• Gujarati News
  • Gulshan Grover New York City International Film Festival Award

પરદેશમાં ભારતનું ગૌરવ વધારશે 'બેડમેન'

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડમાં 'બેડમેન'ના નામે પ્રખ્યાત ગુલશન ગ્રોવરને 29 મેના રોજ ન્યૂયોર્ક સિટી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડથી નવાજવામાં આવશે. ગુલશન ગ્રોવરે દેશોના સીમાડા તોડીને વિવિધ ભાષાની અને પ્રદેશોની ફિલ્મો કરી છે તેને બિરદાવવા માટે તેમને એવોર્ડ આપવામાં આવશે.
સમ્માન અંગે ગુલશન ગ્રોવરે કહ્યું હતું કે, ન્યૂયોર્ક ફિલ્મ ફેસ્ટિવલ અંગે હું ઉત્સાહી છું. આંતરરાષ્ટ્રીય સ્તરે કોઇ ભારતનું નામ રોશન કરે ત્યારે હું ખૂબ ગૌરવ અનુભવું છું. વિદેશમાં જે ભારતીય સંસ્થાઓ છે તે ભારતીય કલાકારોનો ઉત્સાહ વધારતી હોય છે, પરંતુ આ વખતે હોલિવૂડ ભારતીય કલાકારનું સમ્માન કરી રહી છે, જે ખરેખર સારી વાત છે.
ગુલશન ગ્રોવરે 'ડેસ્પરેટ એન્ડેવર્સ'માં કામ કર્યું હતું જે માટે તેમને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળેલો છે. આ ફિલ્મમાં ગુલશને સ્પિરિચ્યુઅલ ગુરુ દાદા ભગવાનનું કેરેક્ટર ભજવ્યું હતું. દાદા ભગવાન 1970માં અમેરિકા ગયા ને ત્યાં વસતા ભારતીયો અને અમેરિકન્સના જીવનમાં જ્ઞાન પ્રકાશ રેલાવ્યો હતો.
(તસવીરમાં ગુલશન ગ્રોવર ન્યૂયોર્ક સિટી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ડિરેક્ટર રોબર્ટ રિઝ્ઝો)