• Gujarati News
  • OHMkara Sangeet Program Samanvay 2014 Eight Cities US

અમેરિકાના આઠ શહેરોમાં યોજાશે ગુજરાતી સુગમ સંગીતનો જલ્સો 'સમન્વય'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદેશમાં વસતા ગુજરાતીઓને માતૃભાષા પ્રત્યે ખાસ લગાવ હોય છે, જેને કારણે ગુજરાતી ભાષાનું ચલણમાં રહે તેની તેઓ ખાસ તકેદારી રાખતા હોય છે ને ઘરમાં શક્ય હોય ત્યાં સુધી ગુજરાતી ભાષાનો ઉપયોગ કરતાં હોય છે.
અમેરિકામાં વસતા આવા ગુજરાતી પ્રેમીઓ માટે ગુજરાતી કાવ્યો, લોકગીત અને સુગમ સંગીતને લગતા અનોખા કાર્યક્રમ 'સમન્વય-2014'નું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકાના ટેક્સાસ, ન્યૂજર્સી, જ્યોર્જિયા, ઇલિનોઇસ અને મિશીગન રાજ્યોમાં 'સમન્વય' યોજાશે. કાર્યક્રમની શરૂઆત 30 મે, 2014ના રોજ ટેક્સાસ રાજ્યના ડલાસ શહેરથી થશે.
'સમન્વય'નું મુખ્ય આકર્ષણ
તારી આંખનો અફીણી, પાન લીલું જોઇ, નઝરના જામ છલકાવીને ચાલ્યા, જેવા અનેક જાણીતા ગુજરાતી ગીતોની સાથે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જાણીતા ગુજરાતી અને બોલિવૂડ ગાયક પાર્થિવ પટેલ, જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસ અને જાણીતા લેખક-કવિ અંકિત ત્રિવેદી રહેશે. તે સિવાય આ ત્રિપુટીની સાથે ગુજરાતી સંગીતના અન્ય જાણીતા કલાકારો પણ હશે.
'સમન્વય'નું શિડ્યૂલ
ડલાસ, ટેક્સાસ - 30 મે, શુક્રવાર
હ્યુસ્ટન, ટેક્સાસ- 31 મે, શનિવાર
ન્યૂ બ્રન્સવિક, ન્યૂજર્સી- 6 જૂન, શુક્રવાર
Marlton, ન્યૂજર્સી - 7 જૂન, શનિવાર
Lodi, ન્યૂજર્સી- 8 જૂન, રવિવાર
એટલાન્ટા- 13 જૂન, શુક્રવાર
શિકાગો- 14 જૂન, શનિવાર
ડેટ્રોઇટ- 15 જૂન, રવિવાર

સમન્વય કાર્યક્રમ અને ટિકિટ અંગે વધુ માહિતી www.OHMkara.org પરથી મળશે.