તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરનાથ યાત્રાળુઓ પર થયેલા આતંકવાદી હુમલાને OFBJP-USAએ વખોડ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એટલાન્ટા(રૂચિતા પટેલ દ્વારા): જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ પર થયેલા આતંકવાદી હુમલાની ચારે બાજુ નિંદા થઈ રહી છે ત્યારે BJPના ઓવરસીઝ ફ્રેન્ડ્સ(OFBJP-USA)એ પણ પાકિસ્તાની સ્પોન્સર્ડ આતંકવાદીઓએ બસમાં મુસાફરી કરેલા નિર્દોષ અમરનાથ યાત્રાળુઓ પર કરેલા ગોળીબારની નિંદા કરી છે. તેઓએ વર્ષ 2001થી વાર્ષિક યાત્રાધામ પર થયેલા હુમલામાં સૌથી ખરાબ હુમલો ગણાવ્યો છે. હુમલામાં છ મહિલાઓ સહિત સાતના મોત અને અને 19 લોકો ઘાયલ થયા.
 
OFBJP-USAના પ્રેસિડેન્ટ કૃષ્ણ રેડ્ડી અનુગુલાએ કહ્યું કે, ભારતીય અમેરિકન સમુદાય અમરનાથ મંદિરની યાત્રા કરનાર નિર્દોષ શ્રદ્ધાળુઓ પર થયેલા નિષ્ઠુર હુમલાથી દુઃખી અને આઘાતમાં છે. બધા પીડિતો અને તેમના પરિવારો માટે પ્રાર્થના. જમ્મુ-કાશ્મીરના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ મુનીરે ખાનના પ્રેસ નિવેદન પ્રમાણે, આ ભયંકર આતંકવાદી હુમલો લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવ્યો હતો અને આ હુમલાનો માસ્ટરમાઈન્ડ પાકિસ્તાની આતંકવાદી અબૂ ઈસ્માઈલ છે.
 
OFBJP-USAના વાઈસ-પ્રેસિડેન્ટ ડૉ. આદાપા પ્રસાદે કહ્યું કે, પાકિસ્તાન ખુલ્લેઆમ છેલ્લા કેટલાક દાયકાઓથી વિવિધ ગ્રુપના આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે. આ માટે યુએસ કોંગ્રેસમાં પાકિસ્તાનને ટેરર સ્પૉન્સરિંગ રાષ્ટ્ર તરીકે ઘોષિત કરવાનું પણ દબાણ કરવામાં આવ્યું છે. OFBJP-USA આ ઘટનાથી અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર પાસે પાકિસ્તાનને ટેરરિસ્ટ સ્ટેટ તરીકે જાહેર કરવાની માંગણી કરે છે.
 
પૂર્વ પ્રેસિડેન્ટ ચંદ્રકાન્ત પટેલે કહ્યું કે, ભારતીય ડાયસ્પોરા પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા અમરનાથના યાત્રાળુઓ પર કરાયેલા આ કાયર અને ભયંકર હુમલાની નિંદા કરે છે. જનરલ સેક્રેટરી ડો. વસુદેવ પટેલે કહ્યું કે, OFBJP-USA અને અન્ય ભારતીય અમેરિકન સમુદાય સંસ્થાઓ અમરનાથમાં થયેલા આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા તથા મૃત્યુ પામેલા લોકો માટે સમગ્ર રાષ્ટ્રમાં પ્રાર્થના સભાનું આયોજન કરશે.
અન્ય સમાચારો પણ છે...