USમાં ભારતીયને 30 મહિનાની જેલ, ગેરકાયદે વેચતો હતો બંદૂક સાઈલેન્સર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યુયોર્કઃ અમેરિકામાં લુસિયાનામાં એક સંઘીય અદાલતે ભારતીય મૂળના નાગરિકને 30 મહિનાની સજા સંભળાવી છે. અદાલતે આ વ્યક્તિને ગેરકાયદે રીતે બંદૂક સાઈલેન્સરના વેચાણ અને ઓટો પાર્ટ્સ તરીકે તેની તસ્કરી કરવાનું કાવતરું ઘડવાના આરોપ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે.
 
નવી દિલ્હીના પીતમપુરાનો 31 વર્ષીય મોહિત ચૌહાણ એપ્રિલમાં ફેડરલ જજ એલિઝાબેથ ઈ. ફૂટેની સામે સ્વીકાર્યું હતું કે, તે લાયસન્સ વગરની બંદૂકનો સોદો કરતો હતો. તેને મંગળવારે સજા સંભળાવવામાં આવી છે. પશ્ચિમ લુસિયાનાના કારોબારી ફેડરલ ફરિયાદી એલેક્ઝાન્ડર સી વેન હૂકે બુધવારે કહ્યું કે, ચૌહાણનો કોઈ વ્યક્તિએ સંપર્ક કર્યો હતો, જે સાઈલેન્સર ખરીદવા માંગતો હતો અને તેણે ગ્રાહક માટે સાઈલેન્સર પર ઈમેઈલ અને ફોનના માધ્યમથી વાત કરી હતી.
 
હુકે વધુમાં કહ્યું કે, કસ્ટમથી વેચવા માટે સાઈલેન્સરની ઓટો પાર્ટ્સ તરીકે આયાત કરવામાં આવતી હતી. ફરિયાદી પ્રમાણે, ચૌહાણ ખરીદદારને બતાવવા માટે સાઈલેન્સરના વિવિધ ભાગને ડિસેમ્બરમાં લુસિયાનાના શ્રેવપોર્ટ પહોંચ્યો હતો. હુકે કહ્યું કે, જ્યારે તે સાઈલેન્સરના વેચાણ પર ચર્ચા કરવા માટે બોસિયર સિટીની એક રેસ્ટોરાંમાં મળ્યો તો, સંઘીય એજન્ટોએ તેની વાતચીત રેકોર્ડ કરી લીધી હતી. ચૌહાણે લાયસન્સ વગરની બંદૂકો અને તેના વિવિધ પાર્ટ્સને ગેરકાયદે રીતે અમેરિકામાં લાવ્યો હતો. જો કે, એ ગ્રાહકની ઓળખાણ થઈ નથી.
અન્ય સમાચારો પણ છે...