• Gujarati News
  • Indian Physician Pleads Guilty In USD 19 Mn Healthcare Fraud

US: ભારતીય ડોક્ટરનું 117 કરોડનું હેલ્થકેર કૌભાંડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતીકાત્મક તસવીર)
મિશિગનઃ અમેરિકાના મિશિગન સ્ટેટના બ્લૂમફિલ્ડ હિલ્સ વિસ્તારના ભારતીય મૂળના ડોક્ટરને કોર્ટે 19 મિલિયન ડોલર (અંદાજે 117 કરોડ રૂ.)ના હેલ્થ કેર કૌભાંડમાં દોષિત ઠેરવ્યા છે.
59 વર્ષના ડોક્ટર રાજેશ દોશીને શુક્રવારે અમેરિકન ડિસ્ટ્રિક્ટ કોર્ટે હેલ્થ કેર કૌભાંડ અને તેનું પ્લાનિંગ કરવા બદલ દોષિત ઠેરવ્યા છે. માર્ચ 3 ના રોજ તેમને સજા સંભળાવવામાં આવશે.
ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, સત્તાવાળાઓના જણાવ્યાનુસાર, ડો. દોશીએ પણ પોતાના ગુનો કબૂલ કર્યો છે. તેમણે સ્વીકાર્યું છે કે, તેમણે અન્યો સાથે મળીને મેડિકેરની હોમ હેલ્થ કેર સ્કીમને ગેરલાભ ઉઠાવ્યો. તેમણે જરૂર ના હોય તો પણ દર્દીઓના ઘરની મુલાકાત લેવા ડોક્ટર્સને મોકલ્યા ને ખોટા બિલ બનાવ્યા. તે સિવાય દર્દીઓને ન આપી હોય તેવી સારવારના પણ ખોટા બિલો તેમણે રજૂ કર્યા હતા.
ડો. દોશીએ પોતાની સાઉથ ફિલ્ડ સ્થિત હોમ ફિઝિશિયન સર્વિસ થકી ખોટા ક્લેઇમ્સ કર્યા હતા. તપાસ કર્તાઓએ કહ્યું હતું કે, ઓક્ટોબર 2005થી સપ્ટેમ્બર 2012 દરમિયાન ડો. દોશી અને તેમની ટીમે આ કૌભાંડ આચર્યા હતા. દોશીએ આ કંપનીમાં પોતાની માલિકી છુપાવી હતી કારણ કે, અગાઉ પણ તેઓ કોઇ કેસમાં દોષિત ઠેરવાયા હતા.

અમેરિકન ન્યાયાલયે જણાવ્યું હતું કે, દોશી તથા અન્ય ત્રણ ડોક્ટરો અને એક સહાયકને આ જ કેસમાં અગાઉ દોષિત ઠેરવવામાં આવ્યા છે.