમાં ઇતિહાસ કવિતાની જેમ ના લખાવો જોઈએ. સોહરાબ મોદી અને આસિફની ઘણી ઐતિહાસિક ફિલ્મોએ દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં. ‘દાગ’ ફિલ્મમાં દિલીપકુમાર મંદિરમાં જઈને ઈશ્વર સાથે ગુસ્સાભર્યો જે ડાયલોગ બોલે છે તે જોઈને આખું થિયેટર તાલીઓના ગડગડાટથી ગુંજી ઊઠતું હતું. આજે કોઈ એવો સીન ફિલ્મમાં આવે તો હુલ્લડો થઈ જાય. ફિલ્મ જોવા માટે રુચિને ઊંચી કરવી જોઈએ. બાકી તો જેવો સમાજ છે એવી ફિલ્મો છે. 
joshi.r.anil@gmail.com

અન્ય સમાચારો પણ છે...