Home » NRG » USA » Mayoral Race in Edison

ન્યૂજર્સીઃ એડિસનનું મેયર ઇલેક્શનમાં ભારતીય મૂળના ઉમેદવારો પર વંશીય હુમલો

Divyabhaskar.com | Updated - Nov 07, 2017, 02:09 PM

વંશીય હુમલાનો ભારતીય મૂળના ઉમેદવારો તથા સ્થાનિક ઇન્ડિયન કોમ્યુનિટી લીડર્સ નોંધાવ્યો ભારે વિરોધ

 • Mayoral Race in Edison
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ભારતીય અને એશિયન મૂળના ઉમેદવારો વિરુદ્ધ વંશીય ટિપ્પણી કરતું પેમ્ફલેટ
  એડિસન, ન્યૂજર્સીઃ અમેરિકાનું ગુજરાત ગણાતા ન્યૂજર્સીના એડિસનમાં મેયર પદ માટેનું ઇલેક્શન વંશીય બન્યું છે. અહીં ભારતીય અને ચાઇનીઝ કોમ્યુનિટી વિરુદ્ધ વંશીય હુમલા થઇ રહ્યા છે. અહીં મેયર ટોમ લેન્કીની સામે કીથ હાને ઉમેદવારી નોંધાવી છે. ટોમ ડેમોક્રેટિક પાર્ટી તરફથી જ્યારે કીથ રિપબ્લિકન પાર્ટી તરફથી ઇલેક્શનમાં ઊભા છે. ટોમ ફરીથી ડેમોક્રેટિક પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.
  - એડિસનમાં ચૂંટણીમાં ઊભેલા ભારતીય તથા અન્ય એશિયન મૂળના ઉમેદવારો વિરુદ્ધ વંશીય ટિપ્પણી કરતાં બેનર્સ અને પેમ્ફ્લેટનું વિતરણ થઇ રહ્યું છે.
  - આ વંશીય હુમલાનો ભારતીય મૂળના ઉમેદવારો તથા સ્થાનિક ઇન્ડિયન કોમ્યુનિટી લીડર્સ ભારે વિરોધ નોંધાવી રહ્યા છે.
  - સ્થાનિક બિઝનેસમેન સંજીવ અનેજા એ ભારતીય તથા એશિયન ઉમેદવારો વિરુદ્ધ વંશીય ટિપ્પણી કરતાં બેનર્સ, પોસ્ટર્સ લગાવનારા અને પેમ્ફલેટ વિતરણ કરનારાને શોધવા પર ઇનામની જાહેરાત કરી છે.
  - ઓકટ્રી રોડ ખાતે ડો. નિમિષા શુક્લાની પ્રોપર્ટી પર કેટલાંક લોકો એ હુમલો કર્યો હતો અને સાઇન બોર્ડને નુકસાન પહોંચાડ્યું હતું.
  - ડો. નિમિષા અહીંયા સ્થાનિક સાઉથ એશિયન રેડિયો ચલાવે છે. જેના પર તેમણે એડિસનમાં વંશીય હુમલાઓ પર ડિબેટ પણ યોજી હતી.
  - ડો. નિમિષા એ મેયર લેન્કીને વંશીય હુમલાઓ અંગે ફરિયાદ કરી હતી, જેની મેયરે પોલીસ મારફતે ઇન્વેસ્ટિગેશન કરવાની બાંહેધરી પણ આપી છે.
  આગળ વાંચોઃ એડિસનમાં ચૂંટણી પહેલા ભારતીયો અને એશિયન વિરુદ્ધ થતાં વંશીય હુમલા અંગે શું કહેવું છે સ્થાનિક આગેવાનોનું
 • Mayoral Race in Edison
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  - પબ્લિશર અને પ્રમોટર એવા સુનિલ હાલી એ આ અંગે જણાવ્યું હતું કે, સ્થાનિક અર્થતંત્ર, આગામી પેઢીના બૌદ્ધિક વિકાસ, નવા બિઝનેસ  અને રોજગારીની નવી તકોના નિર્માણમાં ભારતીય કોમ્યુનિટીનો વિશેષ હાથ છે. 
  - હાલી એ વધુમાં કહ્યું હતું કે, ભારતીયોને કારણે જ અહીં રિયલ એસ્ટેટ માર્કેટ ઊંચું છે. અમારી કોમ્યુનિટી બંને પાર્ટીના ઉમેદવારોને ભંડોળ પણ આપે છે. એક રીતે જુઓ તો ભારતીય કોમ્યુનિટી આદર્શ કોમ્યુનિટી છે. 
  - હાલી એ બંને ઉમેદવારોને અપીલ કરી કે, એડિસનના વિકાસ માટે આવા વંશીય હુમલાઓ બંધ થવા જરૂરી છે તથા ઇન્ડિયન-અમેરિકનની સાથે રહીને તેમણે કામ કરવું જોઇએ. 
 • Mayoral Race in Edison
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ડો. નિમિષા શુક્લાના ઘરની બહારના સાઇન બોર્ડને હુમલાખોરે નુકસાન પહોંચાડ્યું હતું
  - સ્થાનિક બિઝનેસમેન સંજીવ અનેજા એ વંશીય હુમલા કરનાઓને શોધવા માટે કેશ ઇનામની જાહેરાત કરી છે. સંજીવે જાહેરાતમાં કહ્યું હતું કે, હું બંને પાર્ટીના ઉમેદવારોને ચેલેન્જ કરું છું કે તેઓ પોતાની જ આંતરિક તપાસ કરે અને જો વંશીય હુમલાનો તાગ તેમના સુધી પહોંચે તો તેઓ રાજીનામું આપે. 
  - સંજીવ અનેજાની ચેલેન્જને વિપક્ષના ઉમેદવાર કીથે સ્વીકારી લીધી છે, જ્યારે આ અંગે મેયર લેન્કી તરફથી કોઇ જવાબ નથી મળ્યો. સંજીવે પોતાની ચેલેન્જ સ્વીકારનારા ઉમેદવાર કીથ હાનને મત આપવા પોતાની કોમ્યુનિટીના લોકોને અપીલ કરી છે. 
  - ઇનામમાં 10000 ડોલર આપવાનું ટારગેટ હતું પરંતુ લોકોના એક્ટિવ પાર્ટિસિપેશનથી ભંડોળ 25000 ડોલરને પાર થઇ ગયું છે. 
 • Mayoral Race in Edison
  ડો. નિમિષા એ પોતાના રેડિયો સ્ટેશન પર વંશીય હુમલાઓ અંગે ડિબેટ પણ યોજી હતી
  - અન્ય એક કોમ્યુનિટી લીડર પીટર કોઠારી એ કહ્યું કે, સ્થાનિક ઇલેક્શનમાં પાર્ટી કરતાં વ્યક્તિનું મહત્વ વધું હોય છે. જ્યારે અન્ય એક જાગરુક નાગરિક ડેવ મક્કરે કહ્યું હતું કે, અહીં નાનકડા એડિસનના મેયર ટોમ લેન્કી સહિતના લોકલ ઓફિસર્સ ઇન્ડિયન-અમેરિકન વિરુદ્ધ જે વંશીય હુમલો થયો તે અંગે માફી માગવાનો ઇન્કાર કરે છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો 1914માં બ્રિટિશર્સ દ્વારા ભારતીયોને કેનેડામાં પ્રવેશ ન મળ્યો તેની માફી માંગી શકતા હોય તો, આ નાનકડી એડિસન ટાઉનશિપના મેયર ને અન્ય અધિકારીઓ કેમ ન માગી શકે? 
  - એડિસનમાં આજે 7 નવેમ્બરે મતદાન થશે. લોકો કોને જીતાડશે તે જોવું રસપ્રદ રહેશે. 
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ