USA: ન્યુજર્સીમાં આચાર્ય સ્વામી મહારાજના સદભાવ અમૃત પર્વનું છબી દર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકાઃ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીસ્વામીજી મહારાજના 75મા પ્રાગટ્યોત્સવ – સદભાવ પર્વની ઉજવણી અમેરિકાના ગાર્ડન સ્ટેટ–ન્યુજર્સી રાજ્યના સિકોક્સ ટાઉનમાં આવેલી સિકોક્સ સ્કૂલમાં દબદબાભેર કરવામાં આવી હતી.નોર્થ અમેરિકાના જે તે રાજ્યોમાંથી હજારો હરિભક્તો આનંદભેર ઉમટ્યા હતા. 
 
શોભાયાત્રા, મુક્ત જીવન સ્વામીબાપા પાઈપબેન્ડ - અમેરિકાની કર્ણપ્રિય સૂરાવલી, ગણવેશમાં સુસજ્જ બાઈ - ભાઈ સત્સંગીઓ, 75 અને સદભાવ અમૃત પર્વ અંકિત ધ્વજાધારી ભક્તજનો, બેન્ડ પર્ફોમન્સ, મનોરમ્ય કલાત્મકતાથી સુંદર સ્ટેજ, વિશાળ કેક, બાળ-યુવાઓના વિવિધ ભક્તિ નૃત્યો,રીબીનના વાઘા અર્પણવિધિ, પંચામૃતથી સ્વામીબાપાના ચરણારવિંદ-પાદુકા પૂજન,મહા નીરાજન આદિ અનેક ભક્તિભાવ યુક્ત પ્રસંગો સુસંપન્ન થયા હતા.વળી, એશિયા ન્યુજ ચેનલ આદિ મીડિયા પણ આ અવસરને લાઇવ ટેલીકાસ્ટ દ્વારા પ્રસારિત કરવાની સેવા કરી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...