પાટીદાર કલ્ચર એસોસિએશન ઓફ યુએસએ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ ઈવેન્ટનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકાઃ વિદેશમાં વસતા ગુજરાતીઓ પોતાની સંસ્કૃતિને લગતી ઈવેન્ટના આયોજનો કરીને પોતાની સંસ્કૃતિ જાળવી રાખતા હોય છે. પાટીદાર કલ્ચર એસોસિએશન ઓફ યુએસએ દ્વારા આ વર્ષે પણ વિવિધ કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે. સમુદાયના સંકલ્પના 2 વર્ષ બાદ ઉમિયા માતાજીનું મંદિર ન્યુજર્સીમાં તૈયાર કરવામાં આવ્યું છે. 1697 ઓક ટ્રી રોડ, એડિશનમાં આ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. સાચું કામ હવે શરૂ થયું છે આશા છે કે પીસીએ સમુદાય અંત સુધી આ યોજનાની સાથે રહે.
 
પીસીએ દ્વારા વોલીબોલ ટૂર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 3 જૂન, શનિવારના રોજ હિલ્સબોરોમાં આવેલા કોર વોલી બોલ ક્લબ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેના રજીસ્ટ્રેશન માટે અજય ગોવાણીનો સંપર્ક કરી શકો છો. તેમનું ઈમેઈલ એડ્રેસ છે- ajaygovani@yahoo.com
 
આ ઉપરાંત પીસીએની એન્યુઅલ ઈવેન્ટનું આયોજન પણ કરવામાં આવશે. જેમાં 8 જુલાઈ, શનિવારના રોજ એન્યુઅલ પિકનિક, 23 સપ્ટેમ્બર, શનિવારના રોજ નવરાત્રી ગરબા અને 4 નવેમ્બર, શનિવારના રોજ દિવાળીનું સેલિબ્રેશન કરવામાં આવશે. 
 
KPSNA ચેરિટેબલ દ્વારા ગોલ્ફ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. 19,20,21 મેના રોજ આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે. મોર્ગન હીલ ગોલ્ફ કોર્સ, ઈસ્ટન, પેન્સિલવેનિયા થનારા આ આયોજનમાં KPSNAના અનુભવી મેમ્બર્સ તથા ગોલ્ફ રસ ધરાવનાર લોકો પણ ભાગ લઈ શકે છે. ગોલ્ફમાં રસ રાખનારા આ લિંક પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
https://goo.gl/forms/ztqgyKkXnnrfGHhj1 
 
KPSNA અન્ય એક વોલીબોલનું પણ આયોજન કરી રહ્યા છે જે 22-23 સપ્ટેમ્બરના રોજ Elkridge. MD ખાતે યોજાશે.
અન્ય સમાચારો પણ છે...