દિવાળીનાં એક મહિના પછી પણ પરદેશમાં દિવાળીની ઉજવણી

આમતો તહેવાર જાય એટલે તેને આવતા વર્ષ સુધી પડીકે બાંધી મૂકી દેવાય છે

divyabhaskar.com | Updated - Nov 21, 2017, 07:20 PM
Diwali celebrations in America after a month

અમેરિકા: આમતો તહેવાર જાય એટલે તેને આવતા વર્ષ સુધી પડીકે બાંધી મૂકી દેવાય છે. અને બીજા તહેવારની ઉજવણી માટેની તૈયારીઓ શરુ કરી દેવાય છે. પરંતુ પરદેશમાં આમ નથી બનતું. જ્યાં સુધી ઉજવણી પૂરી નાં થયા ત્યાં સુધી, દિવાળી જેવા તહેવારને બાજુમાં મુકાતો નથી.

ગઈકાલે ન્યુ જર્શીના ક્લિન્ટન મેનોર હોલમાં ઉજવાઈ ગયેલી ભાદરણ સમાજની દિવાળી આ વાતનું સચોટ ઉદાહરણ છે. અમેરિકામાં સમયની કમી હોવા છતાં દરેક તહેવારને મનભરીને ઉજવી લેવાની ભાવના દરેકના મનમાં રહેલી હોય છે. અને આ બહાને એકઠા મળીને થોડા સમય માટે પણ દેશ અને ગામને યાદ કરી લેવાનું બહાનું સમાએલું હોય છે. આ માટે અહી મોટાભાગના લોકો પોતાના ગામ અથવા સમાજની અલગ પાર્ટીઓ રાખી ઉજવણી કરતાં હોય છે જેથી બધ સાથે અંગત રીતે હળીમળી શકાય.

આવા ગામોમાં મોખરાનું નામ ઘરાવતું ચરોતરનું " ભાદરણ" ગામ છે. આ ગામ શિક્ષણ, કલ્ચર સાથે સમૃદ્ધિ અને સ્વચ્છતા માટે જાણીતું છે. ભાદરણમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓની પ્રગતિનો ગ્રાફ છેલ્લા સો વર્ષથી એકધારો ઉંચો જતો જાય છે. ગામમાં રહેતા લોકોનો ગામ તરફનો પ્રેમ સાથે બીજું જવાબદાર એક કારણ છે પરદેશમાં વસતા વતન પ્રેમીઓનો ગામ માટેનો લગાવ. ગાયકવાડી રાજ્યથી સમયથી લઈને હાલના સમય સુધી આજે પણ ભાદરણ જાણીતું ગામ બની રહ્યું છે.

અમેરિકાના ન્યુજર્શી સ્ટેટમાં ૧૯૮૦માં ભાદરણ સમાજની શરૂઆત સાવ નાના પાયે થઈ હતી. જેમાં શૈલેષભાઈ, પ્રફુલભાઈ ,તારકભાઈ વગેરેએ સાથે મળીને સમાજને આગળ લાવવા પ્રયત્નશીલ રહ્યા હતા. પરિણામે આજે ૩૭ વર્ષ પછી આ સમાજ પોતાનું આગવું અસ્તિત્વ બની આગળ આવી રહ્યો છે. જેના પરિણામે ભાદરણ ગામને પણ ઘણા આર્થિક લાભ થઇ રહ્યા છે.

દિવાળી સેલિબ્રેશનમાં સહુ પહેલા ભદ્રકાળી માતાની આરતી થી કરાયો હતો. ત્યાર પછી નાસ્તામાં પાણીપુરીથી લઇ દાબેલી, ફલાફલ અને બીજું કેટલુંય પીરસાયું હતું. છેલ્લે જમવામાં શીખંડ પૂરી સાથેનું ગુજરાતી જમણ હતું. અહી પધારેલા આશરે ૩૨૫ મહેમાનોએ દિવાળીની ફરીફરી ઉજવણી કરી હતી. આ સમાજમાં બહેન દીકરીઓનું ખાસ માન જળવાય છે એ જોઇને આનંદ થાય છે.

આગળ વાંચો, ઇન્ડિયાથી લાઈવ મ્યુઝીલક બેન્ડ બોવાવાયું હતું....

Diwali celebrations in America after a month

ઇન્ડિયાથી લાઈવ મ્યુઝીલક બેન્ડ બોવાવાયું હતું. જેમણે ખુબ સુંદર જુના ગીતોનો લ્હાવો પીરસ્યો હતો. અહી ડાન્સ સાથે આપણા ગરબાને પણ ભુલાયા નહોતા. એક વધારે ગમતી બાબત એ પણ હતીકે બાળકોના મનોરંજન માટે તેમને વ્યસ્ત રાખવા માટે ઝરી વાળા ગ્લુના રંગોની રંગોળી કોમ્પીટીશન રાખવામાં આવી હતી. તેમાં બાળકોને હરીફાઈ નિમિત્તે નંબર પ્રમાણે ગીફ્ટ આપવામાં આવી હતી. આ બધું કામ મીકીબેને હોંસભેર ઉપાડી લીધું હતું. અને ઇનામના પૈસા ડોક્ટર અક્ષય પટેલે આપ્યા હતા. મયંક પટેલ અને ધ્વનીએ આર્થિક રીતે પણ ખુબ મદદ કરી હતી.

 

ડોક્ટર અક્ષય પટેલે ઇસ્ટ કોસ્ટનાં વિન્ટરમાં ખાસ જરૂરી એવા ફ્લ્યું સોટનું મફત વિતરણ કરી દરેકને ફ્લ્યું સોટ મૂકી આપ્યા હતા. આમ અહી માત્ર ભેગાથી જમીને ચાલ્યા જવાની વાત નહોતી.એક બીજાને અપાતા સાથ સહકારની વાત હતી. આ પહેલા પણ લખ્યું છે આજે પણ કહીશ આ સમાજની બહુ ગમતી વાત છે અહી કોઈ પ્રેસિડેન્ટ કે ચેરમેન જેવી ખુરશીઓ નથી. કહેવાનો મતલબ છે પોલિટિક્સના વાદ વિવાદ અને રાજરમત થી દુર આ સમાજ એક સુંદર ઉદાહરણ પણ કહી શકાય.

Diwali celebrations in America after a month
Diwali celebrations in America after a month
Diwali celebrations in America after a month
Diwali celebrations in America after a month
X
Diwali celebrations in America after a month
Diwali celebrations in America after a month
Diwali celebrations in America after a month
Diwali celebrations in America after a month
Diwali celebrations in America after a month
Diwali celebrations in America after a month
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App