તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

USમાં પટેલ ડોક્ટરની ધરપકડ, કેફી પદાર્થનું ગેરકાયદે પ્રિસ્ક્રિપ્શન લખી કરતા વેચાણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકાઃ કનેક્ટિકટના નોરવોકમાં પટેલ સહિત અન્ય એક ડોક્ટર પર રોકડ રૂપિયાના બદલામાં અફીણ પ્રિસ્ક્રિપ્શન્સ લખવાનો, તેમજ હેલ્થ કેર છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે. ડિસ્ટ્રીક્ટ ઓફ કનેક્ટીકટના યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ડિર્ડ્રે એમ. ડેલી અને ન્યૂ ઇંગ્લેન્ડના ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનના ચાર્જમાં સ્પેશિયલ એજન્ટ માઈકલ જે. ફર્ગ્યુસન અનુસાર, મિલફોર્ડના 70 વર્ષીય ભરત પટેલની બુધવારે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. 
 
47 વર્ષીય ડો. રેમિલ મન્સૂરોવ પણ સામેલ

- કનેક્ટિકટના નોરવોકમાં ફેડરલ વકીલો "પિલ મિલ" ચલાવનારા આરોપી વ્યક્તિની શોધમાં છે. 
- પોલીસે ડોરીનના 47 વર્ષીય ડો. રેમિલ મન્સૂરોવની શોધ હાથ ધરી છે, મન્સૂરોવ પર ગેરકાયદે મેડિકલ પ્રિસ્ક્રિપ્શન લખવાનો આરોપ છે.
- મન્સૂરોવ નોરવોકમાં ફેમિલિ હેલ્થ અર્જન્ટ કેરમાં ડૉક્ટર હતા. 
- વકીલોએ જણાવ્યું કે, મિલ્ફોર્ડના 70 વર્ષીય ડો. ભરત પટેલ, જેમણે આ પ્રેક્ટિસમાં કામ કર્યું હતું, તેમની મંગળવારે સમાન ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
 
પહેલા હતી ઈમિડિયેટ હેલ્થ કેર

- આ પ્રેક્ટિસ અગાઉ જ્યારે પટેલ માલિકીની હતી ત્યારે ઈમિડિયેટ હેલ્થ કેર તરીકે ઓળખાતી હતી, મન્સૂરોવે 2012માં પટેલ પાસેથી આ પ્રેક્ટિસ ખરીદી લીધી હતી. 
- વકીલો પ્રમાણે, 2013માં ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીને સૂચિત કરવામાં આવ્યું હતું કે, આ બન્ને ડોકટરો પ્રિસ્ક્રિપ્શન્સ લખે છે કે જે કાયદેસરની મેડિકલ પ્રેક્ટિસના દાયરાની બહારના છે. 
- ડોકટરો સામે દાખલ કરેલી ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ડો. પટેલ વ્યસની હોય તેવા દર્દીઓને પ્રિસ્ક્રિપ્શનો પૂરી પાડતા હતા. 
- અધિકારીઓએ જણાવ્યું હતું કે, પટેલ દર્દીઓ ન હોય તેવા સહિતના લોકોને રોકડ રકમના બદલામાં પ્રિસ્ક્રિપ્શન્સ આપતા હતા. 
 
આગળ વાંચોઃ પટેલ ન હોય ત્યારે મન્સૂરોવે લખતા પ્રિસ્ક્રિપ્શન...
અન્ય સમાચારો પણ છે...