USA: ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ, વહાવ્યો દાનનો પ્રવાહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકાઃ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજે અમેરિકાના ગાર્ડન સ્ટેટ – ન્યુજર્શી રાજ્યના સિકોક્સ ટાઉનમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનો 16મો વાર્ષિક પાટોત્સવ ઉમંગોલ્લાસ પૂર્ણ ઊજવ્યો હતો. સમગ્ર નોર્થ અમેરિકામાં વસતા હરિભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીબાપાનો ષોડ શોપચારથી પૂજન અર્ચન, અન્નકૂટોત્સવ, કેક અર્પણ, નીરાજન-આરતી, વૃક્ષારોપણ, સ્વામિનારાયણ ગાદી ગ્રન્થ અને જીવનપ્રાણ અબજી બાપાની વાતોની સમૂહ પારાયણો, મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડની કર્ણપ્રિય સૂરાવલી આદિ અનેકવિધ પાવનકારી કાર્યક્રમો પરમોલ્લાસ પૂર્ણ સંપન્ન થયા હતા. 
 
આ પાવન અવસરે Secaucus Deputy Mayor Bill McKeever, Secaucus Councilman Robert Costantino, Secaucus Councilman John Gerbasio, Prospect Park Councilman Anand Shah, Staff Member for Mayor Intashan Chowdhury મહાનુભાવો પધાર્યા હતા. તેઓનું પરમ આદર થકી પાઘ, શાલ, પુષ્પહાર, પ્રસાદ આર્પી યથા યોગ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સ્વામિનારાયણ મંદિર – સિકાકસ દ્વારા માતબર દાન વિશ્વવાત્સલ્ય મહોદધિ આચાર્ય સ્વામી મહારાજના વરદ હસ્તે આપવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ગાદી સંસ્થાનની સેવાકીય પ્રવૃતિને તેઓએ શબ્દાંજલિ અર્પણકરી બિરદાવી હતી.આચાર્યસ્વામી મહારાજના આશીર્વાદ બાદ સહુએ મહાપ્રસાદ આરોગ્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...