આ ભારતીયના કારણે ધનાઢ્યોમાં બીજા નંબરે આવી ગયા એમેઝોનના CEO?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનઆરજીડેસ્કઃ ઓનલાઈન શોપિંગ પોર્ટલ એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસે ગુરુવારે બિલ ગેટ્સને પછાડીને વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિનો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. એમેઝોનના શેરની કિંમતોમાં આવેલા ઉછાળાના કારણે આ શક્ય બન્યું હતું પરંતુ આ ખુશીની પળ વધારે સમય ન ટકી કારણ કે થોડાક કલાકમાં જ શેરની કિંમતો પાછી ઘટી ગઈ જતા જેફ પાછા નંબર 2 પર આવી ગયા. જો કે, આ ઘટના પર એક ભારતીયે પોસ્ટ કરી જે ઘણી વાયરલ થઈ રહી છે.
 
શું છે સમગ્ર ઘટના?

- જેફની નંબર 1 બનવા સુધીની જર્ની અને પછી નંબર 2 પર પાછા આવી જવા વચ્ચે પૂણેના એક યુવકને વિખ્યાત થવાનો અવસર મળી ગયો. 
- 25 વર્ષીય સોફ્ટવેર એન્જિનીયર ફેબિન બેન્ઝામીન એમેઝોન ઈન્ડિયાના ફેસબુક પેજ પર એક પોસ્ટ લખી. 
- તેને પોસ્ટમાં જે પૂછ્યું તેના કારણે ક્યાંય જેફનું નંબર 1નો ખિતાબ ગુમાવવા પાછળ આ યુવક જવાબદાર તો નથી ને?
- જો કે, ફેબિને માત્ર એક જોક્સ માટે જ આ પોસ્ટ લખી હતી પરંતુ હાલ તે સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઈ છે અને સાથે એમેઝોનના સંસ્થાપક ટ્રેંડિંગ થઈ રહ્યા છે.
 
ફેબિને કરેલી આ પોસ્ટ...

ફેબિને લખ્યું કે, એમેઝોન, મેં તમારી સાઈટ પર એક પ્રોડક્ટ ઓર્ડર કરી હતી અને તરત જ મને ખબર પડી કે જેફ બેઝોસ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. થોડા સમય બાદ મારું મન બદલાઈ ગયુ અને મેં મારો ઓર્ડર કેન્સલ કરી દીધો અને પછી મને ખબર પડી કે જેફ પાછા નંબર 2 પર આવી ગયા છે. શું તમે ચેક કરીને મને જણાવી શકો છો કે, ક્યાંય આ બધા ઓર્ડર કેન્સલ થવાના કારણે તો નથી થયું ને? ફેબિનને આ પોસ્ટ ગુરુવારના રોજ શેર કરી હતી અને તેને અંદાજે એક લાખથી વધુ લાઈક અને 4000થી વધુ વખત શેર કરાઈ ચૂકી છે.
 
કોણ છે ફેબિન?
- ફેબિન બેન્ઝામીન મૂળ મહારાષ્ટ્રના પિંપરી ગામનો રહેવાસી છે.
- ફેબિન પૂણેમાં સોફ્ટવેર એન્જિનીયર છે તથા પાર્ટ ટાઈમ બ્લોગર છે.
- તેણે પિંપરી ચિંચવાડ કોલેજ ઓફ એન્જિનિયરીંગમાંથી પોતાનો અભ્યાસ કર્યો છે.
- આ પહેલા તેણે માઈક્રોસોફ્ટમાં ટેક્નોલોજી એસોસિએટ તરીકે પણ પણ કામ કરી ચૂક્યો છે.
 
આગળ જૂઓ, ફેબિને કરેલી પોસ્ત તથા વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...