ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Young Sikh boy attacked by classmate in US, Video goes viral

  USમાં શીખ છોકરાને ક્લાસમેટે ફટકાર્યો, ફેમિલીએ કહ્યું- 'આ હેટ ક્રાઇમ છે'

  divyabhaskar.com | Last Modified - Nov 03, 2017, 05:39 PM IST

  વોશિંગ્ટન સ્ટેટમાં 14 વર્ષીય એક શીખ છોકરાને તેના ક્લાસમેટે જ ફટકાર્યો હોવાની ઘટના સામે આવી છે
  • શીખ છોકરાના પિતાએ કહ્યું- મારા દીકરા સાથે થયેલી ઘટના અન્ય કોઈ સાથે બને તેમ હું નથી ઈચ્છતો. ફાઇલ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   શીખ છોકરાના પિતાએ કહ્યું- મારા દીકરા સાથે થયેલી ઘટના અન્ય કોઈ સાથે બને તેમ હું નથી ઈચ્છતો. ફાઇલ
   વોશિંગ્ટનઃ અમેરિકાના વોશિંગ્ટન સ્ટેટમાં 14 વર્ષીય એક શીખ છોકરાને તેના ક્લાસમેટે જ ફટકાર્યો હોવાની ઘટના સામે આવી છે. ક્લાસમેટે શીખ યુવકને લાત મારીને નીચે પછાડી દીધો. ભારતીય મૂળના હોવાના કારણે દીકરાને ટાર્ગેટ કરવામાં આવ્યો હોવાનો વિક્ટિમ છોકરાના પિતાઓ આક્ષેપ કર્યો છે. તેમણે આ ઘટનાને હેટ ક્રાઈમ ગણાવી છે.
   ક્લાસમેટે જ પિટાઈનો વીડિયો બનાવી કર્યો પોસ્ટ
   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, ધ ન્યૂ ટ્રિબ્યૂને તેના રિપોર્ટમાં આ ઘટના ગત સપ્તાહે વોશિંગ્ટનની કેન્ટ્રિઝ હાઈસ્કૂલમાં બની હોવાનો ઉલ્લેખ કર્યો છે. ઘટના સમયે વિક્ટિમ છોકરાએ પાઘડી પહેરી હતી. જ્યારે તેની ધોલાઈ થઈ રહી હતી ત્યારે અન્ય ક્લાસમેટે વીડિયો રેકોર્ડ કરી લીધો અને સ્નેપચેટ પર પોસ્ટ કરી દીધો.
   - વીડિયોમાં જોવા મળે છે કે શીખ છોકરાની પાછળથી બીજો એક છોકરો આવે છે અને અચાનક તેને મારવાનું શરૂ કરી દે છે. જેના કારણે વિક્ટિમ છોકરો જમીન પર પડી જાય છે. ઘટના દરમિયાન શીખ છોકરો તેનું માથું બચાવવાની કોશિશ કરતો જોવા મળે છે.
   સ્કૂલ મેનેજમેન્ટનું શું કહેવું છે?
   - રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેન્ટ્રિઝ હાઇસ્કૂલના મેનેજમેન્ટે આ હેટક્રાઈમની ઘટના માનવાનો ઈન્કાર કર્યો છે. ઘટના બાદ આ મામલે ઓનલાઇન હેટસ્પીચ આપવામાં આવી રહી છે. સ્કૂલ મેનેજમેન્ટના કહેવા મુજબ આ કોઈ ધાર્મિક કે વંશીય હુમલો નહોતો. તાજેતરમાં સ્કૂલમા થયેલા ઝઘડાના કારણે આ ઘટના થઈ.
   કોઈ અન્ય સાથે આ ઘટના ન બને તેવી ઈચ્છાઃ પિતા
   - વિક્ટિમ છોકરાના પિતાએ ઓળખ જાહેર ન કરવાની શરતે KIRO-TVને જણાવ્યું કે, મારા છોકરાને લઈ મને ડર છે. અમે ભારતીય મૂળના છીએ અને શીખ હોવાના કારણે તેને નિશાન બનાવાયો છે. હું આરોપી છોકરાને ક્યારેય મળ્યો નથી કે તેને ઓળખતો પણ નથી.
   - મારા છોકરા સાથે જે ઘટના બની તે ભવિષ્યમાં અન્ય સાથે થાય તેમ હું નથી ઈચ્છતો.

   જેમણે આમ કર્યું છે તેમને સજા મળશે
   - કેન્ટ્રિઝ સ્કૂલના કમ્યુનિકેશન ડાયરેક્ટર ક્રિસ લોફ્ટિસે કહ્યું, જે સ્ટૂડન્ટે શીખ છોકરા પર હુમલો કર્યો અને તેની પીટાઈનો વીડિયો બનાવ્યો તેને સજા અપાશે.
   - આ સ્કૂલ અમેરિકામાં સૌથી અલગ હોવાનો દાવો કરે છે. તેમાં 27 હજારથી વધારે સ્ટુડન્ટ ભણે છે અને 150 ભાષાઓ બોલે છે.
  • શીખ છોકરાના પિતાએ કહ્યું, અમે ભારતીય મૂળના છીએ અને શીખ હોવાના કારણે તેને નિશાન બનાવાયો છે. ફાઇલ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   શીખ છોકરાના પિતાએ કહ્યું, અમે ભારતીય મૂળના છીએ અને શીખ હોવાના કારણે તેને નિશાન બનાવાયો છે. ફાઇલ
   વોશિંગ્ટનઃ અમેરિકાના વોશિંગ્ટન સ્ટેટમાં 14 વર્ષીય એક શીખ છોકરાને તેના ક્લાસમેટે જ ફટકાર્યો હોવાની ઘટના સામે આવી છે. ક્લાસમેટે શીખ યુવકને લાત મારીને નીચે પછાડી દીધો. ભારતીય મૂળના હોવાના કારણે દીકરાને ટાર્ગેટ કરવામાં આવ્યો હોવાનો વિક્ટિમ છોકરાના પિતાઓ આક્ષેપ કર્યો છે. તેમણે આ ઘટનાને હેટ ક્રાઈમ ગણાવી છે.
   ક્લાસમેટે જ પિટાઈનો વીડિયો બનાવી કર્યો પોસ્ટ
   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, ધ ન્યૂ ટ્રિબ્યૂને તેના રિપોર્ટમાં આ ઘટના ગત સપ્તાહે વોશિંગ્ટનની કેન્ટ્રિઝ હાઈસ્કૂલમાં બની હોવાનો ઉલ્લેખ કર્યો છે. ઘટના સમયે વિક્ટિમ છોકરાએ પાઘડી પહેરી હતી. જ્યારે તેની ધોલાઈ થઈ રહી હતી ત્યારે અન્ય ક્લાસમેટે વીડિયો રેકોર્ડ કરી લીધો અને સ્નેપચેટ પર પોસ્ટ કરી દીધો.
   - વીડિયોમાં જોવા મળે છે કે શીખ છોકરાની પાછળથી બીજો એક છોકરો આવે છે અને અચાનક તેને મારવાનું શરૂ કરી દે છે. જેના કારણે વિક્ટિમ છોકરો જમીન પર પડી જાય છે. ઘટના દરમિયાન શીખ છોકરો તેનું માથું બચાવવાની કોશિશ કરતો જોવા મળે છે.
   સ્કૂલ મેનેજમેન્ટનું શું કહેવું છે?
   - રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેન્ટ્રિઝ હાઇસ્કૂલના મેનેજમેન્ટે આ હેટક્રાઈમની ઘટના માનવાનો ઈન્કાર કર્યો છે. ઘટના બાદ આ મામલે ઓનલાઇન હેટસ્પીચ આપવામાં આવી રહી છે. સ્કૂલ મેનેજમેન્ટના કહેવા મુજબ આ કોઈ ધાર્મિક કે વંશીય હુમલો નહોતો. તાજેતરમાં સ્કૂલમા થયેલા ઝઘડાના કારણે આ ઘટના થઈ.
   કોઈ અન્ય સાથે આ ઘટના ન બને તેવી ઈચ્છાઃ પિતા
   - વિક્ટિમ છોકરાના પિતાએ ઓળખ જાહેર ન કરવાની શરતે KIRO-TVને જણાવ્યું કે, મારા છોકરાને લઈ મને ડર છે. અમે ભારતીય મૂળના છીએ અને શીખ હોવાના કારણે તેને નિશાન બનાવાયો છે. હું આરોપી છોકરાને ક્યારેય મળ્યો નથી કે તેને ઓળખતો પણ નથી.
   - મારા છોકરા સાથે જે ઘટના બની તે ભવિષ્યમાં અન્ય સાથે થાય તેમ હું નથી ઈચ્છતો.

   જેમણે આમ કર્યું છે તેમને સજા મળશે
   - કેન્ટ્રિઝ સ્કૂલના કમ્યુનિકેશન ડાયરેક્ટર ક્રિસ લોફ્ટિસે કહ્યું, જે સ્ટૂડન્ટે શીખ છોકરા પર હુમલો કર્યો અને તેની પીટાઈનો વીડિયો બનાવ્યો તેને સજા અપાશે.
   - આ સ્કૂલ અમેરિકામાં સૌથી અલગ હોવાનો દાવો કરે છે. તેમાં 27 હજારથી વધારે સ્ટુડન્ટ ભણે છે અને 150 ભાષાઓ બોલે છે.
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Young Sikh boy attacked by classmate in US, Video goes viral
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top