તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

US: ઓમકારા એન્ટરપ્રાઈઝ દ્વારા વિવિધ શહેરોમાં સાત દિવસ રાસ ગરબાની રમઝટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂ જર્સીઃ નવરાત્રિ પર્વને હવે ગણતરીના દિવસોની બાકી છે. ગુજરાતીઓ તો આ પર્વની તડામાર તૈયારીઓ કરી જ રહ્યા છે સાથે સાથે વિદેશોમાં વસતા ગુજરાતીઓ માટે પણ આયોજકો અલગ-અલગ શહેરોમાં ગરબાના આયોજન થઈ રહ્યા છે. ગુજરાતીઓ પણ જે-તે શહેરોમાં યોજાતા ગરબાના કાર્યક્રમની રાહ જોતા હોય છે. ત્યારે પાર્થ ઓઝા એન્ડ ગ્રુપ દ્વારા આ વર્ષે 23 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી અમેરિકાના મોટા શહેરોમાં ગરબા કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. તેઓ છ અલગ અલગ શહેરોમાં કાર્યક્રમ કરવાના છે. તેઓએ 24 સપ્ટેમ્બરના રોજ તેમનો પ્રથમ કાર્યક્રમ ક્લેવલેન્ડમાં કર્યો હતો.
અમેરિકાના સાત અલગ અલગ શહેરોમાં પ્રસિદ્ધ ઓમકારા એન્ટરપ્રાઇઝ દ્વારા રાસ ગરબાની રમઝટ - 2016 કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. 24 સપ્ટેમ્બરના રોજ ક્લેવલેન્ડમાં તેમણે પ્રથમ કાર્યક્રમ કર્યા બાદ હવે તેઓ 30 સપ્ટેમ્બરના રોજ ન્યૂ જર્સી શહેરમાં રાસ ગરબાની રમઝટ કાર્યક્રમ યોજાશે. જેમાં વિખ્યાત ગાયક કલાકાર પાર્થ ઓઝા તથા સાઝ એન્ટરટેઇનમેન્ટના કલાકારો ખેલૈયાઓને ગરબાના તાલે ડોલાવશે. પાસ માટે ઓમકારા એન્ટરપ્રાઇઝએ ખાસ વેબસાઈટ પણ લોન્ચ કરી છે. જેના પર ગરબાના પાસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
www.ohmkara.org પર ગરબાના પાસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ઓમકારા એન્ટરપ્રાઇઝ દ્વારા પિટ્સબર્ગ, એનવાય જેવા શહેરોમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. 23 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર દરમિયાન પાર્થ ઓઝા તથા સાઝ એન્ટરટેઇનમેન્ટના કલાકારો 30 સપ્ટેમ્બરે ન્યૂ જર્સીમાં ખેલૈયાઓને ગરબે ઘુમાવ્યા બાદ 1 ઓક્ટોબરે ન્યૂ જર્સી, 8 ઓક્ટોબરે પિટ્સબર્ગ, 9 ઓક્ટોબરે ન્યૂ યોર્ક, 14 ઓક્ટોબરે શિકાગો અને 15 ઓક્ટોબરે અંતિમ કાર્યક્રમ કનેક્ટિકટમાં કરશે.
અન્ય સમાચારો પણ છે...