'સિક્સ્થસેન્સ'ના સર્જકને કરવું મોદી સાથે કામઃ ભારત આવવા તૈયાર

પ્રણવ હાલમાં સેમસંગની થિંક ટેન્ક ટીમનો હેડ છે

divyabhaskar.com | Updated - May 30, 2014, 05:20 PM
Pranav Mistry Want Work Narendra Modi
મૂળ ગુજરાતના ને દુનિયાઆખીમાં સેમસંગની 'સિક્સ્થસેન્સ' નામની ટેક્નોલોજીને કારણે રાતોરાત પ્રસિદ્ધ થઈ ગયેલા 'વિઝકિડ' પ્રણવ મિસ્ત્રી ભારત આવીને નરેન્દ્ર મોદી સાથે કામ કરવા આતરુ છે. સેમસંગ સાથે કામ કરી રહેલો પ્રવણ દિલોદિમાગથી એકદમ 'ગુજ્જુ ભાઈ' છે. ગત વર્ષે તેણે જણાવ્યું હતું કે તે ભારત પરત આવવા માગે છે. તેણે કહ્યું હતું કે 'જો મને ફરીથી જન્મ ધારણ કરવાનો અવસર પ્રાપ્ત થાય તો હું પાલનપુરમાં જન્મ લેવા માગું છું.'

એક અંગ્રેજી સમાચાર પત્રને આપેલા ઈન્ટરવ્યૂમાં મિસ્ત્રીએ કહ્યું કે હું ભારતના 15માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કરવા ઈચ્છું છું. હું મારી લેબને બાય બાય કહી દેવા તૈયાર છું. 26 મેના રોજ જ્યારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારે પ્રવણે ટ્વિટ કર્યું હતું કે 'આજે એક નવી શરૂઆત થઈ છે. વારસાગત રાજકારણમાંથી ભારતે મુક્તિ મેળવી છે. આશા અને સપનાઓનો દિવસ. જયહિંદ.'

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી એક સારા ટેક્નોસેવી છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ તેઓ લોકો સાથે સંપર્કમાં રહેવા માટે કરે છે. તેમણે તાજેતરની ચૂંટણી દરમિયાન જ 3ડી હોલોગ્રામ ટેક્નોલોજી, ટ્વિટર, ફેસબૂક અને ગુગલનો સફળતાપૂર્વક ઉપયોગ કરી બતાવ્યો હતો. ત્યારે હવે બે ગજરાતી એક સાથે મળીને ભારતને આગળ જવા તત્પર થયાં છે.
પ્રણવ હાલમાં સેમસંગની થિંક ટેન્ક ટીમમાં હેડ તરીકેની ફરજ બજાવે છે. સેમસંગ રીસર્ચ અમેરિકામાં તે ડિરેક્ટર ઓફ રિસર્ચની જવાબદારી પણ અદા કરે છે. ગેલેક્સી ગીયર સ્માર્ટવોચ પાછળનું મુખ્ય ટેકનોલોજી એવી 'સિક્થસેન્સ' એ પ્રવણના ભેજાની ઉપજ છે.

X
Pranav Mistry Want Work Narendra Modi
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App