USA:ગુજરાતીનો સ્ટોર સળગાવવાનો પ્રયાસ, વૃદ્ધ માલિકને સમજી બેઠો હતો મુસ્લિમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકાઃ ફ્લોરિડામાં ગુજરાતીના સ્ટોરને સળગાવી દેવાના પ્રયાસનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપી સ્ટોર માલિકને મુસ્લિમ સમજી બેઠો અને તેણે સ્ટોર સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સમયસર પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા સ્થિતિ થાળે પાડી હતી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી. 
 
હેમંત પટેલ છે સ્ટોરના માલિક

પોલીસે ટ્રેઝર કોસ્ટના એક વ્યક્તિને એક ગુજરાતીના સ્ટોરમાં આગ લગાડવાના આરોપસર શુક્રવારે સવારે દબોચી લીધો હતો. આ વ્યક્તિ સ્ટોર માલિકને મુસ્લિમ સમજી રહ્યો હતો જેથી તેણે સ્ટોરને સળગાવવાના પ્રયાસો કર્યા હતા. જોકે, આ સ્ટોરના માલિક હેમંત પટેલ મુસ્લિમ નથી. તે ગુજરાતી મૂળના છે. પોલીસે જણાવ્યું કે, ફોર્ટ પિયર્સના 64 વર્ષીય રિચર્ડ લોયડે જણાવ્યું કે, તે સ્ટોર મેનેજરને નિશાન બનાવી રહ્યો હતો, તેને વિશ્વાસ હતો કે તે મુસ્લિમ છે. પોલીસના રિપોર્ટ પ્રમાણે, લોયડ પોર્ટ સેન્ટ લુઈમાં મેટ માર્ટના પાર્કિંગ સ્થળે શુક્રવારે સવારે 7:40 વાગ્યે હતો. આ સમયે સ્ટોર બંધ કરી દેવામાં આવ્યો હતો અને બિલ્ડિંગની ચારેકોર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.
 
શું છે સમગ્ર ઘટના?

તપાસકર્તાઓએ જણાવ્યું કે, લોયડે તેમને જણાવ્યું કે, તેણે સ્ટોરની સામે એક આગ લાગેલું પૈંડુ ફેંક્યું અને કચરામાં આગ લગાવી. તેણે વધુમાં કહ્યું કે, તેને એમ લાગતું હતું કે, આગ બિલ્ડિંગમાં ફેલાઈ જશે અને પછી અંદર રહેલાથી આગ ભીષણ બનશે, જેનાથી બિલ્ડિંગ ધરાશાયી થઈ જશે. પોલીસે જણાવ્યું કે, અમે જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આગ લાગેલું પૈંડુ સળગી રહ્યું હતું. જ્યારે લોયડે ડેપ્યુટીઝને જોયા, તો તેણે તરત જ તેના બન્ને હાથ પીઠ પાછળ કરી દીધા અને આત્મસમર્પણ કરી દીધું.
 
આગળ વાંચોઃ આરોપી લોયડ થોડા દિવસ અગાઉ આવ્યો હતો સ્ટોર પર...
અન્ય સમાચારો પણ છે...