તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકાઃ પટેલ સ્ટોર માલિની ધરપકડ, અજાણ્યા શખ્સ પર કર્યો હતો ગોળીબાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ મોબાઇલ પોલીસ ડિપાર્ટમેન્ટ, એક ફૂડ માર્ટ શોપના માલિકની ગોળી મારવાના આરોપસર ધરપકડ કરી છે. ગુરુવારે કોઈ અજાણ્યો શખ્સ તેમના સ્ટોરમાં વસ્તુઓની ચોરી કરીને ભાગી રહ્યો હતો. આ દરમિયાને તેમણે ગોળી ચલાવી દીધી હતી.
શું છે સમગ્ર ઘટના?
- પોલીસે જણાવ્યા પ્રમાણે, સાંજે 7:14 વાગ્યાની આસપાસ માહિતી મળતા ઘટના સ્થળે તેઓ પહોંચ્યા હતા.
- તેમણે જોયું કે, 655, ઝેગ્લર બુલેવાર્ડ સ્થિત આવેલા રાકેશકુમાર પટેલના સ્ટોરમાં ગોળી ચાલી છે.
- જ્યારે પોલીસ પહોંચી ત્યારે અજાણ્યો વ્યક્તિ તેમના સ્ટોરમાં દાખલ થયો અને ગેરકાયદેસર સંપત્તિ હટાવી રહ્યો હોવાની વાત જણાવી હતી.
- પટેલે એ વ્યક્તિનો પીછો કર્યો અને વાહન પર ગોળીબાર કર્યો, તેના ખભા પર પણ ગોળી ચલાવી હતી.
કોણ છે યુવક?
- વાહન ચાલકની ઓળખાણ 21 વર્ષીય હાવર્ડ બુશ તરીકે થઈ છે.
- પટેલની હાલ ધરપકડ કરવામાં આવી છે.
- તેના પર હુમલો અને હથિયાર ફેંકવાનો ચાર્જ લગાડવામાં આવ્યો છે.
- બુશની મિલકતની ચોરી માટે ધરપકડ કરવામાં આવી હતી.
- પોલીસે જણાવ્યું કે, ગેરકાયદેસર મિલકત હટાવવા અંગે વોરંટ આપવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...