શિકાગોમાં OFBJPએ UPમાં મળેલી જીતની આમ કરી ઉજવણી, CMને આપ્યા અભિનંદન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિકાગોઃ ભારતીય જનતા પાર્ટીના પ્રવાસી મિત્રોએ શિકાગોમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને મણિપુરમાં તાજેતરમાં થયેલી ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીતની ઉજવણી કરી હતી. આ આયોજન 25 માર્ચના રોજ કૈરોલ સ્ટ્રીમમાં રાણા રીગન સેન્ટરમાં કરવામાં આવ્યું હતું.
 
સ્વાગત ભાષણથી કાર્યક્રમની શરૂઆત

OFBJPના રાષ્ટ્રીય મહાસચિવ અમર ઉપાધ્યાયના એક સ્વાગત ભાષણથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. તેમણે કાર્યક્રમમાં હાજર રહેલા Bharatiya Senior Citizens group, United Senior Citizens group, OFBJP members, VHPA members અને HHS membersનું સ્વાગત કર્યું હતું. બાદમાં ઉપાધ્યાયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત, મણિપુરના મુખ્યમંત્રી બિરન સિંહ અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને અભિનંદન આપ્યા હતા. ઉપાધ્યાયે સખત મહેનત અને તેમના અનુભવો પણ શેર કર્યા. તેઓએ શિકાગોના OFBJPના સંયોજક રોહીત જોશી અને અન્ય લોકોને ઉત્તર પ્રદેશની ચૂંટણી અભિયાન દરમિયાન સાથે રાખ્યા હતા.
 
દીપ પ્રાગટ્ય કાર્યક્રમ યોજાયો

સ્વાગત ભાષણ બાદ એક દીપ પ્રાગટ્ય સમારોહનું આયોજન કર્યું હતું. જોશીએ ગેસ્ટ ઓફ ઓનર ડો. ભરત બરાઈ અને દિલ્હીથી બીજેપી યુનિટના ભાજપના કોમ્યુનિકેશન સેલ કન્વીનર ખેમચંદ શર્મા તથા ઓએફબીજેપી યુવા સંયોજક નીરવ પટેલ સહિત અન્ય OFBJPના સભ્યોને દીપ પ્રાગટ્ય માટે આમંત્રિત કર્યા હતા.
 
રોહીત જોશીએ આપી સ્પીચ

પોતાના ભાષણમાં જોશીએ ઉત્તર પ્રદેશમાં વર્તમાન સમયમાં રહેલા કેટલાક પડકારો વિશે અને આ સ્થિતિ સામે પહેલા કામ કરવાની જરૂર હોવાની વાત કરી હતી. જ્યારે પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ભારતની પ્રતિજ્ઞામાં યોગદાન આપવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. નવા ભારતની આશા અને આકાંક્ષાઓને તમામ નાગરિકો અને તમામ શક્ય સ્ત્રોતોથી યોગદાન દ્વારા પૂર્ણ કરવાની જરૂર હોવાનું કહ્યું હતું. શર્માએ દિલ્હીના નગર નિગમ માટે આગામી ચૂંટણી વિશે વાત કરી હતી. તેઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ચૂંટણી અભિયાનમાં યોગદાન આપવાની રીત પણ શેર કરી હતી. સ્વૈચ્છિક સેવાઓના ઉપયોગથી ફોન કોલ અને કોઈ સંસાધન જે ભાજપા દિલ્હી યુનિટ પર સકારાત્મક પ્રભાવ પાડી શકે તે અંગે પણ જણાવ્યું હતું.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, કાર્યક્રમની વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...