તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વામીનારાયણ મંદિરઃ ઓકલા-ફ્લોરીડાનો 7મો પ્રતિષ્ઠોત્સવ ઊજવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનઆરજી ડેસ્ક:  વિશ્વના સૌથી શક્તિશાળી ગણતંત્ર ધરાવતા અમેરિકા રાષ્ટ્રના સનસાઈન રાજ્ય તરીકે સુપ્રસિદ્ધ ફ્લોરીડાનાં ઓકલા નગરમાં મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાન સ્વામીનારાયણ મંદિરમાં બિરાજમાન સ્વામીનારાયણબાપા સ્વામીબાપાનો ૭ મો પ્રતિષ્ઠોત્સવ દબદબાભેર ઊજવાયો હતો. વાર્ષિક પાટોત્સવ અવસરે સર્વાવતારી ભગવાન સ્વામીનારાયણ, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપા, તત્સંકલ્પ સ્વરૂપો અને સ્વામીનારાયણગાદીના આદ્યઆચાર્ય પ્રવર મુક્તજીવન સ્વામીબાપાનો ષોડશોપચાર વિધિથી પાટોત્સવ કર્યો હતો.
 
સ્વામીનારાયણ મંદિર, ઓકલા-ફ્લોરીડાનાં સાતમા પ્રતિષ્ઠોત્સવ અંતર્ગત મૂર્તિ સુખની લ્હાણી. શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, સમૂહ મહાપૂજા, સંતવાણી- કથાવાર્તા, કીર્તન ભક્તિ, અન્નકૂટ દર્શન, સ્વામીનારાયણ ગાદીનાં આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનાં આશીર્વાદ, મહાપ્રસાદ વગેરે અનેકવિધ કાર્યક્રમો સુસંપન્ન થયા હતા.  
 
આગળની સ્લાઈડમાં ઓકલા-ફ્લોરીડા ઉજવાયેલા સ્વામીનારાયણ મંદિરનાં 7માં પ્રતિષ્ઠોત્સવનાં જોવો ફોટા... 
અન્ય સમાચારો પણ છે...