• Gujarati News
  • DHS Starts To Accept Employment Authorization Applications From H4 Visa Holders

USએ H-4 વિઝાધારકની અરજી સ્વીકારવી શરૂ કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતીકાત્મક તસવીર)
વોશિંગ્ટનઃ અમેરિકી સત્તાવાળાઓએ એચ-1બી નોન-ઇમિગ્રન્ટ કર્મચારીઓના જીવનસાથી અને એચ-4 વિઝા ધરાવનારાઓની નોકરીની અરજીઓ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધી એચ-4 વિઝાધારકો અમેરિકામાં કાયદેસર નોકરી કરી શકતા હતા. તેમને નોકરી કરવાની મંજૂરી હતી.
અમેરિકાના પગલાના પરિણામે હવે આશરે 1,80,000 લોકો અમેરિકામાં નોકરી કરવા માટે યોગ્ય બનશે. અમેરિકી ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (ડીએચએસ)ના જણાવ્યા મુજબ એચ-4 વિઝાધારકોની નોકરી માટેની અરજી મળ્યાના 90 દિવસમાં તેમને એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન કાર્ડ (ઇએડી) જારી કરવામાં આવશે.
અમેરિકામાં વર્તમાન નિયમનો હેઠળ ડીએચએસ દ્વારા એચ-1બી નોન-ઇમિગ્રન્ટ કર્મચારીઓના આશ્રિતો (એચ-4 વિઝા ધરાવતા નોન-ઇમિગ્રન્ટ્સ તરીકે જાણીતા)ને ઇએડી આપવામાં આવતું નથી.
નવા નિયમો હેઠળ એચ-4 આશ્રિતો નોકરી કરવા માટે અરજી કરી શકશે. દર વર્ષે એચ-1બીનો ક્વોટા વધારવાની માગ થતી રહે છે.