• Gujarati News
  • National
  • Patel Pleaded Guilty To One Count Of Benefiting Financially From Trafficking In Persons.

ભારતીય મુળના પટેલ અમેરિકામાં દેહ વેપારમાં સંડોવાયા, થશે આકરી સજા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂયોર્ક: એક ભારતીય મૂળના અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા કનુભાઈ પટેલના ધોળામાં ધૂળ પડી જેવી વાત સામે આવી છે. 74 વર્ષના કનુભાઈ પટેલની ન્યુયોર્કમાં દેહવેપારમાં સંડોવણી જોવા મળી છે. કનુભાઈ પટેલ ન્યુયોર્કમાં એક મોટલના માલિક છે. તેમના પર આરોપ છે કે તેઓ દેહવેપાર માટેએક દલાલ જેવુ કામ કરતા હતા અને તે માટે તેઓ હોટલમાં રૂમનું પણ વધારે ભાડું વસુલ કરતા હતા.
આ આરોપમાં કનુભાઈને સરેરાશ પાંચ વર્ષની સજા થઈ શકે છે. કોર્ટમાં જે પ્રમાણે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે તેમાં જણાવ્યાં પ્રમાણે તેઓ મજબૂર મહિલાઓને દેહવેપારમાં લાવતા હતા અને પોતાની જ મોટલમાં તે મહિલાઓ સાથે દેહવેપારનો ધંધો કરાવતા હતા.
કનુભાઈએ કોર્ટમાં પણ સ્વીકારી લીધુ છે કે પૈસાની લાલચમાં તેઓ આ વ્યવસાયમાં સંડોવાયેલા હતાં. આ વ્યવસાય માટે તેઓ કેની અને પોપ જેવા નામનો પણ ઉપયોગ કરતા હતા.
પટેલે કોર્ટમાં એવુ સ્વીકાર્યું છે કે, તે ક્યારેય દેહ વેપાર સાથે સીધો સંકળાયેલો નહતો. તેમણે ક્યારેય કોઈ મહિલાને આ વ્યવસાયમાં આવવા માટે ફરજ નથી પાડી. પરંતુ તેમણે ચાલી રહેલા દેહવેપારનો આડકતરી રીતે લાભ લીધો છે. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પુરાવા પ્રમાણે તેઓ મહિલાઓને મોટેલમાં સાથે લઈને આવનાર પુરુષો પાસેથી વધારે ભાડુ વસુલતા હતા. તે માટે તેમણે મોટલની પાછળની સાઈડમાં એક અલગ જ દરવાજો બનાવ્યો હતો. આ પ્રમાણેના ગેરકાયદે સંબંધો માટે આવતા લોકો માટે જ ખાસ તે દરવાજો રાખવામાં આવ્યો હતો અને તે હંમેશા ખુલ્લો જ રખાતો.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે દલાલો મારફતે કે અન્ય પુરુષો સાથે આવતી સેક્સવર્કર મહિલા સાથે કોઈ મારપીટ કરતું તો પણ પટેલ તેમાં પણ આખ આડા કાન કરતા. ઘણી વખત સેક્સવર્કર મહિલા સાથે તેમના કોઈ ગ્રાહક માર-પીટ કરતા અને તેમની મદદ માટેની બુમો સંભળાતી તો પણ તેઓ સાંભળતા નહતા. એક વખતે એક ગ્રાહકે એક સેક્સ વર્કર મહિલાનો હાથ તોડી નાખ્યો હતો અને તે મહિલા મદદ માટે બુમો પાડતી હતી તો પણ પટેલે તેમને કોઈ પ્રકારની મદદ કરી નહતી. આ વિશે પટેલે કહ્યું હતું કે જ્યાં સુધી તેણે પોતાના રૂમનું ભાડુ વસુલ ન કરી લીધુ ત્યાં સુધી તેમણે મહિલા પર થયેલા હુમલાની પોલીસને જાણ નહતી કરી.
કનુભાઈ પટેલ સામે કોર્ટમાં જે પુરાવા જમા કરાવવામાં આવ્યા છે તેમાં સાબીત થાય છે કે તેઓ તેમની મોટલમાં દેહવેપારની પ્રવૃતિઓ ચલાવતા હતા. અમુક સંજોગોમાં તેઓ દલાલ જેવી ભૂમિકા પણ ભજવતા હતા અને રૂમનું વઘારે ભાડુ વસુલ કરીને તેઓ તેમાંથી આર્થિક લાભ પણ મેળવતા હતા. પુરાવાને આધારે કનુભાઈ પટેલને અમેરિકન કાયદા પ્રમાણે ઓછામાં ઓછી 5 વર્ષની સજા થઈ શકે છે.
અન્ય સમાચારો પણ છે...