USથી ફ્લાઈટ ઉડાવીને એકલો અમદાવાદ આવ્યો આ ભડવીર, 15 દિવસે પહોંચ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનઆરજીડેસ્કઃ ભારતીય મૂળના અમેરિકી બિઝનેસમેન ડો. રવિ બંસલ પોતાના પ્રાઈવેટ પ્લેનને જાતે જ ઉડાવીને દેશ વિદેશમાં કેન્સરની બીમારી પ્રત્યે લોકોને જાગૃત કરી રહ્યા છે. તેઓ 16 દિવસના પ્રવાસ બાદ 20મી જુલાઈના રોજ અમદાવાદ એરપોર્ટ લેન્ડ થયા હતા. આ પ્રવાસ દરમિયાન તેઓ અંબાલા રોટરી કેન્સર હોસ્પિટલમાં MRI મશીન માટે સાડા સાત લાખ અમેરિકી ડોલરનું ભંડોળ પણ એકઠુ કરશે. NRI રવિ બંસલ માત્ર 50 હજાર અમેરિકી ડોલરમાં વિશ્વ પ્રવાસ પર કરશે. 
18મી જુલાઈએ આવ્યા અમદાવાદ 
 
- રવિ બંસલ પોતાનું પ્રાઈવેટ પ્લેનને જાતે જ ઉડાવીને 20મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે આવ્યા હતા. 
- અમદાવાદ બાદ બંસલ અંબાલા એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા જ્યા, તેમનું એરફોર્સના અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
- રવિ બંસલ વિશ્વ પ્રવાસ દરમિયાન 21 દેશોનો પ્રવાસ તેમના વિમાન દ્વારા કરવાના છે.
- આ પ્રવાસમાં તેઓ સાડા સાત લાખ અમેરિકી ડોલર એકઠા કરશે અને અંબાલા રોટરી કેન્સ હોસ્પિટલમાં MRI મશીન સ્થાપિત કરશે.
 
વિશ્વ પ્રવાસ દરમિયાન કરશે માત્ર 50 હજાર ડોલરનો ખર્ચ

- MRI મશીન માટે તેઓએ એક લાખ ડોલર એકઠા કરી ચૂક્યા છે, તેમને અમદાવાદ તથા અંબાલાથી વધારે ભંડોળ એકઠું થવાની આશા છે.
- તેમના આખા પ્રવાસ દરમિયાન 50 હજાર ડોલર ખર્ચ થયો છે, જો કે તેઓ જાતે જ પ્લેન ઉડાવી રહ્યા છે.
- એક રૂપિયો પણ જો કોઈ આપે છે તો તેઓ તેને સંપૂર્ણ માન સાથે સ્વીકારીને MRI મશીન ખરીદવામાં જોડી રહ્યા છે.
- આ મશીનથી કેન્સર પીડિતોને પ્રારંભિક તબક્કામાં રોગની જાણ થઈ શકે. 
 
આગળ જૂઓઃ પ્રવાસ દરમિયાન પ્લેનમાંથી લીધેલી તસવીરો તથા વાંચો વધુ વિગતો...
અન્ય સમાચારો પણ છે...