• Home
  • NRG
  • USA
  • NRI innovator's tips to buy Power bank for your smartphone

સ્માર્ટફોન માટે પાવર બેન્ક ખરીદતી વખતે આટલી કાળજી રાખોઃ NRIની ટિપ્સ

ઓહાયોમાં રહેતા ચિરાગ પટેલ, વડોદરામાં વીજાંશ કંપનીના ટેક્નિકલ હેડ પણ છે

divyabhaskar.com | Updated - May 05, 2015, 08:08 PM
File Photo
File Photo
ઓહાયોઃ વ્હોટ્સ એપ, ફેસબુક, ગૂગલ હેન્ગાઉટ કે જીમેલ સહિતની કેટલીય એપ્લિકેશન આજે મોટાભાગના લોકો યૂઝ કરતાં હોય છે. જો કે, આ એપ્લિકેશન યૂઝ કરવા માટે સતત ડેટા પ્લાન એક્ટિવ રાખવો અથવા વાઇફાઇ કનેક્ટેડ હોવું જરૂરી છે, પરંતુ વિવિધ એપ્સ અને સતત ઇન્ટરનેટ કનેક્ટેડ રહેવાને કારણે દિવસમાં બે વાર અને ક્યારેક ત્રણ વાર બેટરી ચાર્જ કરવાની જરૂર રહેતી હોય છે. ઓફિસ અને ઘરમાં રહેતા લોકો માટે તો મોબાઇલ ચાર્જ કરવો પોસિબલ છે, પરંતુ જે લોકો સેલ્સ ફિલ્ડમાં હોય અથવા જેને ટ્રાવેલિંગ વધુ કરવાનું હોય તેવા લોકો માટે સ્માર્ટફોન જલ્દી ડ્રેઇન થતી બેટરી ખૂબ મુશ્કેલી સર્જતી હોય છે. આવા લોકો માટે મોબાઇલની સાથે પાવર બેન્ક પણ જરૂરી એસસરીઝ બનતી જાય છે.
હવે માર્કેટમાં એટલા બધાં પાવર બેન્ક(PB) મળે છે કે આપણને મૂંઝવણ થાય કે આ લઇએ કે આ લઉં કે પેલું. જો કે, ખરીદતા પહેલા પાવર બેન્ક અંગે સામાન્ય જાણકારી મેળવી લઇએ. પાવરબેન્ક અંગે વડોદરા સ્થિત veejansh કંપનીના ટેક્નિકલ હેડ ચિરાગ પટેલ જણાવે છે કે, હાલમાં વપરાતા મોટાભાગના સ્માર્ટફોનની બેટરી 1500mAH-3000mAH ક્ષમતાની હોય છે. જ્યારે માર્કેટમાં અવેલેબલ પાવરબેન્ક 2500થી 10400mAH કેપિસિટીની મળતી હોય છે. અર્થાત્ 10400/1500 (10400 ભાગ્યા 1500) એટલે PB ફુલ્લી ચાર્જ્ડ હોય તો ફોનને છ વખત ફુલ ચાર્જ કરી શકાય. જો તમે વધારે બેટરીવાળો ફોન યૂઝ કરતાં હો તો 10400/3000 એટલે ફુલ ચાર્જ્ડ PBથી ત્રણ વખત આરામથી મોબાઇલ ફુલ્લી ચાર્જ્ડ કરી શકો. (ફોન કે PBની) ઉમ્મર વધે એટલે બંનેની ક્ષમતા ઘટશે. વળી, આસપાસનું વાતાવરણ, તાપમાન વગેરે ચાર્જિંન્ગ ક્ષમતા પર અસર કરે છે.

PB ને ફુલી ચાર્જ કરવા કેટલો સમય લાગે એ સમજાવતા ચિરાગભાઇ કહે છે કે, PB ને ચાર્જ કરવા USB ઈનપુટ હોય છે. એ જે ચાર્જર સાથે લગાવીએ એના પર આધાર છે. જેમ કે, કમ્પ્યૂટરના USB પોર્ટ પર 0.5A આઉટપુટ મળે એટલે 10000mAh PB ને ફુલી ચાર્જ કરવા 20 કલાક જેવો સમય થાય. ઘરના ઇલેક્ટ્રિક સોકેટમાં બેસે એવા ચાર્જરની ક્ષમતા 2A આઉટપુટ હોય તો 10400mAh PB પાંચ કલાકમાં ફુલી ચાર્જ થઇ જશે.
આગળ વાંચોઃ નબળી ગુણવત્તાવાળી પાવરબેન્કથી સ્માર્ટફોનને નુકસાન પણ થઇ શકે છે

vPower પાવર બેન્ક.
vPower પાવર બેન્ક.
મૂળ ગુજરાતના અને અમેરિકાના ઓહાયો સ્ટેટમાં સ્થાયી થયેલા ચિરાગ પટેલે થોડા વર્ષો અગાઉ વીજાન્શ (www.veejansh.com) નામની કમ્પની શરૂ કરી હતી. ઇનોવેટિવ પ્રોડક્ટ્સ લોન્ચ કરતી વીજાન્શે થોડા સપ્તાહ અગાઉ vPOWER V-102 નામની PB માર્કેટમાં મૂકી છે. 
 
પાવરબેન્ક અંગે જણાવતા ચિરાગભાઇ કહે છે કે, સામાન્ય રીતે માર્કેટમાં  300થી માંડીને 3000 રૂપિયા સુધીની પાવર બેન્ક્સ મળે છે. અન્ય પાવરબેન્ક્સની જેમ અમારી કંપનીની પાવર બેન્ક પણ ચીનમાં જ તૈયાર થાય છે, પરંતુ અમે ક્વોલિટી પર વધુ ફોકસ કરીએ છે. પાવર બેન્કનું કામ બેટરી ચાર્જ કરવાનું તો છે જે, પરંતુ તેની સાથે કોઇ ફોન ઓવરચાર્જ ન થઇ જાય, સ્માર્ટફોનની બેટરીને નુક્સાન ન પહોંચે તેની પણ કાળજી અમે vPOWERમાં રાખી છે. ઘણીવાર સસ્તી પાવર બેન્ક સ્માર્ટફોનને ઘણું નુકસાન પહોંચડી હોય છે. તમારે તમારા કિમતી સ્માર્ટફોનને સુરક્ષિત રાખવો હોય તો પાવરબેન્ક સિલેક્શન પણ કાળજી રાખવી જરૂરી છે. ચોક્કસ પ્રકારના ગુણવત્તા સર્ટિફિકેટ ધરાવતી જ PB ખરીદવી હિતાવહ છે. 
 
ચિરાગભાઇ કહે છે કે, હા, એક વાત ભુલાય નહિ. PBની ક્ષમતા પૂરી થવા આવે એટલે એને યથાયોગ્ય રીતે નિકાલ પણ કરજો. કચરાના ઢગલામા પડેલી બેટરીમા આગ લાગી શકે છે. પાવર બેન્કનો નિકાલ કરવા માટે એને પુરેપુરી ડીસ્ચાર્જ કરો અને પછી રિસાયકલ સેન્ટરમાં આપી આવજો. 
 
ગુજ્જુ ઇનોવેટરની પાવરબેન્ક vPOWER અંગે વધુ જાણવા માટે સ્લાઇડ બદલો
vPower પાવર બેન્ક.
vPower પાવર બેન્ક.
vPOWERમાં એક ઈનપુટ પોર્ટ, અને એક 1Aનો અને બીજો 2.1Aનો એમ બે આઉટપુટ પોર્ટ છે. ઘણા ફોનમા 1Aથી વધુની ક્ષમતાવાળું કનેક્શન ચાર્જિંન્ગમા વાપરી નથી શકાતું, એટલે બે અલગ ક્ષમતાવાળા આઉટપુટ પોર્ટ સારી બાબત છે. vPOWER પોતે ચાર્જ થયુ કે નહિ એ જાણવા એનુ પાવર બટન એક્વાર પ્રેસ કરવાથી એમાં રહેલી ચાર LED  કેટલા % ચાર્જ થઈ એ બતાવી આપે છે. vPOWER મા LED ટોર્ચ છે જે બે વખત પાવર બટન પ્રેસ કરવાથી યૂઝ કરી શકાય છે.
 
કંપનીના જણાવ્યાનુસાર, vPOWERમાં લિથિયમ-આયન પોલિમર બેટરી છે જે વજનમા હલકી છે. 265 ગ્રામની PB 10000mAhની કેપેસીટી ધરાવે છે; અને UL, UN38.3 સર્ટીફાઈડ છે. vPOWERની લાઇફ સાઇકલ 500થી વધુ છે. જો કોઇ દીવસમા એક વાર એને ચાર્જ કરે તો લગભગ સવા વર્ષ સુધી કોઇ જ તકલીફ ના પડી શકે. vPOWER પોતે 1Aના ચાર્જર વડે પણ માત્ર પાંચ કલાકમા ફુલી ચાર્જ થઈ જાય એવી ડિઝાઈન ધરાવે છે. એની અન્દર શોર્ટ-સર્કીટ, ઓવર-ચાર્જિંગ અને ઓવર-ડિસ્ચાર્જિંગથી બચવાની પ્રોટેક્શન સર્કીટ પણ છે. vPOWER ગુણવત્તાની 0ઓળખ સમાન RoHS, FCC અને CE સર્ટીફિકેટ ધરાવે છે. vPOWER 0 થી લઈને 45 સેન્ટીગ્રેડ તાપમાનમા કામ કરી શકે છે. એમા વપરાતી LiPo બેટરી વધુ સલામત છે અને એ ધડાકો કરે એવી શક્યતા ઓછી હોય છે. 
 
માર્કેટમાં પ્રચલિત અન્ય પાવર બેન્ક્સ:
 
 Mi Power Bank 10400mAh: કિંમત 999 રૂ. 
 
 Adata PV110 10400mAh:  કિંમત 2,395 રૂ.
 
 Portronics Charge 2 12000mAh: કિંમત 2,900 રૂ. 
X
File PhotoFile Photo
vPower પાવર બેન્ક.vPower પાવર બેન્ક.
vPower પાવર બેન્ક.vPower પાવર બેન્ક.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App