તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોશિંગ્ટનમાં ગુજરાતી સમાજ દ્વારા યોજાયો ડાયરો, ‘કસુંબીનો રંગ'માં ડોલ્યા શ્રોતાઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વોશિંગ્ટન ડીસીથી કિરીટ ઉદ્દેશી દ્વારા): ગુજરાતી સમાજ ઓફ વોશિંગ્ટન દ્વારા 5મી સપ્ટેમબરના રોજ ક્લેરીયન ઈન, કોલેજ પાર્ક, મેરીલેન્ડ ખાતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 120મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા આ ડાયરામાં રાજકોટના લોકપ્રિય સિંગર વિનોદ પટેલે પોતાના સૂરથી શ્રોતાઓને ડોલાવ્યા હતા.
અંદાજે 100 નોન રેસિડન્ટ ગુજરાતીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મેઘાણીની જીવનયાત્રાનું રસપાન કરાયું હતું. સિંગર વિનોદ પટેલે ‘કસુંબીનો રંગ' અને ‘ચારણ કન્યા' સહિતની મેઘાણીની લોકપ્રિય રચનાઓને સૂર આપી અલગ જ માહોલ ઉભો કરી દીધો હતો. ગણેશ ચતુર્થી અને સંવત્સરીના દિવસે યોજાયેલા આ કાર્યક્રમને લોકોએ મનભરીને માણ્યો હતો.
પ્રશાંત પટેલ દ્વારા વેન્યૂ પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું. સ્નેક્સ અને સોફ્ટડ્રીંક્સની વ્યવસ્થા ગુજરાતી સમાજ ઓફ વોશિંગ્ટન દ્વારા કરવામાં આવી હતી. આશિતાબેન પટેલની આગેવાની હેઠળ ગુજરાતી સમાજનો વધુ એક કાર્યક્રમ સફળ રહ્યો હતો. (અહેવાલ અને તસવીરોઃ કિરીટ ઉદ્દેશી, વોશિંગ્ટન ડીસી)
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો