તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

US : બોસ્ટન યુનિ.નો મૂળ ગુજરાતી સ્ટુડન્ટ સ્ટોરમાંથી ચોરી બદલ ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સિમ્બોલિક ફોટો)
એનઆરજી ડેસ્ક : અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીનો એક મૂળ ગુજરાતી સ્ટુડન્ટ એક સ્ટોરમાંથી ચોરી કરીને ભાગવા જતાં ઝડપાયો હતો. 18 વર્ષીય સ્ટુડન્ટ પાર્થ પટેલ સામે Costcoના એક સ્ટોરમાંથી 9,000 ડૉલરના માલસામાનની ચોરીનો આરોપ છે.
- 18 વર્ષીય પાર્થ પટેલ સામે Costcoના સ્ટોરમાંથી 9,000 ડૉલરના સામાનની ચોરીનો આરોપ

પોલીસે પાર્થની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી સ્પીકર સિસ્ટમ, સ્પીકર્સ, જિન-વ્હીસ્કીની બોટલ્સ સહિત 40થી વધુ વસ્તુઓ મળી આવી હતી. પાર્થનું કહેવું હતું કે તે Costcoના એક સ્ટોરમાં ગયો ત્યારે ગાંજાના નશામાં ધૂત હતો.

પાર્થ તેના ફાધરની BMW કાર લઇને સ્ટોરમાં ગયો હતો. કારમાંથી પોલીસને બે લેપટોપ, એક iPad, એક મોબાઇલ ફોન, મેડિકલ સેન્ટરના 3 ID તથા થોડો ગાંજો મળી આવ્યા હતા. પોલીસનું માનવું છે કે પાર્થની કારમાંથી મળી આવેલી વસ્તુઓ પણ તેણે ચોરેલી હોય તેવું બની શકે છે.

નોંધનીય છે કે પાર્થ ચોરીના ગુનામાં પકડાયો તે અગાઉ બોસ્ટન યુનિવર્સિટીમાં પણ તેને ‘કેમ્પસ માટે જોખમરૂપ’ ગણાવાયો હતો, જેના કારણે તે મેડિકલ લીવ પર હતો. હવે તે વધારે મોટી મુસીબતમાં મુકાયો છે.
અન્ય સમાચારો પણ છે...