બાવો બેઠો જપે, જે આવે તે ખપે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આખો સમાજ ગ્રાહક (કસ્ટમર) બની ગયો છે. બજારમાં જે વસ્તુ આવે તે એને ખપે છે. આપણી રાજનીતિ પણ ‘ગાદીવાદી’ છે. ક્રિમિઅલ હોય કે ભ્રષ્ટાચારી હોય એ બધા જ ઉમેદવારોનો

સ્વતંત્ર પત્રકારની સંકલ્પના અમેરિકાથી આયાત થયેલી છે

રાજકીય પક્ષોને આભડછેટ નથી. એને બધું જ ખપે છે. સાઇબર યુગમાં સવેદનશીલ માનવી ફિટ થતો નથી. સિમ્પલ લિવિંગ અને હાઈ થિન્કિંગનો યુગ આથમી ગયો છે. હવે તો પુઅર થિન્કિંગ અને હાઈ લિવિંગની બોલબાલા છે. આખી વ્યવસ્થા જ સર્વ સાધારણ માનવીને ‘ગ્રાહક’ બનાવવાની વેતરણમાં પડી ગઈ છે. માનવીનું ગ્રાહકમાં રૂપાંતર થાય એટલે વિકાસ થશે એવી ભ્રામક માનસિકતામાં તે જીવતો રહે છે, આ બધો આધુનિક માર્કેટિંગનો ખેલ છે. પહેલાં તો પ્રોડક્ટ ગ્રાહકોને વેચવી એ જ માર્કેટિંગનું લક્ષ્ય હતું, પણ હવે તો ગ્રાહકને જ પ્રોડક્ટ બનાવવાનો ઉદ્યોગ કંપનીઓએ હાથમાં લીધો છે.
માર્કેટિંગના બે પ્રકાર છે. ‘ઇન્ટોન્સિવ માર્કેટિંગ’ અને ‘એક્સેનટિવ’ માર્કેટિંગ. શ્રીમંતો અને મધ્યમવર્ગ તેમજ ગ્રામીણ વિસ્તારના ગ્રાહકો સુધી વિપુલ પ્રમાણમાં ઉત્પાદન પહોંચાડવું એને ‘એક્સેનટિવ માર્કેટિંગ’ કહેવાય છે. હવે તો ચાઇલ્ડ કન્સ્યૂમરના નામે નવો વિભાગ શરૂ થઈ ગયો છે. ટૂંકમાં કહીએ તો માર્કેટિંગની નવી સ્ટ્રેટેજીમાં બાળકોનો પણ વપરાશ થવા લાગ્યો છે. સ્પર્ધા તીવ્ર છે. નફો ઘટે છે. પહેલાં તો લોકોને નોકરી-ધંધામાં સલામતીનો અહેસાસ થતો હતો. નોકરી હોય તો છોકરી મળે એવું માઇન્ડસેટ હતું, પણ આજે એવું રહ્યું નથી, એન્જિનિયર બનેલો યુવાન ફેશન ડિઝાઇનરનો વ્યવસાય કરી શકે છે. ચાર્ટડ એકાઉન્ટ ભણેલો પત્રકાર બની શકે છે. અભિનેતા શેખર કપૂર ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. નાગેશ કુકનર અને રામગોપાલ બન્ને એન્જિનિયર છે, પણ આ બન્ને ફિલ્મ ક્ષેત્રમાં આવ્યા અને લોકપ્રિય થઈ ગયા. હવે ડિગ્રી પ્રમાણે કામ કરવું એ મિથ સાવ તૂટી ગયું છે. અહીં પરિવર્તનને સમજવાની જરૂર છે.
અમેરિકન કંપનીઓની માયાજાળ આખા વિશ્વમાં બિછાવેલી છે. અમેરિકન સિનેમા, ટેલિવિઝન સિરિયલો (બે વોચ, બોલ્ડ એન્ડ ધ બ્યૂટીફૂલ) અને સંગીત સર્વત્ર ફેલાઈ ગયું છે. ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ પહેલાં અખબારો સ્થાનિક હતાં. આમ આદમીને અખબાર લેવું સસ્તું પડે એટલા માટે જાહેરખબરનો ખપ રહેતો. અમેરિકાની અખબારી આલમ વિશે જોન દૂઈ અને એડવર્ડ બેલામી જેવા વિચારકોએ તો એવી શંકા વ્યક્ત કરી કે, ‘આ વ્યાપારી અખબારોના ન્યૂઝ અને અભિપ્રાય વિશ્વાસપાત્ર ખરા?’ એ પછી તો અમેરિકન પત્રકારિતામાં ‘સ્વતંત્ર પત્રકાર’ ઊભા થયા. (જેને આપણે ફ્રીલાન્સર કહીએ છીએ) આ સ્વતંત્ર પત્રકારો મધ્યમવર્ગમાંથી આવતા હતા. તેથી તેમનો વિશ્વને જોવાનો દૃષ્ટિકોણ મર્યાદિત હતો, પણ કંપનીઓ બહુ ચાલાક છે. કંપનીઓએ પોતાના પી. આર. તરત નીમી દીધા. એટલે થયું એવું કે કંપનીનો કે સરકારનો પબ્લિક રિલેશન વિભાગ પત્રકારને જેટલું પાણી પાય એટલું જ પાણી પત્રકાર પીતો થઈ ગયો. હવે આ પરિસ્થિતિમાં ‘સ્વતંત્ર પત્રકારે’ વિશ્વસનીયતા ગુમાવી દીધી.
એક સર્વેક્ષણ મુજબ ટેલિવિઝન અને અખબારોમાં જે ચહેરાઓ વારંવાર દેખાય છે એને આમ આદમીના જીવન સાથે બિલકુલ કોઈ સીધો સંબંધ નથી. કયો અભિનેતા કેવાં કપડાં પહેરે છે, કઈ ગાડીમાં ફરે છે? કયા અભિનેતાએ ફિલ્મી પાર્ટીમાં કેવી જોક મારી, શ્રીદેવીના બાથરૂમનો ટબ કેવો હતો, અમિતાબ બચ્ચન કે શાહરુખ ખાનની લાઇફસ્ટાઇલ કેવી છે. કઈ ફિલ્મે કેટલો વકરો કર્યો એ વિષયો ઉપર બોલ્યા ને લખ્યા કરશે. આ સ્વતંત્ર પત્રકારની સંકલ્પના અમેરિકાથી આયાત થયેલી છે એટલે વાચકોને મિડલ ક્લાસ મેન્ટાલિટીના ભોગ બનવું પડે છે. લોકજીવનને સ્પર્શતી સ્ટોરીમાં એને કોઈ રસ નથી. ટેલિવિઝન ચેનલો અને હવે વોટ્સએપ ફેસબુક અને સામાજિક માધ્યમ એવાં થઈ ગયાં છે કે બાવો બેઠો જપે, જે આવે તે ખપે. 

અન્ય સમાચારો પણ છે...