• Gujarati News
  • Sureshbhai Patel Case Video Shows Alabama Police Throwing Grandfather From India To Ground

VIDEO : આ રીતે નિર્દયતાથી US પોલીસે પછાડ્યા સુરેશભાઇ પટેલને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ પૌત્રને મળવા ભારતથી અમેરિકા ગયેલા નડિયાદ નજીકના પિજ ગામના વતની સુરેશભાઇ પટેલ અમેરિકન પોલીસના ઉદ્ધતાઇભર્યા વર્તનનો ભોગ બન્યા છે. વોકિંગ માટે નીકળેલા સુરેશભાઇ પર પોલીસને શંકા જતાં તેમને અટકાવવામાં આવે છે ને બાદમાં પોલીસ તેમને જમીન પર પછાડે છે, જેને કારણે સુરેશભાઇ લકવાનો ભોગ બન્યા છે. તાજા સમાચાર મુજ્બ સુરેશભાઇ પટેલ સાથે ઉધ્ધતાઇભર્યું વર્તન કરનાર પોલીસ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. મેડિસન પોલીસ પટેલના પરિવારની આ ઘટના અંગે માફી પણ માંગી છે. આ મામલે એફ બી આઇ વધુ તપાસ કરશે.
મેડિસન પોલીસ ચીફ Larry Munceyએ આ મામલે જણાવ્યું હતું કે, સુરેશભાઇને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા હતા. તેઓ માત્ર અંગ્રેજીમાં સવાલોના જવાબ આપી શકયા નહોતા. પોલીસના આ વર્ત્ન બદલ હું સુરેશભાઇ, તેમના પરિવાર અને આખી કોમ્યુનિટીની માફી મંગુ છું. પોલીસે આ ઘટનાના ઓડિયો અને વીડિયો પણ રિલીઝ કર્યા છે. પટેલ સાથે ઉધ્ધત વર્ત્ન કરનાર અધિકારી પાર્કરની પોલીસ ચીફે ઝાટકણી કાઢી હતી.
6 ફેબ્રુઆરીએ આ બનાવ બન્યો હતો. વીડિયોમાં દેખાય છે એ મુજ્બ, બે પોલીસ અધિકારીઓ સુરેશભાઇની નજીક જાય છે અને તેમને વિવિધ સવાલો કરે છે. સામે જવાબમાં સુરેશભાઇ નો ઇગ્લિશ, નો ઇગ્લિંશ કરે છે. અને સાથે જ પોતાના દીકરાના ઘરની તરફ આંગળીથી ઇશારો પણ કરે છે. અધિકારી પાર્કર તેમને બોચીએથી પકડી જમીન પર પટકે છે. જેના કારણે શોક લાગવાથી સુરેશભાઇને લકવાની અસર થઇ હતી. પટેલ જાતે ઉભા પણ થઇ શકતા નહોતા.

સૈયદ અકબરૂદ્દીનનું આશ્વાસન

ગુજરાતી પટેલ સાથે બનેલી આ ઘટનાને પગલે ભારત સરકાર ગંભીર બની ગઈ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરૂદ્દીને કહ્યું કે નવી દિલ્હી ખાતેના અમેરિકન દૂતાવાસમાં આ મુદ્દો ઉઠાવાઈ ગંભીર ચિંતા વ્યક્ત કરાવાઈ છે. જે બાદ ડ્યુટેડ કોન્સ્યુલર ઓફિસિયલે મદદનું આશ્વાસન આપ્યું છે. સૈયદે એવું પણ ઉમેર્યું કે એટલાન્ટા ખાતેનાં ભારતીય કોન્સ્યુલેટ જનરલ મેડિસન પોલીસનાં વડા સાથે સંપર્કમાં છે.
આ ઘટના અંગે વધુ વિગતે વાંચવા ક્લિક કરો આગળની સ્લાઇડ